Health: શિયાળામાં આ જ્યુસ રોગપ્રતિકારક શક્તિ વધારશે, રોગો દૂર રહેશે

શિયાળો હોય કે ઉનાળો દરેક ઋતુમાં જ્યુસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. જ્યુસને હેલ્ધી ડ્રિંક્સની યાદીમાં પણ ગણવામાં આવે છે. શિયાળામાં તમારા સ્વાસ્થ્ય માટે કેટલાક જ્યુસ ફાયદાકારક રહે છે અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

Health: શિયાળામાં આ જ્યુસ રોગપ્રતિકારક શક્તિ વધારશે, રોગો દૂર રહેશે
juce health benifits (Symbolic Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 7:41 AM

શિયાળા (Winter)ની ઋતુમાં શરીરને વિશેષ કાળજીની જરૂર હોય છે અને જ્યુસ (Juice)ને હેલ્ધી ડ્રિંક્સની યાદીમાં પણ ગણવામાં આવે છે. ત્યારે શિયાળામાં ફિટ રહેવા માટે હેલ્ધી ડાયટ (Healthy diet) લેવું ખૂબ જ જરૂરી છે. આ માટે લોકો પોતાના ડાયટમાં ઘણા પ્રકારના હેલ્ધી ફૂડ્સનો સમાવેશ કરે છે.

શિયાળો હોય કે ઉનાળો દરેક ઋતુમાં જ્યુસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. જ્યુસને હેલ્ધી ડ્રિંક્સની યાદીમાં પણ ગણવામાં આવે છે. શિયાળામાં તમારા સ્વાસ્થ્ય માટે કેટલાક જ્યુસ ફાયદાકારક રહે છે અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

પાલકનો રસ

શિયાળાની ઋતુમાં રોગો સામે રક્ષણ આપવા માટે પણ પાલકનો રસ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ માટે પાલક ખૂબ સારી છે. તેમાં કેરોટીન, એમિનો એસિડ, આયર્ન, આયોડિન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ સાથે વિટામીન A, C, K, E અને B કોમ્પ્લેક્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. પાલકનું નિયમિત સેવન કરવાથી આપણા શરીરનું પીએચ લેવલ સંતુલિત રહે છે. પાલકમાં પ્રોટીન અને ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બીટ-ગાજર,ટામેટા અને આદુનો રસ

શિયાળામાં બીટ, ગાજર,ટામેટા અને આદુનો રસ પીવો ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં આદુનું સેવન કરવાથી શરીરમાં ગરમી આવે છે. તમે આ જ્યુસ એક્સરસાઇઝ કરતા પહેલા કે પછી પી શકો છો. આ રસમાં વિટામિન અને મિનરલ્સ મળી આવે છે, સાથે જ તેમાં આયર્ન, વિટામિન એ અને વિટામિન સી પણ મળી આવે છે. આ રસ એનિમિયાની સમસ્યાને ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

ગાજર- લીલા સફરજન અને સંતરાનો જ્યૂસ

આ જ્યૂસ માત્ર ટેસ્ટી જ નહીં પણ ખૂબ જ હેલ્ધી પણ છે. આ જ્યુસમાં એન્ટીઓક્સીડેન્ટ સહિત વિટામિન સી અને વિટામિન એ પણ મળી આવે છે. આ જ્યુસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

ટામેટાંનો રસ

ઘણા લોકો શિયાળામાં ટામેટાંનો રસ પણ પીવે છે. ટામેટા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ટામેટાંમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને વિટામિન B9 હોય છે. આ ઉપરાંત, તે વિટામિન સીનો પણ સારો સ્ત્રોત છે. ટામેટાંનું સેવન કરવાથી તમે ઈન્ફેક્શનથી બચી શકો છો. આ જ્યુસ રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. ટામેટાંનો રસ વજન ઘટાડવા માટે પણ સારો માનવામાં આવે છે.

ખાટા ફળોનો જ્યૂસ

સાઇટ્રસ ફ્રૂટમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. સાઇટ્રસ ફળોનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, રોગો દુર રહે છે. સાઇટ્રસ ફ્રુટ જ્યુસ આપણને માત્ર હેલ્ધી જ નથી રાખતા પરંતુ શરદી અને તાવથી પણ બચાવે છે. તમે નારંગી, મોસમી અને દ્રાક્ષનો રસ પણ પી શકો છો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો

White Onion Benefits : સફેદ ડુંગળી ફક્ત સ્વાદ જ નહીં વધારે આપશે આ ફાયદા પણ

આ પણ વાંચોઃ

Health Tips : શેકેલું લસણ ખાવાના આ પાંચ ફાયદા જાણો, થઇ જશો હેરાન

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">