Health: ઓમિક્રોનના જોખમ વચ્ચે રોગપ્રતિકારક શકિત વધારવા આ વસ્તુઓ રહેશે બેસ્ટ

Health: ઓમિક્રોનના જોખમ વચ્ચે રોગપ્રતિકારક શકિત વધારવા આ વસ્તુઓ રહેશે બેસ્ટ

રોગપ્રતિકારક શક્તિ રોગ અથવા ઈન્ફેક્શન સામે લડવાની શરીરની ક્ષમતાને દર્શાવે છે. ઓમિક્રોનના વધતા ચેપને ધ્યાનમાં રાખીને રોગપ્રતિકારક શક્તિને સારી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Dec 30, 2021 | 8:22 PM

ભારતમાં કોરોના (Corona)ના નવા ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron variant)ના કેસ સતત વધી રહ્યા છે. તમામ રાજ્યોએ આ અંગે ગાઈડલાઈન (Guideline) જાહેર કરી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર રોગપ્રતિકારક શક્તિને વધારવાની વાત ફરી શરૂ થઈ છે. રોગપ્રતિકારક શક્તિ (immunity) રોગ અથવા ઈન્ફેક્શન સામે લડવાની શરીરની ક્ષમતાને દર્શાવે છે. વાસ્તવમાં આપણી રોગપ્રતિકારક શક્તિમાં એન્ટિબોડીઝ (Antibodies) હોય છે, જે કોઈપણ બાહ્ય હાનિકારક તત્વ જેમ કે બેક્ટેરિયા, વાયરસ સામે લડે છે.

ઓમિક્રોન સામે રક્ષણ આપવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારે હોવી ખૂબ જ જરુરી છે, જેથી આપણું શરીર આ જીવલેણ વાઈરસથી પોતાને સુરક્ષિત કરી શકે. જેના માટે તમારે હેલ્ધી ડાયટ લેવાની જરૂર છે. અહીં જાણો એવા આહાર વિશે જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે. તમારે તેને આજથી જ તમારા આહારમાં સામેલ કરી લેવા જોઈએ.

ખાટા ફળો

નારંગી, જામફળ, લીંબુ, આમળા અને કીવી જેવા ખાટા ફળોમાં વિટામિન સી જોવા મળે છે. આ ફળોમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમને આહારમાં સામેલ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ઓમિક્રોન જેવા જોખમો સામે રક્ષણ આપવાની સાથે આ ફળો સીઝનલ રોગ જેવા કે શરદી, તાવ વગેરે સામે રક્ષણ આપવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે.

ગિલોયનો ઉકાળો

સવારની શરૂઆત હુંફાળા પાણીથી કરો. ત્યાર પછી ખાલી પેટે ગિલોયનો ઉકાળો પીવો. તેને બનાવવા માટે ગિલોયની ડાળીનો ઉપયોગ કરો અને તેને ક્રશ કરો અને પાણીમાં મૂકો. આ પછી પાણીમાં તુલસીના પાન, મુલેઠી, મરીયાનો પાઉડર, આદુ અને કાચી હળદર મિક્સ કરો. પછી પાણીને ઉકાળો અને તેને ઉકળીને અડધુ થવા દો. ત્યારબાદ તેને ગાળીને હૂંફાળું હોય ત્યાં સુધીમાં પી લો.

ચાને બદલે ગ્રીન ટી

ગ્રીન ટી શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ જ અસરકારક છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને પાચનમાં સુધારો કરે છે. સાથે જ રોગપ્રતિકારક શક્તિમાં પણ સુધારો કરે છે. તેથી હવે તમારી ચાને ગ્રીન ટીથી બદલો.

કાચું લસણ

કાચા લસણને ખોરાકમાં લેવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ સુધારો થાય છે. એલિસિન, ઝિંક, સલ્ફર, સેલેનિયમ અને વિટામિન A અને E લસણમાં પૂરતી માત્રામાં મળી આવે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તમે તેને સવારે પાણી સાથે દવા તરીકે ગળી શકો છો અથવા કાચા લસણને ભોજન સાથે ખાઈ શકો છો. આ સિવાય બ્રોકોલી, આમળાં, કોબીજ, લીલા ધાણા, કેપ્સીકમ અને પાલક વગેરેનો આહારમાં સમાવેશ કરો.

અંજીર

અંજીરમાં પોટેશિયમ, મેંગેનીઝ અને એન્ટી ઓક્સીડેન્ટ તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરના પીએચ સ્તરને પણ નિયંત્રિત કરે છે. તમે રોજ રાત્રે અંજીરને પલાળી રાખો અને સવારે ઉકાળો લેવાના એક કલાક પછી ખાઓ. અંજીર ખાધા પછી થોડીવાર સુધી કંઈ ન ખાવું.

આ પણ વાંચોઃ Health : ગાય કરતા ભેંસનું દૂધ પીવાના આ રહ્યા અનેક ફાયદા

આ પણ વાંચોઃ Health: આરોગ્યવર્ધક છે કોળાના બીજ, જાણો તેના અજોડ ફાયદાઓ વિશે

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati