Health : જો શરીરમાં હોય આ સમસ્યા તો શક્કરિયા ખાવાથી રહો દૂર

શક્કરિયામાં ઘણા પોષક તત્વો હોય છે, સાથે જ તેમાં ઓક્સાલેટ પણ વધુ હોય છે, જે એક પ્રકારનો ઓર્ગેનિક એસિડ છે. જે લોકો કિડનીની પથરીથી પીડિત હોય ત્યારે તેનું વધુ પડતું સેવન કરતા લોકો માટે તે હાનિકારક બની શકે છે,

Health : જો શરીરમાં હોય આ સમસ્યા તો શક્કરિયા ખાવાથી રહો દૂર
Disadvantages of sweet potatoes
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 9:01 AM

શક્કરીયા (Sweet Potato )ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો કે તેમાં સ્ટાર્ચ, કાર્બોહાઇડ્રેટ્સ અને કેલરી વધુ માત્રામાં જોવા મળે છે, તેમ છતાં આ શાકભાજી પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં પ્રોટીન, વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા સૂક્ષ્મ પોષકતત્વો મળી આવે છે.

તે વજન ઘટાડવા, શ્વાસની સમસ્યાઓ, સંધિવા અને પેટના અલ્સર સામે લડવામાં મદદરૂપ છે. પરંતુ કેટલાક લોકોએ આ મૂળ શાકભાજીને ટાળવાની જરૂર છે. કારણ કે તે અનેક રોગોને વધારવાનું કામ કરે છે. અહીં અમે તમને એવી સમસ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ જેમાં વ્યક્તિએ શક્કરિયા ખાવાનું ટાળવું જોઈએ.

1. કિડની સ્ટોન શક્કરિયામાં ઘણા પોષક તત્વો હોય છે, સાથે જ તેમાં ઓક્સાલેટ પણ વધુ હોય છે, જે એક પ્રકારનો ઓર્ગેનિક એસિડ છે. જે લોકો કિડનીની પથરીથી પીડિત હોય ત્યારે તેનું વધુ પડતું સેવન કરતા લોકો માટે તે હાનિકારક બની શકે છે, કારણ કે ઓક્સાલેટ પહેલાથી અસ્તિત્વમાં રહેલી પથરી પર જમા થવા લાગે છે, જે કિડનીની પથરીની સમસ્યાને વધારી શકે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

2. હાર્ટ પ્રોબ્લેમ શક્કરિયા પોટેશિયમનો સારો સ્ત્રોત હોવાથી તમારા બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે, જેનાથી હૃદયની સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે. પરંતુ જ્યારે વધુ પડતું સેવન કરવામાં આવે છે, ત્યારે વધુ પડતું પોટેશિયમ હાયપરક્લેમિયા તરફ દોરી શકે છે અને હાર્ટ એટેક તરફ દોરી શકે છે.

3. પેટની સમસ્યા આ શાકભાજીમાં મન્નિટોલ પણ હોય છે, એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ જેને સુગર આલ્કોહોલ અથવા પોલિઓલ કહેવાય છે. જો કે આ કાર્બોહાઈડ્રેટ લેવાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ જે લોકો પેટની સમસ્યાથી પીડાતા હોય તેમના માટે તેનું વધુ પડતું સેવન સમસ્યા બની શકે છે. શક્કરિયાના વધુ પડતા સેવનથી જ્યારે પેટની સમસ્યા હોય ત્યારે ઝાડા, પેટમાં દુખાવો અને પેટનું ફૂલવું થઈ શકે છે.

4. ડાયાબિટીસ બટાકાની તુલનામાં, શક્કરીયામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ઓછો હોય છે અને તે તંદુરસ્ત માનવામાં આવે છે. સંશોધન મુજબ શક્કરિયા ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવામાં મદદ કરી શકે છે. ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી અને ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી શક્કરિયા શરીરમાં બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. પરંતુ તેનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ, નહીં તો તે બ્લડ શુગર લેવલ વધારી શકે છે. તમને જણાવી દઈએ કે ભારતમાં લગભગ 77 મિલિયન લોકો ડાયાબિટીસથી પ્રભાવિત છે.

આ પણ વાંચો : Health : ડાયાબિટીસના દર્દીઓ માટે આ શાકભાજીનું જ્યુસ દવા કરતા પણ વધુ ફાયદાકારક

આ પણ વાંચો: Health: શું તમને પણ સીતાફળ ખૂબ જ ભાવે છે? તેને ખાતા પહેલા તેનાથી થતાં આ નુકસાન પણ જાણી લેજો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">