HEALTH : ભોજન સમયે પાણી પીવું કેટલું યોગ્ય ? જાણો પાણી પીવાનો યોગ્ય સમય

HEALTH : નિષ્ણાતોના મતે ભોજન કરતી વખતે વચ્ચે પાણી પીવું સલામત છે, પરંતુ જમ્યા પહેલા અથવા પછી તરત જ પાણી પીવાથી પાચનતંત્રની પ્રક્રિયા ખોરવાય છે.

HEALTH : ભોજન સમયે પાણી પીવું કેટલું યોગ્ય ?  જાણો પાણી પીવાનો યોગ્ય સમય
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 09, 2021 | 7:12 PM

HEALTH : યોગ્ય સમયે પાણી પીવું આરોગ્યની દૃષ્ટિએ ખૂબ ફાયદાકારક છે. દરેક વ્યક્તિએ દિવસ દરમિયાન ઓછામાં ઓછું ત્રણથી ચાર લિટર પાણી પીવાનું કહેવામાં આવે છે. પરંતુ ભોજન કર્યા પછી તરત જ પાણી પીવું જોઈએ નહીં. નિષ્ણાતોનું કહેવું છે કે ભોજન પછી તરત જ પાણી પીવાથી શરીરમાં નુકસાન થઈ શકે છે.

ભોજન પછી તરત પાણી પીવું હાનિકારક નિષ્ણાતોના મતે ભોજન કરતી વખતે વચ્ચે પાણી પીવું સલામત છે, પરંતુ જમ્યા પહેલા અથવા પછી તરત જ પાણી પીવાથી પાચનતંત્રની પ્રક્રિયા ખોરવાય છે. જમ્યા પછી તરત જ પાણી પીવાથી ગેસ્ટિકનો રસ પાચનતંત્રમાંથી મુક્ત થઈને પાચક ઉત્સેચકોમાં ભળી જાય છે. જેના કારણે શરીરને ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળતા નથી. આ સિવાય ભોજન બાદ પાણી પીવાથી ગેસ, અપચો, એસિડિટી જેવી સમસ્યાઓની પણ સંભાવના છે.

જમ્યા પહેલા અને પછી અડધો કલાક પાણી પીવો પાણી હંમેશાં ભોજન કરતાં અડધો કલાક પહેલાં અને ભોજન કર્યા બાદ અડધો કલાક પછી પીવું જોઈએ. કારણ કે ભોજન લીધા બાદ આશરે 30 મિનિટ પછી પેટમાં આગળની પ્રક્રિયા શરૂ થાય છે. આ પછી પાણી પીવાથી પાચન સમસ્યાઓ થતી નથી, પરંતુ ખોરાક વધુ સરળતાથી પાંચે છે. જો તમે ભોજનની વચ્ચે ઘૂંટડા જેટલું પાણી પીવો તો તેનાથી નુકસાન કરતું નથી. પરંતુ જો તમે ભોજન સાથે વધુ પ્રમાણમાં પાણી પીતા હો તો તેનાથી તમારું પેટ ઝડપથી ભરાઈ જાય છે અને પેટ વધવાની સમસ્યા પણ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

પાણી પીવા અંગે આ બાબતો પણ મહત્વની 1) દરરોજ સવારે ખાલી પેટ પર નવશેકું પાણી પીવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે અને વજન ઘટે છે. સાથે જ ચામડી સાથે જોડાયેલી સસમસ્યાઓ પણ ઓછી થાય છે.

2) સ્નાન કર્યા પછી એક ગ્લાસ પાણી પીવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે. સાથે જ બ્લડ પ્રેશરની સમસ્યાથી બચી શકાય છે અને શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે.

3) દરરોજ સૂતા પહેલા અડધો ગ્લાસ પાણી પીવાથી હાર્ટ એટેક થવાનું જોખમ ઘણા પ્રમાણમાં ઘટે છે. સાથે જ શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચે છે અને લોહીનું પરિભ્રમણ વધુ સારું થાય છે.

4) હંમેશા બેઠા બેઠા પાણી પીવું જોઈએ. ઉભા રહીને પાણી પીવાથી ગોઠણમાં દુખાવો થઈ શકે છે. આ સિવાય બોટલ અથવા કોઈપણ વાસણમાંથી ઉપથી પાણી પીવાને બદલે તેને ગ્લાસમાં લઈને હોઠ સાથે સ્પર્શે એ રીતે પાણી પીવું જોઈએ.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">