Health : કેન્સરને ઓળખવા શરીરમાં થતા આ ફેરફારોને નજરઅંદાજ ન કરો

જો તમે ઝડપથી વજન ઘટાડી રહ્યા છો, તો તે પણ પ્રયાસ કર્યા વિના, સાવચેત રહો. સ્વાદુપિંડ, પેટ, અન્નનળી કે ફેફસાના કેન્સરથી પણ તમારું વજન નોંધપાત્ર રીતે ઘટી શકે છે.

Health : કેન્સરને ઓળખવા શરીરમાં થતા આ ફેરફારોને નજરઅંદાજ ન કરો
Cancer symptoms
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 3:08 PM

જો તમને તમારા શરીરમાં (Body )સામાન્ય પણ ફેરફાર દેખાય છે, તો તેને ક્યારેય અવગણશો નહીં. કારણ કે ક્યારેક આ ફેરફારો કેન્સર(Cancer ) જેવા ગંભીર રોગ માટે સંકેત હોઈ શકે છે. જો તેને વહેલાસર શોધી કાઢવામાં આવે તો, કેન્સરના ફેલાવાને અટકાવી શકાય છે જ્યારે શરૂઆતના આ લક્ષણોને અવગણવાથી તે જીવલેણ સાબિત થઈ શકે છે. જોકે તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી, અહીં કેટલાક લક્ષણો છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. ક્યારેક તે ગંભીર પણ ન હોઈ શકે, પરંતુ તેને અવગણવાની ભૂલ ન કરતા અને તમારા ડોક્ટરનો સંપર્ક જરૂર કરજો.

વજન ઓછું કરવું જો તમે ઝડપથી વજન ઘટાડી રહ્યા છો, તો તે પણ પ્રયાસ કર્યા વિના, સાવચેત રહો. સ્વાદુપિંડ, પેટ, અન્નનળી કે ફેફસાના કેન્સરથી પણ તમારું વજન નોંધપાત્ર રીતે ઘટી શકે છે.

શરીરમાં સોજો અથવા ગઠ્ઠો જો તમારા શરીરના કોઈપણ ભાગમાં સોજો અથવા ગઠ્ઠો દેખાય તો તેને પણ અવગણશો નહીં. પેટ, સ્તન અથવા અંડકોષમાં ગઠ્ઠો કેન્સરને કારણે પણ હોઈ શકે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સતત ખાંસી સતત ઉધરસ, ત્રણથી ચાર અઠવાડિયા સુધી સતત કફ ચિંતાજનક સંકેતો છે. સતત ઉધરસ, કફ સાથે લોહી અને શ્વાસ લેવામાં તકલીફ ફેફસાના કેન્સરના લક્ષણો હોઈ શકે છે.

મસામાં ફેરફાર મસામાં કોઈપણ ફેરફારને અવગણવા જોઈએ નહીં. મોટાભાગના લોકો તેને ગંભીરતાથી લેતા નથી, પરંતુ તે સ્કિનના કેન્સરની નિશાની હોઈ શકે છે. જો નવો મસો દેખાય અથવા ત્વચા પર પહેલાથી હાજર મસાના રંગ અને કદમાં કોઈ ફેરફાર થાય, તો ડૉક્ટરની મુલાકાત લો.

પેશાબમાં લોહી પેશાબમાં લોહી આંતરડાના કેન્સર માટે ચેતવણી હોઈ શકે છે. શૌચાલયની આદતોમાં બદલાવ, ઉદાહરણ તરીકે જો તમે સામાન્ય કરતાં વધુ વખત શૌચાલયમાં જાઓ છો અને જો લાંબા સમય સુધી કબજિયાતની સમસ્યા હોય, તો તેને અવગણશો નહીં. પેશાબમાં લોહી મૂત્રાશય અથવા કિડનીના કેન્સરની નિશાની પણ હોઈ શકે છે. પીડામાં વારંવાર પેશાબ થવો અને પીઠના નીચેના ભાગમાં દુખાવો પ્રોસ્ટેટ કેન્સરનો સંકેત આપી શકે છે.

પીડા  જો પીડા અઠવાડિયા સુધી સતત અનુભવાતી રહે છે, અને કોઈ વાજબી કારણ નથી, તો તે કેન્સરના લક્ષણો પણ હોઈ શકે છે. કેન્સર સંશોધન મુજબ, કેન્સર સાથે સંકળાયેલ પીડા એટલા માટે  થાય છે કારણ કે ગાંઠો હાડકાં, ચેતા અને અન્ય અંગો પર તે  દબાણ કરે છે.

સતત હાર્ટબર્ન જો તમે સતત છાતીમાં બળતરા અનુભવો છો, તો તે કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે. આ કેન્સર પેટ કે ગળામાં થાય છે.

ખોરાક ગળવામાં મુશ્કેલી ખોરાક ખાતી વખતે દુખાવો અથવા ગળવામાં તકલીફ થવી, ગળામાં ખોરાક વારંવાર અટવાઈ જવો – આ અન્નનળીના કેન્સરના લક્ષણો હોઈ શકે છે.

રાત્રે પરસેવો રાત્રે પરસેવો આવવો એ ઘણા પ્રકારના કેન્સરની ચેતવણી પણ હોઈ શકે છે. આ મોટે ભાગે લિમ્ફોમાના કિસ્સામાં થાય છે. આ પ્રકારનું કેન્સર લસિકા તંત્રમાં થાય છે. લસિકા તંત્ર એ આખા શરીરમાં ફેલાયેલી રક્તવાહિનીઓ તેમજ ગ્રંથીઓનું નેટવર્ક છે.

ફરી એકવાર, ગભરાશો નહીં. આ લક્ષણો કેન્સરના ચિહ્નો હોવા જરૂરી નથી પરંતુ ભાગ્યે જ કિસ્સાઓમાં, તે હોઈ શકે છે. તેથી તમારા શરીરને અવગણશો નહીં અને તેને સાંભળો અને સમયસર પગલાં લો.

આ પણ વાંચો : Health : નોર્મલ દૂધને ભૂલી જશો જો પીશો બટાકાના દૂધને

આ પણ વાંચો : Health Tips: શિયાળામાં આ વસ્તુઓ સાથે ગોળ ખાવાથી તમારુ સ્વાસ્થ્ય રહેશે સારુ

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">