Health and Diet Tips : ઈંડા સાથે આ વસ્તુઓનું ભૂલમાં પણ ન કરશો સેવન, પડી શકે છે ભારે

સોયા દૂધ અને ઇંડા બંને પ્રોટીનના ઉત્તમ સ્ત્રોત છે. પરંતુ જો તમે આ બે ખોરાકનું એકસાથે સેવન કરો છો, તો શરીરમાં પ્રોટીનનું શોષણ ખોરવાઈ શકે છે.

Health and Diet Tips : ઈંડા સાથે આ વસ્તુઓનું ભૂલમાં પણ ન કરશો સેવન, પડી શકે છે ભારે
Health: Do not mistakenly consume these things with eggs, it can be heavy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 7:53 PM

Health and Diet Tips : આયુર્વેદમાં કેટલીક વસ્તુઓ એકસાથે ખાવાની મનાઈ છે. કારણ કે આમ કરવાથી શરીર અને પાચન પર ખરાબ અસર પડે છે. જેટલો વર્ગ વેજિટેરિયન છે તેટલો વર્ગ નોન વેજિટેરિયન લોકોનો પણ છે. તેવામાં ઈંડા એક એવી વસ્તુ છે જે મોટાભાગના લોકો ખાવાનું પસંદ કરતા હોય છે. સ્વાસ્થ્ય માટે તબીબો દ્વારા પણ ઈંડા ખાવાની સલાહ આપવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ઈંડા ખાવાની સાથે અમુક વસ્તુઓ ખાવાની પરેજી પાળવી ખુબ જરૂરી છે નહીં તો તે શરીર પર વિપરીત અસર કરે છે.

અમે તમને જણાવીશું એવું કેટલીક વસ્તુઓ વિષે જેને ઈંડા સાથે ખાવા માટે આયુર્વેદમાં પણ મનાઈ કરવામાં આવી છે. કારણ કે તે શરીરને નુકશાન વધારે કરે છે. આવી જ કેટલીક વસ્તુઓ નીચે મુજબ છે, જેને ઈંડા સાથે ખાવાનું ટાળવું જોઈએ.

ખાંડ નિષ્ણાતોના મતે ઇંડાને ખાંડ સાથે રાંધવા જોઈએ નહીં. કારણ કે, રસોઈ દરમિયાન, બંને વસ્તુઓમાંથી છૂટેલા એમિનો એસિડ શરીર માટે ઝેરી બની શકે છે અને લોહીમાં ગંઠાઈ જવાનું કારણ બની શકે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ચા જો તમે ચા સાથે બાફેલા ઇંડા ખાવાનું વિચારી રહ્યા છો, તો બસ બંધ કરો. કારણ કે, બંનેનું મિશ્રણ તમારા પેટ માટે હાનિકારક બની શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ પાચન તંત્ર પર ખરાબ અસર કરી શકે છે અને તમને કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે.

સોયા દૂધ સોયા દૂધ અને ઇંડા બંને પ્રોટીનના ઉત્તમ સ્ત્રોત છે. પરંતુ જો તમે આ બે ખોરાકનું એકસાથે સેવન કરો છો, તો શરીરમાં પ્રોટીનનું શોષણ ખોરવાઈ શકે છે. જેના કારણે શરીરમાં ઇંડા અને સોયા મિલ્ક બંનેના પ્રોટીનનું પ્રમાણ ઘટી શકે છે.

ઇંડા સાથે આ વસ્તુઓનું સેવન ન કરો આયુર્વેદમાં ઇંડા સાથે કેટલીક અન્ય વસ્તુઓ ખાવાની મનાઈ છે. જેમાં ફળો (ખાસ કરીને ઓરેન્જ), દૂધ અને તેમાંથી બનાવેલા ઉત્પાદનો અથવા કઠોળનો સમાવેશ થાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઇંડા સાથે આ વસ્તુઓ ખાવાથી પાચન પર ખરાબ અસર પડે છે.

આ પણ વાંચો: Benefits Of Hing Water: હિંગના પાણીને સામાન્ય સમજવાની ભૂલ ના કરતા, જાણો આ અસામાન્ય ફાયદા

આ પણ વાંચો: ગુલિયન બારી સિન્ડ્રોમ રોગ શું છે? જેનું અમદાવાદ પર તોળાઈ રહ્યું છે જોખમ, જાણો લક્ષણો, કારણો અને નિવારણ

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">