Child Care: તમારા બાળકને કલાકો સુધી ટીવી જોવાની આદત થઈ ગઈ છે? આદત દુર કરવા આ ટિપ્સ કરો ફોલો

ઓનલાઈન ક્લાસીસની આડઅસરના કારણે આખી વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આજે બાળકોને કોઈપણ સર્જનાત્મક વસ્તુ શીખવવા કે મનોરંજન માટે ટીવી કે ફોનનો સહારો લેવો પડે છે. જો બાળકો માટે ટીવી જોવું મજબૂરી હોય તો આ માટે કેટલીક હેલ્થ કેર ટિપ્સ અપનાવવી ખૂબ જ જરૂરી છે.

Child Care: તમારા બાળકને કલાકો સુધી ટીવી જોવાની આદત થઈ ગઈ છે? આદત દુર કરવા આ ટિપ્સ કરો ફોલો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 1:19 PM

આ ડિજિટલ યુગે (Digital time) આપણા જીવનમાં ઘણી વસ્તુઓ એટલી સરળ બનાવી દીધી છે કે આપણને ગેજેટ્સની આદત (Gadgets) પડી ગઈ છે. આ ગેજેટ્સની સૌથી ખરાબ અસર મોટા બાળકો પર પડે છે. ટેક્નોલોજી એટલી ઝડપી બની ગઈ છે કે નાના બાળકો કલાકો ગેજેટ્સ પર વિતાવે છે. બાળકો કલાકો સુધી ટીવી અને મોબાઈલ જુએ છે અને આ આદત તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહી છે.

કોરોનાના કારણે બાળકો મોટાભાગનો સમય ઘરમાં વિતાવી રહ્યા છે અને આ કારણે તેઓ ટીવી અને ગેજેટ્સ ફ્રેન્ડલી બની ગયા છે. પહેલા વાલીઓ ઓફિસ અને બાળકો શાળાએ જતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ ઊંધી થઇ ગઇ છે. વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન ક્લાસના કારણે સમગ્ર સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. આજે બાળકોને કોઈપણ સર્જનાત્મક વસ્તુ શીખવવા કે મનોરંજન માટે ટીવી કે ફોનનો સહારો લેવો પડે છે. જો બાળકો માટે ટીવી જોવું મજબૂરી હોય તો આ માટે કેટલીક હેલ્થ કેર ટિપ્સ અપનાવવી ખૂબ જ જરૂરી છે. અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સ્ક્રીનથી અંતર

જો બાળકને મોબાઈલ કે ટીવી જોવાની આદત પડી ગઈ હોય અને તે તેને કલાકો સુધી છોડતો નથી તો આ સ્થિતિમાં તમારે સાવધાન રહેવાની જરૂર છે. બાળક માટે ટીવી અને મોબાઈલ એવી જગ્યાએ રાખો જ્યાંથી તે તેની આંખોને નુકસાન ન પહોંચાડે. બાળક અને સ્ક્રીન વચ્ચે થોડું અંતર રાખવું ખૂબ જ જરૂરી છે. ભલે તમારું બાળક આમ કરવાની ના પાડે, પરંતુ તમારે આંખની સંભાળ માટે આ ટિપનું પાલન કરવું જ જોઈએ.

20-20-20 નિયમ

આ સમયમાં 20-20-20નો આ નિયમ બાળકો માટે પણ ઘણો અસરકારક માનવામાં આવી રહ્યો છે. ઓનલાઈન ક્લાસ અને કલાકો સુધી ટીવી જોવાથી આંખો થાકી જાય છે. આ સ્થિતિમાં આંખોને આરામ આપવા માટે 20-20-20 ના નિયમનું પાલન કરો. દર 20 મિનિટ પછી બાળકને વિરામ લેવા કહો. આ દરમિયાન તેણે 20 ફૂટ દૂર સુધી જોવું જોઈએ અને લગભગ 20 સેકન્ડ સુધી આવું કરવું જોઈએ.

લાઈટની સંભાળ

એવું જોવામાં આવ્યું છે કે આજકાલ બાળકોને બંધ રૂમમાં લાઈટ બંધ કરીને ટીવી જોવાની આદત પડી ગઈ છે. આ પદ્ધતિથી તેમની આંખોને ઘણું નુકસાન થઈ શકે છે. બાળક જ્યારે પણ ટીવી જુએ ત્યારે તે દરમિયાન લાઇટ ચાલુ રાખો. આમ કરવાથી તેની આંખો પર ટીવીમાંથી નીકળતી લાઈટની ખરાબ અસર નહીં થાય. નિષ્ણાતોના મતે ઓછા પ્રકાશમાં ટીવી જોવાથી આંખો પર જોર પડે છે.

આ પણ વાંચો- Knowledge: જાણો આ અનોખા મધ વિશે, જેનો સ્વાદ મીઠો નથી પણ કડવો છે !

આ પણ વાંચો- Children Health Tips: બાળકને કબજિયાત દરમિયાન દુધીનું સેવન કરાવો, જાણો તેના ફાયદા

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">