Skincare Tips: સવારે ઉઠ્યા પછીની આ ટેવો બદલી દેશે તમારું જીવન, મળશે અવિશ્વનીય પરિણામ

અત્યારના સમયમાં સૌને સારી ત્વચા જોઈએ છે. પરંતુ તેના માટેની કાળજી લેવાનો સમય કોઈ પાસે નથી. ચાલો આજે અમે તમને જણાવીએ કેવી રીતે કેટલીક આદતો ત્વચા માટે ફાયદાકારક છે.

Skincare Tips: સવારે ઉઠ્યા પછીની આ ટેવો બદલી દેશે તમારું જીવન, મળશે અવિશ્વનીય પરિણામ
For healthy and glowing skin follow these habits in the morning
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 8:54 AM

આપણી વ્યસ્ત જીવનશૈલીને કારણે આપણે આપણી ત્વચા (Skin) તરફ ધ્યાન આપતા નથી. આની સાથે પ્રદુષણની અસર આપણી ત્વચા પર પણ પડે છે. આ સમય એવો છે કે સૌને સુંદર અને ગ્લો કરતી ત્વચા જોઈએ છે. દરેકની ઇચ્છા છે કે તેમની ત્વચા સારી રહે. પરંતુ આ માટે કેટલીક મહેનત પણ જરૂરી છે. તમારે તમારી કેટલીક આદતોમાં સુધારો કરવો પડશે અને કેટલીક સારી ટેવો અપનાવવી પડશે. ચાલો આપણે તમને જણાવી દઈએ કે વહેલી સવારની (Morning Health)કેટલી આદતો તમારા સ્વાસ્થ્ય માટે જ નહીં પણ તમારી ત્વચા માટે પણ કેટલી સારી છે.

વહેલી સવારે પાણી પીવું

જો તમને ચમકતી (Glowing) અને સ્વસ્થ ત્વચા જોઈએ છે, તો પછી રોજ સવારે ઉઠો અને ખાલી પેટ એક ગ્લાસ પાણી પીવો. આ આદાત તમારા શરીરમાંથી ટોક્સીન (Toxin) દૂર કરે છે અને તમારી ત્વચાને કુદરતી ગ્લો આપે છે. ખરેખર સ્વસ્થ અને ચમકતી ત્વચા મેળવવા માટે, માત્ર સવારે જ નહીં પરંતુ દરરોજ ઓછામાં ઓછું 3 થી 4 લિટર પાણી પીવો.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

પરસેવો પાડવો, મહેનત કરવી

તંદુરસ્તી અને ગ્લો મેળવવા માટે ક્યારેય તમારા વર્કઆઉટને (Workout) અવગણો નહીં. દરરોજ લગભગ 30 થી 45 મિનિટ વર્કઆઉટ કરો. વ્યાયામ કરવાથી તમારા લોહીનું પરિભ્રમણ વધે છે અને તેનાથી તમારા ધબકારાની ગતિ વધે છે. તે તમને ચમકતી અને સ્વસ્થ ત્વચા આપે છે. તેમજ ત્વચામાં કોલેજનના ઉત્પાદનમાં સુધારો લાવે છે.

ક્લીંજિંગ, ટોનીંગ અને મોઇશ્ચરાઇઝિંગ

જો તમે સ્કિનકેર પ્રોડક્ટ્સનો વધારે ઉપયોગ કરતા નથી, તો તમારે સ્કિનકેરના મૂળભૂત રૂટિનને અનુસરવો જોઈએ. તમારે ક્લીંજિંગ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગ રૂટીનનું પાલન કરવું જોઈએ. આ ત્રણ પગલા લેવામાં થોડી મિનિટો લેશે, પરંતુ તે તમારી ત્વચામાં ઘણો ફેરફાર લાવશે. તમારી ત્વચાના પ્રકાર અનુસાર ક્લીંઝર ખરીદો. ત્વચા પર ટોનર લગાવવા માટે કોટનનો ઉપયોગ કરો. ક્લીંઝર દ્વારા જામી ગયેલી ઝીણી ગંદકી બહાર નીકળી જાય છે. આ સાથે તમારી ત્વચા થોડા સમય માટે ગ્લો થવા લાગશે.

આ સાથે, અઠવાડિયામાં બે વાર ત્વચાને એક્સ્ફોલિયેટ કરવાનું ભૂલશો નહીં. આ સિવાય તડકામાં નિકળતાં પહેલાં એસપીએફ સાથે સનસ્ક્રીન લગાવો.

આ પણ વાંચો: Raj Kundra Arrest Case: રાજ કુંદ્રાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, આખી રાત ચાલી આ પ્રક્રિયાઓ, જાણો

આ પણ વાંચો: Skin Care : સ્કિનને ગ્લોઈંગ રાખવા માટે અપનાવો આ ટીપ્સ, સ્કિનની સમસ્યાને કહો અલવિદા

(નોંધ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">