આ માત્ર આદતો જ નહીં, હોઈ શકે છે ગંભીર ડિજિટલ બીમારી: જાણો ડિજિટલ યુગથી આવેલા આ નવા રોગો વિશે

સોશિયલ મીડિયાના વધતા વપરાસના કારણે લોકોમાં ડિજિટલ રોગ જોવા મળી રહ્યા છે. આનો ઉલ્લેખ ખાનગી વેબ્સાઈટ તેમજ કેટલાક દેશોની આરોગ્ય વેબ સાઈટ પર કરવામાં આવ્યો છે.

આ માત્ર આદતો જ નહીં, હોઈ શકે છે ગંભીર ડિજિટલ બીમારી: જાણો ડિજિટલ યુગથી આવેલા આ નવા રોગો વિશે
Know about these new digital diseases that have come from digitalisation

જેમ જેમ યુગ હવે ડિજિટલ બનતો જઈ રહ્યો છે. એમ એમ માનસિક અને શારીરિક સ્થિતિ બંને પર અસર પડી રહી છે. ઘણા એવા રોગ આવી ગયા છે જેનું ક્યાય નામ-નિશાન ન હતું. વધુ ઓનલાઈન થઇ રહેલી જીવનશૈલીએ લોકોની મનોસ્થિતિ પર માઠી અસર છોડી છે.

બાળકો અને યુવાનો ડિજિટલ વસ્તુઓના આદિ થતા જાય છે. એમ એમ હવે ડિજિટલ રોગો પણ જન્મતા જાય છે. જી હા ડિજિટલ રોગ. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર અમુક ડિજિટલ રોગ વિશે હવે જાગૃત રહેવાની જરૂર છે. આ અહેવાલમાં નીચે મુજબના ડિજિટલ રોગ જણાવવામાં આવ્યા છે.

– ટેક્સ્ટાફ્રેનિયા (Textaphrenia)
– ટેક્સટાઇટી (Textiety)
– ફેસબુક એડિક્શન ડિસઓર્ડર (Facebook Addiction Disorder)
– અતિશય ટેક્સ્ટિંગ (Binge texting)

ટેક્સ્ટાફ્રેનિયા

આ રોગ વિશે વાત કરીએ તો, આ રોગ આ રોગ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન કિશોરોમાં જોવા મળ્યો હતો. ટેક્સ્ટાફ્રેનિયા એ સ્થિતિ છે જ્યારે કોઈ મેસેજ ન આવ્યો હોય ત્યારે પણ મેસેજ આવ્યાની લાગણી થતી રહેવી.

ટેક્સ્ટિટી

ટેક્સ્ટિટી પણ આવી જ એક સ્થિતિ છે. ટેક્સ્ટિટીની સ્થિતિમાં મેસેજ પ્રાપ્ત ન કરવાની અથવા મોકલવાથી ચિંતાજનક લાગણી થતી રહે છે.

ટેક્સ્ટાફ્રેનિયા અને ટેક્ષટીટી બંને રોગ એવા છે જેમાં અસરગ્રસ્ત વ્યક્તિને એવી લાગણી થયા કરે છે કે મને કોઈ પ્રેમ કરતું નથી, અને કોઈએ મારો સંપર્ક કર્યો નહીં.

ફેસબુક એડિક્શન ડિસઓર્ડર

FAD એટલે કે ફેસબુક એડિક્શન ડિસઓર્ડરનો અર્થ છે કે જો કોઈ વ્યક્તિને FB ના ઉપયોગ કરવાથી દૂર રાખવામાં આવે છે, તો તે તેના મન પરનો કાબૂ ગુમાવે છે. આ સ્થિતિ શારીરિક સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. આ રોગ પ્રથમ જર્મન વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો. જર્મન વિદ્યાર્થીઓમાં આ પ્રકારની અવ્યવસ્થા જોવા મળી હતી

અતિશય ટેક્સ્ટિંગ

અતિશય ટેક્સ્ટિંગ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ પ્રતિભાવો આકર્ષવા માટે અને સારું લગાડવા માટે અતિશય પોસ્ટ અને મેસેજ કર્યા કરે. આવું કરવાથી તેને પોતાને સારું ફિલ થાય છે. અને તેને તે પોતે લૂપમાંથી એટલેકે ટ્રેન્ડથી બહાર નથી એનો અનુભવ થયા છે.

 

આ પણ વાંચો: Lifestyle : જો તમને પણ આ 10 સમસ્યા હોય તો મીઠાના પાણીથી સ્નાન કરાવશે ફાયદો

આ પણ વાંચો: Health Tips: શું તમે ક્યારેય સાંભળ્યું છે કાળા લસણ વિશે? તેના સ્વાદ અને સ્વાસ્થ્ય ફાયદા જાણીને હેરાન રહી જશો

Click on your DTH Provider to Add TV9 Gujarati