જરૂરી: કસરત કરવાનો શ્રેષ્ઠ સમય કયો? જાણો સવારે કે સાંજે કસરત કરવાના શું છે ફાયદા

ફિટનેશ માટે ઘણા લોકો સવારે કસરત કરે છે તો કોઈ સાંજે કસરત કરે છે. પરંતુ ભાગ્યે જ લોકો જાણે છે કે કયા સમયે કસરત કરવાના શું ફાયદા છે.

જરૂરી: કસરત કરવાનો શ્રેષ્ઠ સમય કયો? જાણો સવારે કે સાંજે કસરત કરવાના શું છે ફાયદા
What is the best time to exercise? know what are the benefits of exercising in the morning or evening

કેટલાક લોકો સવારે કસરત કરે છે તો કેટલાક લોકો સાંજે કસરત કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં સવાલ થતા હોય છે કે કસરત કરવા માટે કયો સમય શ્રેષ્ઠ હોય છે. ચાલો આજે તમને જણાવીએ કે કયા સમયે વર્કઆઉટ કરવાના શું ફાયદા હોય છે.

સવારની કસરત ભીડથી દૂર રાખે છે

મોટાભાગના જીમ અને કસરતના સ્થળો સાંજે 5 થી રાત્રે 9 વાગ્યા સુધી ભરેલા હોય છે. જેના કારણે મશીનો અથવા સાધનની કસરત થઇ શકતી નહીં. સવારે પ્રમાણમાં ઓછી ભીડ હોય છે, જેથી સવારનો સમય કસરત માટે શ્રેષ્ઠ હોય છે.

સવારની કસરત વધુ અનુકૂળ રહે છે

સવારે વર્કઆઉટ કરવા જવા માટે તમારે વધારે વિચારવાની જરૂર રહેતી નથી. તે જ સમયે, સાંજે જીમમાં જવા માટે, તમારે ઓફિસથી આવ્યા પછી થાક પણ લાગેલો હોય છે. જેના કારણે જીમમાં જવા માટે ઘણી વખત આળસ આવતી હોય છે.

ભૂખ વધારવા માટે સવારની કસરતનું મહત્વ

સવારે કસરત કરવાથી તમારી ભૂખ વધે છે, જેના કારણે તમારો નાસ્તો અને પોષણનું સેવન વધુ સંતુલિત રહે છે. આ સિવાય, વર્કઆઉટને કારણે, તમે દિવસ દરમિયાન વધુ પાણી પીવો છો જે ખૂબ જ સારી આદત છે.

સવારની કસરતથી ઊંઘ સારી આવે છે

સવારે કસરત કરવાથી તમે રાતે વહેલા સૂઈ જાઓ છો અને મોડી રાત સુધી જાગતા નથી. વહેલું ઊંઘવું અને સવારે વહેલા જાગવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઊંઘના અભાવને કારણે, સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ વધે છે, જેના કારણે આપણે વધારે ખાઈએ છીએ. અને તમારા વજનને નિયંત્રિતની પણ તકલીફ પડે છે.

સાંજે વર્કઆઉટના ફાયદા

જે લોકો વહેલી સવારે ઉઠી નથી શકતા તે લોકો સવારે કસરત કરતા સમયે એકાગ્રતા ગુમાવી શકો છો અને તેના કારણે હાની પણ પહોંચી શકે છે. જેઓ સાંજે કસરત કરે છે, તેઓ દિવસ દરમિયાન જે પણ ઉર્જા બચાવે બચાવે છે, તેઓ તેનો ઉપયોગ દિવસના અંતે કસરત કરવા માટે કરે છે.

સાંજે કસરત કરવાથી તણાવ દૂર થાય છે

સાંજે કસરત કરવી એ દિવસના થાક પછી તણાવ દૂર કરવાની એક સરસ રીત છે. સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલમાં વધારો કરે છે, જેના કારણે લોકો વધારે ખાય છે અને વજન વધે છે. તેથી આખા દિવસનો તણાવ અને ગુસ્સો ઘટાડવા માટે સાંજે કસરત કરવી વધુ સારી છે.

સરળ છે વર્કઆઉટ પાર્ટનર શોધવું

જો તમે સાંજે કસરત કરો તો યોગ્ય વર્કઆઉટ પાર્ટનર શોધવાનું સરળ છે. પાર્ટનર કે મિત્ર સાથે, તમે ટ્રેડમિલ પર કસરત કરવા માટે સ્પર્ધા કરી શકો છો. અને આના કારણે સારી અને વધુ કસરત થઇ શકે છે.

વધુ લોહીનો પુરવઠો મળે

સાંજે કસરત કરવાથી પેશીઓને વધુ લોહીનો પુરવઠો મળે છે. રુધિરવાહિનીઓના વિસ્તરણથી લોહી દ્વારા ચામડી સુધી વહન થતી ગરમીનું પ્રમાણ વધે છે. જેના દ્વારા વધારાની ગરમી શરીરમાંથી દૂર કરી શકાય છે. તે સ્નાયુઓને ઓક્સિજન આપે છે અને પોષક તત્વોનો વધુ સારો પુરવઠો પૂરો પાડે છે.

તેથી, અહીં અમે તમને સવારે અને સાંજે કસરત કરવાના ફાયદાઓ વિશે જણાવ્યું છે. તમે તમારી અનુકુળતાએ અને તમારી જરૂરિયાત પ્રમાણેના સમયે કસરત કરી શકો છો.

 

આ પણ વાંચો: Health Tips : પગ પર સોજો આવવાની વાતને નાની ગણવાની ભૂલ ન કરતા, આ બીમારી હોય શકે છે

આ પણ વાંચો: Tips : જો તમે પણ તેલનો વારંવાર ઉપયોગ કરો છો તો ચેતી જજો, થઇ શકે છે મોટું નુકસાન

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Click on your DTH Provider to Add TV9 Gujarati