ઉનાળામાં Buttermilk પીવાના છે અઢળક ફાયદા, જો છાશ ના પીતા હોય તો આજે જ ચાલુ કરી દો

ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળામાં સખ્ત ગરમીના કારણે શરીરમાં પાણીની કમી થઈ જાય છે અને જલ્દી જ થાક લાગી જાય છે. ઉનાળાની ઋતુમાં જ્યારે બળબળતી ગરમી પડતી હોય ત્યારે ઠંડા પીણાનો ઉપયોગ કરીએ છીએ.

  • Tv9 Webdesk 43
  • Published On - 17:14 PM, 21 Mar 2021
ઉનાળામાં Buttermilk પીવાના છે અઢળક ફાયદા, જો છાશ ના પીતા હોય તો આજે જ ચાલુ કરી દો
છાસ પીવાના છે ફાયદા

ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળામાં સખ્ત ગરમીના કારણે શરીરમાં પાણીની કમી થઈ જાય છે અને જલ્દી જ થાક લાગી જાય છે. ઉનાળાની ઋતુમાં જ્યારે બળબળતી ગરમી પડતી હોય ત્યારે ઠંડા પીણાનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ પીતા પહેલા વિચારી લેવું જોઈએ કે, વધારે પ્રમાણમાં શુગર અને કેફીન તો નથી ને? ગરમીમાં એક ગ્લાસ છાશ (Buttermilk)તમારા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદેમંદ છે. આ સાથે જ છાશનું (Buttermilk) સેવન કોઈ નુકસાન નથી કરતું.

 

છાશ પીવાના 5 ફાયદા

કબજિયાત થાય છે દૂર
જો કોઈને કબજિયાતની તકલીફ હોય તો છાશ પીવું તેના માટે અમૃત સમાન છે. છાશમાં અજમો નાખીને પીવાથી ગેસની સમસ્યા દૂર થાય છે તો છાશમાં શેકેલા જીરું અને ફુદીનામાં મેળવી પીવાથી લીવર અને પેટમાં થતી તકલીફને દૂર કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે.

 

રોગપ્રતિકારક શક્તિ વધારે છે
છાશ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. છાશમાં સ્વસ્થ બેક્ટેરિયા, કાર્બોહાઈડ્રેટ અને લેક્ટોઝ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. છાશ પીવાથી શરીરને શક્તિ પણ મળે છે.

 

આંખને આપે છે આરામ
અતિશય તાપને કારણે ઘણી વખત આંખોમાં બળતરા થવા લાગે છે. આ સ્થિતિમાં છાશ પીવાથી શરીરમાં ઠંડક મળે છે. જો આંખોમાં વધુ બળતરા થતી હોય ત્યારે છાશને આંખ પર છાંટો. આંખોને આરામ થશે. ત્વચામાં બળતરા થતી હોય તો પણ છાશ લગાવો. તરત રાહત મળે.

 

લુથી બચાવે છે
છાશ પીવાનો મોટો ફાયદો એ છે કે તે ઉનાળાની ઋતુમાં ગરમી સામે રક્ષણ આપે છે. છાશનો ઉપયોગ ગરમી સંબંધિત સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે. છાશ અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે.

 

સાંધાના દુખાવામાં મળે છે રાહત
સાંધાનો દુખાવો થતાં લોકો માટે છાશ પીવી ફાયદાકારક સાબિત થાય છે. જો તમે ભોજન કર્યા પછી તેનું સેવન કરો છો તો એવું કહેવામાં આવે છે કે સાંધાના દુખાવાથી જલ્દીથી રાહત મળે છે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)