શરદ પૂર્ણિમાની રાત્રે ચાંદનીમાં દૂધ પૌઆ રાખીને ખાવાથી ખરેખર થાય છે સ્વાસ્થ્ય લાભ? જાણો વૈજ્ઞાનિક કારણ

શરદ પૂર્ણિમાની રાત્રે ચાંદનીમાં દૂધ પૌઆ રાખીને ખાવાથી ખરેખર થાય છે સ્વાસ્થ્ય લાભ? જાણો વૈજ્ઞાનિક કારણ
What are the health benefits of keeping doodh poha in Chandni on Sharad Purnima know the scientific reason

શરદ પૂનમની રાત્રે દૂધ-પૌઆ કે ખીર ખાવાનો રિવાજ છે. ચાલો આજે સમજીએ આ રાત્રે દૂધ પૌઆમાંથી મળતા સ્વાસ્થ્ય ગુણોને. તેમજ જાણીએ વૈજ્ઞાનિક કારણ.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Oct 21, 2021 | 8:42 AM

આપણે સૌ જાણીએ છીએ કે શરદ પૂનમની રાત્રે દૂધ-પૌઆ કે ખીર ખાવાનો રિવાજ છે. આપણે સૌ વર્ષોથી દૂધ પૌઆનો આનંદ ઉઠાવતા આવ્યા છીએ. આ દૂધ પૌઆ સ્વાદમાં પણ શ્રેષ્ઠ હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે? કે આ દૂધ પૌઆને ચાંદના પ્રકાસ એટલે કે ચાંદનીમાં કેમ મુકવામાં આવે છે? તેના પાછળ વૈજ્ઞાનિક કારણ શું છે? તેમજ આ દૂધ પૌઆ ખાવાથી શું શું લાભ થાય છે? તો ચાલો આજે અમે તમને જણાવીશું આ દરેક પ્રશ્નના જવાબ.

શરદ પૂર્ણિમા પર દૂધ પૌઆ ખાવાના ફાયદા

1. એક અહેવાલ અનુસાર શરદ પૂર્ણિમાના દૂધ પૌઆ અસ્થમાના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક કહેવાય છે. 2. અસ્થમાના દર્દીઓની સાથે શરદ પૂર્ણિમાના દૂધ પૌઆ ચામડીના રોગોથી પીડાતા લોકો માટે સારા કહેવાય છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને ચામડીનો રોગ હોય તો તેણે આ દિવસે ખુલ્લા આકાશ નીચે રાખેલ દૂધ પૌઆ ખાવા જોઈએ. 3. આ દૂધ પૌઆ આંખોના રોગોથી પીડાતા લોકોને પણ ફાયદો કરે છે. તે સત્ય છે કે શરદ પૂર્ણિમાનો ચંદ્ર ખૂબ જ તેજસ્વી છે, તેથી જ દ્રષ્ટિ ઓછી થતી હોય તેવા વ્યક્તિઓએ આ ચંદ્રને જોતા રહેવું જોઈએ. કારણ કે તે દ્રષ્ટિને સુધારે છે. આ સાથે, આ રાતની ચાંદનીમાં દૃષ્ટિ વધારવા માટે, સોયમાં 100 વખત દોરો પરોવવો જોઈએ. 4. આંખો, અસ્થમા અને ચામડીના રોગોમાં લાભો આપવા ઉપરાંત, શરદ પૂર્ણિમાનો ચંદ્ર અને દૂધ પૌઆ હૃદયના દર્દીઓ અને ફેફસાના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

દૂધ પૌઆ ખાવાનું વૈજ્ઞાનિક કારણ

દૂધ પૌઆ દૂહ અને પૌઆથી બને છે. તો તમને જણાવી દઈએ કે દૂધમાં ઘણું લેક્ટિક એસિડ હોય છે. તે જ સમયે, ચોખામાં સ્ટાર્ચ હોય છે. જે ચંદ્રના તેજસ્વી પ્રકાશ શોષે છે અને દૂધમાં વધુ સારા બેક્ટેરિયા બનાવવામાં મદદ કરે છે. પૌઆનું સ્ટાર્ચ આ કાર્યને સરળ બનાવવામાં મદદરૂપ થાય છે.

તે જ સમયે, ચાંદી, કાંસાના વાસણમાં આ વાનગી બનાવવામાં આવે છે જેમાં પ્રતિરક્ષા હોય છે. શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રનો પ્રકાશ સૌથી તેજસ્વી હોય છે. આ તમામ કારણોને લીધે શરદ પૂર્ણિમાની રાત્રે બહાર ખુલ્લા આકાશમાં રાખેલ દૂધ પૌઆ ફાયદાકારક હોવાનું કહેવાય છે.

ધાર્મિક કારણ

ચંદ્ર એક મહિનામાં 27 નક્ષત્રમાં ભ્રમણ કરે છે છે.તે પૈકી આ પહેલું નક્ષત્ર છે. સાથે જ અશ્વિન નક્ષત્રની પૂનમ આરોગ્ય આપે છે. માત્ર શરદ પૂનમના દિવસે જ ચંદ્ર તેની 16 કલાઓ ખીલે છે, આ સાથે પૂર્ણ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક પણ હોય છે.

આ પણ વાંચો: Health Tipa: પેટમાં થતી ગેસની સમસ્યાથી મેળવો છુટકારો, આ અકસીર ઘરેલું ઉપાયો થકી

આ પણ વાંચો: કેમ કહેવામાં આવે છે કે દહીં કરતાં છાશ વધુ ફાયદાકારક હોય છે? આ છે કારણો

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati