Health Tips: અખરોટ કે બદામ? જાણો આમાંથી કયું ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે વધુ હેલ્ધી છે

બદામમાં વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે, જે તમારા મગજની શક્તિને વધારે છે, જેનાથી તમારી યાદશક્તિ અને શીખવાની ક્ષમતા વધે છે. તે જ સમયે, અખરોટ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

Health Tips: અખરોટ કે બદામ? જાણો આમાંથી કયું ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે વધુ હેલ્ધી છે
Walnut or almond know which of these dry fruits is more healthy for health
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 12:42 PM

અખરોટ અને બદામ બંને સુકા મેવા છે. જે સામાન્ય રીતે લોકો સારા સ્વાસ્થ્ય માટે ખાવાનું પસંદ કરે છે. આ બંને વસ્તુઓ વિટામિન અને હેલ્ધી ફેટથી ભરપૂર હોય છે. તો આ બે ડ્રાયફ્રુટ્સનો ઉપયોગ અનેક પ્રકારની ખાદ્ય સામગ્રી બનાવવામાં પણ થાય છે. લોકો આ બંનેને ખાલી પેટે અલગ-અલગ ખાવાનું પસંદ કરે છે.

જો કે, શું તમે જાણો છો કે બદામ અને અખરોટ બંનેમાંથી પોષણની દ્રષ્ટિએ કયા ડ્રાય ફ્રૂટ્સ વધુ ફાયદાકારક છે. જો કે બંને મેવા ખૂબ જ પૌષ્ટિક છે. અમે તમને જણાવીશું કે બંનેના ડ્રાયફ્રૂટ્સના પોત-પોતાના કયા ક્યા ફાયદા છે.

અખરોટ અને બદામના પોષક તત્વો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

તમને જણાવી દઈએ કે અખરોટમાં કેલરી 185, તો બદામમાં 170 હોય છે. ફેટ અખરોટમાં 18.5 ગ્રામ, બદામમાં 15 ગ્રામ, તો પ્રોટીન 4.3 ગ્રામ અખરોટમાં અને 6 ગ્રામ બદામમાં હોય છે. અખરોટમાં 4 ગ્રામ અને બદામમાં 6 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે.

વજન ઘટાડવા માટે શું ખાવું?

જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો સૂકા મેવામાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. બદામ તમારા મેટાબોલિઝમને વધારીને વજન ઘટાડવામાં મદદ કરે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે લોકો બદામ ખાય છે તેમનું વજન બદામ ન ખાતા લોકો કરતા 65 ટકા વધુ ઘટે છે. એટલે કે વજન ઘટાડવા માટે અખરોટ કરતાં બદામ વધુ ફાયદાકારક છે.

તમામ રોગોમાં ઉપયોગી છે

બદામ, અખરોટ પણ અનેક પ્રકારની બીમારીઓને દૂર કરવાનું કામ કરે છે. અલ્ઝાઈમરથી પીડિત લોકોને હેઝલનટના મિશ્રણથી ફાયદો થાય છે. અલ્ઝાઈમર માટે અખરોટ ખૂબ જ ફાયદાકારક છે. બીજી તરફ, જો તમે નિયમિતપણે બદામ અને અખરોટ બંનેનું સેવન કરો છો, તો તમને હૃદય રોગથી રક્ષણ મળે છે.

કેટલાક અભ્યાસો દર્શાવે છે કે બદામમાં રહેલ ચરબી, પ્રોટીન અને ફાઈબર બ્લડ સુગરના સ્તરને સુધારવામાં મદદ કરે છે. જ્યારે અખરોટમાં પણ સારી માત્રામાં ફેટ, પ્રોટીન અને ફાઈબર હોય છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે અખરોટ કરતાં બદામ વધુ અસરકારક છે.

તમને જણાવી દઈએ કે પલાળેલી બદામ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે અને ખરાબ કોલેસ્ટ્રોલથી મુક્તિ મળે છે. ઉપરાંત સારું કોલેસ્ટ્રોલ વધે છે. સાથે જ અખરોટને કાચા ખાવાને બદલે તેને પલાળીને ખાઓ. આ માટે રાત્રે સૂતા પહેલા 3 અખરોટ પલાળી રાખો અને સવારે ઉઠ્યા બાદ તેને ખાલી પેટ ખાઓ. પલાળેલા અખરોટ ઘણા રોગોથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Health Tips: સારા સ્વાથ્ય માટે દરરોજ ખાઓ એક મુઠ્ઠી ચણા, જાણો ચણા ખાવાના પાંચ મુખ્ય ફાયદા

આ પણ વાંચો: Gujarat Vaccination Update: રાજ્યમાં કોરોના કેસમાં વધારો, જાણો 24 કલાકના રસીકરણના આંકડા

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">