ચોમાસામાં આ ત્રણ પ્રકારની ચા છે અતિગુણકારી, ફાયદા જાણીને તમે પણ પીવાનું શરુ કરી દેશો

ચોમાસામાં આ ત્રણ પ્રકારની ચા છે અતિગુણકારી, ફાયદા જાણીને તમે પણ પીવાનું શરુ કરી દેશો
ચા છે ગુણકારી

ચોમાસા દરમિયાન આપણી ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે. પરંતુ ચાલો આજે અમે તમને જણાવીએ કે કેવા પ્રકારની ચા પીવાથી તમારી ઇમ્યુનિટી વધે છે.

TV9 GUJARATI

| Edited By: Parul Mahadik

Jul 03, 2021 | 1:06 PM

જેની ખૂબ રાહ જોવાય છે તે ચોમાસુ આખરે આવી ગયું છે. આ સીઝનમાં ચટપટા અને ગરમાગરમ ભજીયા કે વાનગી ખાવાની ઈચ્છા વધુ થતી હોય છે. ચોમાસા દરમિયાન, આપણી પ્રતિરક્ષાપ્રણાલી એટલે કે ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે, જે સામાન્ય શરદી, વાયરલ ચેપ, ફલૂ અને પાચનના પ્રશ્નો લઈને આવે છે. ચોમાસામાં બેક્ટેરિયાનું સંક્રમણ પણ ખૂબ વધી જાય છે.

તમને જણાવી દઈએ કે આરોગ્ય નિષ્ણાતો વારંવાર તમારા ખોરાકમાં દહીં જેવા વિવિધ રોગપ્રતિકારક શક્તિ વધારનારા ખોરાકનો સમાવેશ કરવાની ભલામણ કરે છે. પરંતુ રોગપ્રતિકારક શક્તિને વધારનારા ખોરાક સિવાય, ઇમ્યુનિટી વધારતી હર્બલ ટી પણ છે જેનો તમે ચોમાસા દરમિયાન પ્રયોગ કરી શકો છો.

નબળી તબિયત સામેની લડાઇમાં હર્બલ ટીને યોદ્ધા તરીકે ઓળખવામાં આવે છે. આદુની ચાય, હર્બલ ચા, તુલસી ચા, મસાલા ચાય, અને તજની ચા આપણી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. અહીં કેટલીક દેશી હર્બલ ચા જણાવીએ છીએ, જે આ વરસાદની સીઝનમાં તમારી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરી શકે છે.

મધ, લીંબુ અને આદુની ચા

મધ, લીંબુ અને આદુ બધાં આરોગ્યને સારું કરી આપતી ચીજોથી ભરપુર છે. મધ એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણથી ભરપુર છે જે આપણી પાચક શક્તિ અને ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. મધ ગળાને દુખાવામાં પણ રાહત આપવામાં મદદ કરે છે. બીજી તરફ લીંબુ એ વિટામિન સીનો સારો સ્રોત છે, જે એક ઉત્તમ ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે ઓળખાય છે. આદુ વાયરસને નાથવામાં મદદ કરે છે.

ડિટોક્સ હળદર ચા

હલ્દીએ એક સૌથી શક્તિશાળી ભારતીય મસાલો છે અને તેનો ઉપયોગ તમામ ઋતુઓમાં કરી શકાય છે. આ હલ્દી ચા એન્ટીઓક્સીડેન્ટ અને આદુ જેવા તત્વોનું આદર્શ સંયોજન છે. આ ચા તમારા શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. આદુનો ઉપયોગ ગળા માટે સારો છે.

મસાલા ચા

વરસાદમાં મસાલા ચા સૌની મનપસંદ છે. મસાલા ચા એ લવિંગ, એલચી, તજ અને વરિયાળી જેવા ભારતીય મસાલાઓનું એક સંપૂર્ણ મિશ્રણ છે – આ બધા આપણા સમગ્ર આરોગ્યને ઉર્જા આપવા માટે જાણીતા છે.

આ પણ વાંચો: ચેતી જજો: ચોમાસામાં જો ભૂલથી પણ લેશો આ પ્રકારનો ખોરાક તો પડશે ભારે, જાણો વિગત

આ પણ વાંચો: Weight Loss Tips : આયુર્વેદના આ પાંચ સિમ્પલ સ્ટેપ્સથી મળશે વજન ઘટાડવામાં મદદ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati