અળસી જેવા લાગતા આ નાના બીજના છે મોટા ફાયદા, જાણીને તમે પણ કહેશો આ તો ‘જડીબુટ્ટી’ છે!

અળસી જેવા જ લાગતા સૂર્યમુખીના બીજના એટલા બધા ફાયદા છે કે તેને સુપરફૂડ કહેવામાં આવે છે. ચાલો આજે જાણીએ આ સુપરફૂડના કેટલા અને કયા કયા ફાયદા છે.

અળસી જેવા લાગતા આ નાના બીજના છે મોટા ફાયદા, જાણીને તમે પણ કહેશો આ તો 'જડીબુટ્ટી' છે!
know the big health benefits of small sunflower seeds
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 9:01 AM

દેખાવે અળસી જેવા જ લાગતા આ નાના કાળા સૂર્યમુખીના બીજને સુપરફૂડ કહેવામાં આવે છે. કારણ કે તેમાં બધા ઔષધીય તત્વો જોવા મળે છે. આ બીજમાં મેગ્નેશિયમ, આયર્ન, ફાઇબર, ફોસ્ફરસ, કેલ્શિયમ, જસત, સેલેનિયમ, પ્રોટીન, વિટામિન-બી અને વિટામિન-ઇ જેવા પોષક તત્વો જોવા મળે છે. જેનાથી ડાયાબિટીસથી લઈને હાર્ટ અને કેન્સર જેવા રોગોમાં પણ ફાયદો મળે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે જાણો.

સૂર્યમુખીના બીજ મેગ્નેશિયમનો સારો સ્રોત છે, તેથી તે હાઇ બીપીવાળા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે આ બીજના સેવનથી લોહીની નસો પહોળી થાય છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે. હાઈ બીપીવાળા લોકોએ નિયમિતપણે 80 ગ્રામ બીજનું સેવન કરવું જોઈએ.

હૃદય માટે ફાયદાકારક

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સૂર્યમુખીના બીજમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીઇન્ફલેમેટરી ગુણધર્મો હોય છે. આ સિવાય, આ બીજ ફ્લેવોનોઇડ્સ, પોલીસૈચ્યુરેટેડ ફેટી એસિડ અને ઓલેઈક તેમજ લિનોલીક ફેટી એસિડથી સમૃદ્ધ છે. આવી સ્થિતિમાં આ બીજનું સેવન એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને હૃદયની બધી સમસ્યાઓ સામે રક્ષણ આપે છે.

બ્રેસ્ટ કેન્સર નિવારણ

આ બીજમાં લિગનેન જોવા મળે છે. લિગનેન એ એક પ્રકારનો પોલિફેનોલ હોય છે જે એન્ટિઓક્સિડેન્ટ તરીકે કાર્ય કરે છે અને હોર્મોન પરિવર્તન સાથે સંકળાયેલ કેન્સર સામે રક્ષણ આપવામાં મદદગાર રહે છે. જો મહિલાઓ આ બીજનું સેવન કરે છે, તો પછી તેમને મેનોપોઝ પછી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓછું થઇ જાય છે. આ સિવાય આ બીજમાં ફાયટોસ્ટ્રોજેન્સ હોય છે જે શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનને સંતુલિત કરવાનું કામ કરે છે.

હાડકા અને સ્નાયુઓ માટે સારા

સૂર્યમુખીના બીજમાં ચરબી, ખનિજ, વિટામિન ઇ અને પ્રોટીન હોય છે જે હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. તેને ખાવાથી સંધિવા અને ઓસ્ટિઓપોરોસિસનું જોખમ ઓછું થાય છે. આ સાથે, તેનાથી પીડિત દર્દીઓને લાભ મળે છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

આ બીજમાં ઝીંક પણ જોવા મળે છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે અને કફ અને શરદીથી બચાવે છે. આ સિવાય સેલેનિયમ, જે એક શક્તિશાળી એન્ટીઓકિસડન્ટ છે, તે આંતરડાના કેન્સર સામે રક્ષણ આપે છે, તેમજ મુક્ત રેડિકલ્સ સામે લડવામાં મદદગાર સાબિત થાય છે.

પેટ માટે ફાયદાકારક

સૂર્યમુખીના બીજમાં ફાઇબર ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે. ખાસ કરીને કબજિયાતની સમસ્યામાં તે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ આ માટે બીજની છાલ દુર કર્યા બાદ જ તેનું સેવન કરવું.

આ પણ વાંચો: Health Benefits: સવારના નાસ્તામાં એક મુઠ્ઠી પલાળેલી મગફળીના ફાયદા અવિશ્વનીય! જાણો આ 8 ફાયદા

આ પણ વાંચો: Health Tips: કલાકો સુધી બેસી રહેવાની ટેવ પડી જશે ભારે, થઇ શકે છે આ ગંભીર બીમારીઓ

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">