સલાડથી બોડીને કરવું છે ડિટોક્સ? તો લિસા હેડનની આ રેસીપી કરો ટ્રાય

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Nancy Nayak

Updated on: Oct 14, 2022 | 8:10 PM

બોલ્ડ એક્ટ્રેસ લિસા હેડને (Lisa Haydon) ઈન્સ્ટાગ્રામ પર સલાડ દ્વારા ડિટોક્સ કેવી રીતે કરવું તે જણાવ્યું છે. દાળના સલાડની રેસીપી શેયર કરતી વખતે તેને જણાવ્યું કે તે આપણને કેવી રીતે હેલ્ધી રાખે છે. જાણો લિસાના ડિટોક્સ સલાડની રેસીપી

સલાડથી બોડીને કરવું છે ડિટોક્સ? તો લિસા હેડનની આ રેસીપી કરો ટ્રાય
Actress Lisa Hydon share detox letin salad recipe

ફેસ્ટિવ સિઝનમાં મીઠું, નમકીન અને ફ્રાઈડ સ્નેક્સ ખાવા એ નોર્મલ છે. આવી વસ્તુઓ ભલે સ્વાદિષ્ટ હોય, પરંતુ તે શરીરમાં ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે, જેમાંથી એક છે કબજિયાત. મેટાબોલિઝમ ક્રિયા નબળી હોય ત્યારે માત્ર કબજિયાત જ નહીં, એસિડિટી, પેટમાં બળતરા વગેરે સમસ્યા પણ વારંવાર થતી રહે છે. આવી પરિસ્થિતિમાં પેટને ડિટોક્સ કરતી પદ્ધતિઓ પણ અજમાવી જોઈએ. ડિટોક્સિફાઈંગ (Body Detoxification) માત્ર મેટાબોલિઝમને જ નહીં, પરંતુ ઈમ્યૂન સિસ્ટમ અને સ્કિનને પણ ફાયદો કરે છે. બોલિવૂડ સ્ટાર્સ પણ ઘણી રીતે ડિટોક્સિફાઈંગ (Detoxification) પ્રોસેસને ફોલો કરે છે.

બોલ્ડ એક્ટ્રેસ લિસા હેડને ઈન્સ્ટાગ્રામ પર સલાડ દ્વારા ડિટોક્સ કેવી રીતે કરવું તે જણાવ્યું છે. દાળના સલાડની રેસીપી શેયર કરતી વખતે તેને જણાવ્યું કે તે આપણને કેવી રીતે હેલ્ધી રાખે છે. જાણો લિસાના ડિટોક્સ સલાડની રેસીપી….

દાળના સલાડ માટે આ વસ્તુઓની જરૂર પડશે

બારીક સમારેલ લસણ

1/3 કપ એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ

લીંબુનો રસ

4 નાની ચમચી વ્હાઈટ વિનેગર

1 નાની ચમચી મધ

બ્રાઉન દાળ

મીઠું અને કાળી મરી સ્વાદ મુજબ

1.5 કપ દાળ લો અને તેને ઉકળવા માટે રાખો.

2 ચમચી સમારેલી લીલી ડુંગળી લો

1 લીલું સફરજન લો

2 ચેરી ટમેટાં

થોડું ફેટા ચીઝ

View this post on Instagram

A post shared by Lisa Lalvani (@lisahaydon)

આ છે તેની રેસીપી

બધું સારી રીતે મિક્સ કરો

હવે બાફેલી દાળને 20 મિનિટ સુકાવા દો.

હવે બેટરમાં દાળ ઉમેરો અને થોડી વાર પછી તેને ભોજનમાં લઈ શકો છો.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati