Health Benefits: સવારના નાસ્તામાં એક મુઠ્ઠી પલાળેલી મગફળીના ફાયદા અવિશ્વનીય! જાણો આ 8 ફાયદા

તમે શેકીને કે કાચી મગફળી ખાવાના આદિ હશો. પરંતુ શું તમે જાણો છો મગફળીને પલાળીને ખાવાથી સ્વાસ્થ્યને ખુબ લાભો થાય છે? ચાલો આજે તમને જણાવીએ આ લાભો વિશે.

Health Benefits: સવારના નાસ્તામાં એક મુઠ્ઠી પલાળેલી મગફળીના ફાયદા અવિશ્વનીય! જાણો આ 8 ફાયદા
Include soaked peanuts in your breakfast, it is beneficial for your health
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 7:30 AM

મગફળીનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં થાય છે. તેને શેકીને અથવા કાચી પણ ખાવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો મગફળીનો પણ નાસ્તા તરીકે ઉપયોગ કરી શકાય છે. જો તેનું પલાળીને સેવન કરવામાં આવે તો તે આરોગ્ય માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે. મગફળીમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, કોપર અને સેલેનિયમ જેવા ગુણધર્મો હોય છે. તેને પલાળીને ખાવાથી તેનું પોષણ મૂલ્ય વધે છે. ચાલો જાણીએ કે મગફળીને પલાળીને ખાવાથી શું લાભો થાય છે.

હૃદય રોગ

મગફળીમાં કાર્ડિયોપ્રોટેક્ટીવ ગુણ હોય છે. તે હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. હાર્ટને લગતી બીમારીઓથી બચવા માટે તમે પલાળીને મગફળીનું સેવન પણ કરી શકો છો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

મગજ

એવા ઘણા ડ્રાયફ્રૂટ છે, જેનું સેવન કરવાથી મગજ સ્વસ્થ રહે છે. એવી જ રીતે પલાળેલી મગફળીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે મગજની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે. પલાળેલી મગફળીનું સેવન બાળકો માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેનું સેવન કરવાથી બાળકોના મગજની કાર્યક્ષમતામાં વધારો થાય છે.

પાચન તંત્ર

મગફળીમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. તેનું સેવન કરવાથી તમારી પાચક શક્તિ તંદુરસ્ત રહે છે. તે પેટને લગતી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. જેથી તમે તેનું નિયમિત સેવન કરી શકો છો. તમારી પાચક ક્રિયાને સરળતાથી ચાલુ રાખવા માટે ફાઇબર ખૂબ મહત્વનું હોય છે.

ત્વચા

મગફળીના સેવનથી ત્વચાને લગતા અનેક પ્રકારના ફાયદા મળી શકે છે. તેમાં એન્ટીઓકિસડન્ટનું પ્રમાણ વધુ છે. તમે દરરોજ સવારે તેનું સેવન કરી શકો છો. જે તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે. તેમજ તમારી ત્વચાને ગ્લોઇંગ રાખવામાં મદદ કરે છે.

બોડીબિલ્ડિંગ

જો તમે બોડીબિલ્ડિંગ કરો છો તો તમારે પલાળેલી મગફળી ખાવી જોઈએ. તેના ઘણા ફાયદા છે. તેમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. તમે સ્પ્રાઉટ્સની સાથે તેનું સેવન કરી શકો છો.

સાંધાનો દુખાવો

જો તમને પીઠ અથવા સાંધાનો દુખાવો થવાની સમસ્યા છે. તો આ માટે તમે મગફળીનું સેવન કરી શકો છો. ગોળ સાથે પલાળી મગફળીનું સેવન કરવાથી ઘણા ફાયદા મળે છે.

કેન્સર સેલ્સ

મગફળીમાં એન્ટીઓકિસડન્ટ, આયર્ન, ફોલેટ, કેલ્શિયમ અને જસત હોય છે. દરરોજ મુઠ્ઠીભર પલાળીને મગફળીનું સેવન કરવાથી કેન્સરના કોષો સામે લડવામાં મદદ મળે છે.

વાળ ખરવા

પલાળેલી મગફળીમાં વિટામિન C હોય છે. આ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેનું નિયમિત સેવન કરવાથી વાળ ખરવાના ઓછા થાય છે. તે વાળના વિકાસમાં પણ મદદ કરે છે.

આ પણ વાંચો: Health Tips: કલાકો સુધી બેસી રહેવાની ટેવ પડી જશે ભારે, થઇ શકે છે આ ગંભીર બીમારીઓ

આ પણ વાંચો: Brain food: ભણતા વિદ્યાર્થી અને વારંવાર વસ્તુ ભૂલી જતા લોકો માટે ખાસ, આ ફૂડથી વધશે યાદશક્તિ અને એકાગ્રતા

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">