ચેતી જજો: ચોમાસામાં જો ભૂલથી પણ લેશો આ પ્રકારનો ખોરાક તો પડશે ભારે, જાણો વિગત

ચોમાસાના આ દિવસોમાં લોકોને નવી નવી વાનગીઓ ખાવાનું મન થતું હોય છે. પરંતુ આવી સિઝનમાં વિવિધ રોગોથી પોતાને બચાવવું પણ તેટલું જરૂરી છે. ચાલો તમને જણાવીએ કે કયા ફૂડથી તમારે દુર રહેવાની જરૂર છે.

ચેતી જજો: ચોમાસામાં જો ભૂલથી પણ લેશો આ પ્રકારનો ખોરાક તો પડશે ભારે, જાણો વિગત
પ્રતિકાત્મક તસ્વીર

ચોમાસાના આ દિવસોમાં ઘણા પ્રકારના ચેપ અને ફ્લૂનું જોખમ વધે છે. આવી સીઝન માણવા માટે છે. સાથે જ વિવિધ રોગોથી પોતાને બચાવવું પણ તેટલું જરૂરી છે. તો આ ચોમાસામાં, જો તમે લાંબી ડ્રાઈવ પર જવાના મૂડમાં છો અને ક્યાંક દૂર ચા અને નાસ્તા ખાવા જવા માટે વિચારી રહ્યા છો. તો પહેલા અહીં એક નજર નાખો. અમે તમને જણાવીશું કે વરસાદની આ સીઝનમાં કયા ફૂડથી દૂર રહેવાની જરૂર છે.

પાંદડાવાળા શાકભાજી

ઘણીવાર હેલ્ધી રહેવા માટે આપણે પાંદડાવાળા શાકભાજીના ખાવા વિશે સાંભળ્યું છે. તેમ છતાં, ચોમાસાના દિવસોમાં તેને ટાળવું જોઈએ. વરસાદની સીઝનમાં ગંદકી અને ભેજ તેનામાં વધારે રહે છે. જેના કારણે તેમાં સૂક્ષ્મજીવ થવાની સંભાવના ખૂબ વધી જાય છે. વરસાદમાં પાલક, કોબી, કોબીજ જેવા શાકભાજી ખાવા નહીં. તેમની જગ્યાએ અન્ય શાકભાજી ખાઈ શકો છો. શાકભાજીનો ઉપયોગ કરતા પહેલા તેને સારી રીતે ધોવાનું રાખો.

સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળો

રસ્તા પર મળતા સ્ટ્રીટફૂડ અને રસદાર ફળો ખાવાનું ટાળો. જેમ કે કાપેલા તડબૂચ વગેરે. રસ્તાની બાજુએ ઉભા રહેલા ફ્રૂટ વિક્રેતાઓ ફળોને પહેલા થી કાપીને જ રાખે છે. આને કારણે તેઓ હવાના સંપર્કમાં આવે છે અને જંતુઓ તેમના પર વળગી રહે છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ઉપરાંત, બહાર ઉપલબ્ધ ફળોના રસ પણ પીવાનું ટાળો. ઘરે તાજા રસ કાઢો અને તરત જ તેનો ઉપયોગ કરો. ફળ જે સમયે ખાવાના હોય તે સમયે જ તેને કાપો.

સી ફૂડ ખાવાનું ટાળો

ચોમાસાની સીઝનમાં સીફૂડ ખાવાનું ટાળો. જો માંસાહારી લોકોને ચોમાસામાં માંસાહાર ખોરાક ખાવાની ઇચ્છા થાય તો તમે ચિકન અને મટન ખાઈ શકો છો. તેમ છતાં જો તમારે માટે સીફૂડ ખાવાનું જરૂરી જ છે તો ફક્ત તાજા સી ફૂડ જ ખાઓ.

તળેલા ખોરાકથી દુર રહો

તમે વિચારતા જ હશો કે આ દિવસોમાં તમને સૌથી વધુ તળેલું ખાવાનું મન થાય છે અને ચોમાસામાં જ તેને ટાળવાની સલાહ કેમ છે? કારણ કે ઉચ્ચ ભેજનું વાતાવરણ આપણી પાચક શક્તિને ધીમું કરે છે. પકોડા, સમોસા, ભજીયા વગેરે પેટને અસ્વસ્થ બનાવવા ઉપરાંત ગેસ સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે. આવી સ્થિતિમાં તેમનાથી દૂર રહેવું વધુ સારું છે.

ગેસ વાળો પીણા

ગેસ વાળા પીણા આપણા શરીરમાં રહેલા ખનીજને ઘટાડે છે, જેનાથી એન્ઝાઇમની પ્રવૃત્તિમાં ઘટાડો થાય છે. પહેલેથી ધીમી ચાલતી પાચક સિસ્ટમ સાથે આ અયોગ્ય છે. આવી સ્થિતિમાં, તમારી પાસે પાણી અને લીંબુનું પાણી ની એક બોટલ રાખો અથવા તમે તમારી સૂચિમાં આદુ ચા જેવા ગરમ પીણા ઉમેરી શકો છો, જેનાથી તમારી પાચન સિસ્ટમ માટે વધુ સારું રહેશે.

 

આ પણ વાંચો: Weight Loss Tips : આયુર્વેદના આ પાંચ સિમ્પલ સ્ટેપ્સથી મળશે વજન ઘટાડવામાં મદદ

આ પણ વાંચો: Health Tips: ભોજન પર ઉપરથી મીઠું છંટકાવ કરવાની આદત ધરાવતા હોવ તો આ આર્ટિકલ અચૂક વાંચો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati