Diet: FRUIT ખાવાની સાચી રીત ખબર ના હોય તો જાણી લો, નહીં તો ફાયદાને બદલે થશે નુકસાન

Diet: આપણે સૌ જાણીએ છીએ કે, ફળ(FRUIT) એક એવી વસ્તુ છે જેમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ હોય છે. જે સામાન્ય રીતે માણસના શરીર માટે ખુબ જરૂરી છે. જો વ્યક્તિ ફક્ત ફળ ખાઈ છે તો જીવન આસાનીથી જીવી શકે છે. ફળમાં પાણી, કાર્બોહાઇડ્રેટ, ફૈટી એસિડ, અમીનો એસિડથી લઈને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે.

Diet: FRUIT ખાવાની સાચી રીત ખબર ના હોય તો જાણી લો, નહીં તો ફાયદાને બદલે થશે નુકસાન
ફ્રુટ ખાવાની સાચી રીત શુ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Feb 11, 2021 | 12:18 PM

Diet: આપણે સૌ જાણીએ છીએ કે, ફળ(FRUIT) એક એવી વસ્તુ છે જેમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ હોય છે. જે સામાન્ય રીતે માણસના શરીર માટે ખુબ જરૂરી છે. જો વ્યક્તિ ફક્ત ફળ ખાઈ છે તો જીવન આસાનીથી જીવી શકે છે. ફળમાં પાણી, કાર્બોહાઇડ્રેટ, ફૈટી એસિડ, અમીનો એસિડથી લઈને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે.

ખોરાક કરતા ફળ આસાનીથી પછી જાય છે. ફળમાં 80થી 90 ટકા પાણી હોય છે. પોષક તત્વોથી ભરપૂર ફળ તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. ફળનું સેવન સાચી રીતે કરવું ખુબજ જરૂરી છે. જો તમને સાચી રીતે ફળ ખાવાની ખબર ના હોય તો તમને ઘણી પરેશાની થઇ શકે છે. આવો જાણીએ તેનાથી જોડાયેલી ખાસ વાત.

આપણે સૌ ફળ ખાતા સમયે સામાન્ય ભૂલો કરતા હોય છે. આપણે કેરી અથવા તો અન્ય ફળ જમ્યા બાદ જ ખાતા હોય છે. જયારે કોઈ ફંક્શનમાં જઈએ છીએ તો પહેલા ફ્રૂટચાટ ભરી-ભરીને ખાઈ છે. આ બાદ તેના ઉપર જમી લઈએ છીએ. આ સ્થિતિમાં ફળ ફાયદાની બદલે આપણને નુકસાન કરે છે. માણસને એસીડીટી, પેટ ફૂલવું, ખાટા ઓડકાર આવવા, ગેસ જેવી સમસ્યા થવા લાગે છે. આ બાદ આપણે વિચારીએ છીએ કે, આપણને જમવાથી તકલીફ થાય છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

પરંતુ નુકસાનએ ખોરાકથી નથી પરંતુ પણ ફળ છે કારણ કે ફળ પોતે એક સંપૂર્ણ આહાર છે. તેની સાથે બીજા કંઈપણની જરૂર નથી. આ સિવાય ફળની પોતાની કુદરતી ખાંડ હોય છે. તેથી ફળની સાથે ખાવામાં આવેલું જમવાનું અથવા કે ફળ ખાધા પછી તરત જ ભોજન લેવામાં આવે છે તો ફળની ખાંડને કારણે સડવા લાગે છે અને આપણને પાચનની સમસ્યાઓ થવા લાગે છે.

હકીકતમાં ફળ ખાધા પછી ઓછામાં ઓછા 45 મિનિટથી એક કલાક સુધી કંઈપણ ન ખાવું. આ સિવાય જ્યારે પણ ફળ ખાતા હો ત્યારે યાદ રાખો કે તમારું પેટ ખાલી હોવું જોઈએ. આ તમને સંપૂર્ણ પોષણ આપશે અને સરળતાથી પાચન થઈ જશે. ફળને ક્યારેય બીજી કોઈ પણ વસ્તુની જરૂર હોતી નથી, તે પોતે એક સંપૂર્ણ આહાર છે. આ જ કારણ છે કે જૂની સદીમાં પણ ઋષિ મુનિઓ ફક્ત ફળો ખાઈને પોતાનું જીવન જીવતા હતા.તમે પણ ફળો ખાવ પરંતુ સાચી રીતે ખાવ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">