આ પૌષ્ટિક પદાર્થોનું કરો રોજ સેવન, દાઢીના ગ્રોથમાં થશે વધારો

  • tv9 webdesk37
  • Published On - 14:32 PM, 30 Dec 2020
આ પૌષ્ટિક પદાર્થોનું કરો રોજ સેવન, દાઢીના ગ્રોથમાં થશે વધારો

આજકાલ લાંબી દાઢી ફેશનનો એક ભાગ બની ગઈ છે. મોટાભાગે છોકરાઓ વધેલી દાઢી સાથે ફરતા જોવા મળે છે. જોવા મળ્યું છે કે છોકરીઓ પણ દાઢીધારી છોકરાઓને વધુ પસંદ કરે છે. આવા સમયમાં ઘણા છોકરાઓને સંપૂર્ણ દાઢી નથી આવતી હોતી. અથવાતો એક ઉંમર બાદ પણ લાંબા સમયે દાઢીનો વિકાસ થયેલો જોવા મળે છે. વ્યવસ્થિત દાઢી લાવવા માળે છોકરાઓ જાતજાતના નુશ્ખાંઓ અપનાવતા હોય છે. મોઘી પ્રોડક્ટ્સ ખરીદીને પૈસાનું પાણી કરતા હોય છે. પરંતુ અમુક પૌષ્ટિક આહારના સેવનથી પણ દાઢીનો ગ્રોથ વધારી શકાય. ચાલો તમને જણાવીએ કે કયા આહારના સેવનથી આ બનશે શક્ય.

તજ

તજના ઘણા ફાયદા છે. આનાથી શરીરમાં ગરમી વધે છે જે વાળના મૂળમાં ઓક્સિજનથી ભરપૂર લોહીનું પરિભ્રમણ વધારવામાં મદદ કરે છે. તજના સેવનથી દાઢી ઘાટી બને છે છે. સવારે ખાલી પેટે મધ અને ગરમ પાણી સાથે તજનું સેવન લાભદાયી રહે છે.

કોળાંના બીજ

છાલ અને મીઠા વગરના કોળાના બીજ ઝીંકથી ભરપુર હોય છે. ઝીંક એક માઇક્રો પોષક તત્વો છે, જે વાળના વિકાસમાં માટે ખુબ મહત્વનું હોય છે. કોળાના બીજ સરળતાથી મળી રહે છે. તેને સુકા, છાલ વગર ખાઈ શકાય છે.

પાલક

વારતહેવારે આપણા ઘરમાં જ રસોઈમાં જોવા મળતી શાકભાજીમાં એટલે પાલક. પાલક વિટામિન એ, ફોલિક એસિડ, આયર્ન, વિટામિન સી અને બીટા કેરોટિનથી ભરપુર હોય છે. આ ગુણોના કારણે ત્વચા અને દાઢીને નરમ રાખે છે, તેમજ મગજને પણ સ્વસ્થ રાખે છે. પાલકનું સેવન કરવાની શ્રેષ્ઠ રીત છે કે એનો રસ બનાવીને પીવું. જો તમે દાઢીની વૃદ્ધિ વધારવા માંગતા હો, તો દરરોજ એક ગ્લાસ પાલકનો રસ પીવો. પાલકની શાકભાજી પણ ફાયદાકારક છે.

ટ્યૂના માછલી

ટ્યૂના માછલીમાંથી ઓમેગા 3 ફેટી એસિડ્સ પ્રાપ્ત થાય છે. તેનો તે સૌથી મોટા સ્રોત છે. આ તત્વ આપણા શરીરમાં ઉત્પન્ન નથી થતું. ઓમેગા 3 ત્વચા અને વાળના ગ્લો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તેના સેવનથી નવા વાળ માટેના છિદ્રો રચનાને થાય છે. જો તમે માંસાહારી છો અને દાઢીના વાળ ઉગાડવા માંગતા હો, તો તમારે ટ્યૂના માછલીનો સમાવેશ તમારા આહારમાં કરવો જ જોઇએ. પરંતુ જો તમે શાકાહારી છો, તો દાઢીને વધારવા માટે પાલક અને કોળાના બીજ જેવા શાકાહારી વિકલ્પો પસંદ કરી શકો છો.