Coronavirus : જાણો કોરોના વેકસિન લેતા પહેલાં અને પછી ખોરાકમાં કેવી તકેદારી રાખવી

વેકસીનેશન લેતા પહેલા કે તે લીધા પછી આપણે શું ખાવું જોઈએ અને કઈ વસ્તુથી પરેજી રાખવી જોઇએ ? જો તમારા મગજમાં પણ આ રીતના કોઈ સવાલ ચાલી રહ્યા હોય તો ગભરાશો નહિ.

  • Updated On - 1:46 pm, Thu, 20 May 21 Edited By: Bhavesh Bhatti
Coronavirus : જાણો કોરોના વેકસિન લેતા પહેલાં અને પછી ખોરાકમાં કેવી તકેદારી રાખવી
સાંકેતિક તસ્વીર

Coronavirus : કોરોનાની બીજી લહેર વચ્ચે નોકરિયાત વ્યક્તિ હોય કે પછી ઘરમાં રહેનારા વૃદ્ધ અને બાળકો. બધાને જ આ મહામારીથી બચવા માટેનો ઉપાય ફક્ત એક જ દેખાય છે અને એ છે વેકસિન. આજ કારણ હતું કે જેના લીધે વેક્સિનેશન રજીસ્ટ્રેશન ખુલતાની સાથે જ સાઈટ ઘણીવાર ક્રેશ થઈ ગઈ.

આજના સમયમાં જે લોકો વેકસિન લઈ રહ્યા છે, તેમના મગજમાં એક સવાલ અને ભ્રમ એ પણ છે જેમકે વેકસીનેશન લેતા પહેલા કે તે લીધા પછી આપણે શું ખાવું જોઈએ અને કઈ વસ્તુથી પરેજી રાખવી જોઇએ ? જો તમારા મગજમાં પણ આ રીતના કોઈ સવાલ ચાલી રહ્યા હોય તો ગભરાશો નહિ. અમે તમને જણાવીએ કે વેક્સિનેશન લેતા પહેલા શું કરવું અને વેકસીનેશન લીધા પછી શું કરવું ?

કોરોના ને લઈને વેક્સિનેશન તમને ખાલી પેટ લેવી કે નહીં તેના પર તો અત્યાર સુધી કોઈ દિશાનિર્દેશ નથી જાહેર કરવામાં આવ્યા. પરંતુ એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં ખાલી પેટ વેકસિન લેવાથી એસીડીટી, માથાનો દુખાવો અને કમજોરીનો અનુભવ થયો છે. તેવામાં કેટલાક જાણકારો પણ કહે છે કે વેકસિન લેતાં પહેલાં તમારે થોડું અને હેલ્ધી ફૂડ લેવું જોઈએ. આ ઉપરાંત પોતાને હાઇડ્રેટ પણ રાખવા જોઈએ. જેના લીધે તમને પરેશાની ઓછી થશે.

જો તમે વેકસિન લેવા જાઓ તો કેટલીક વાતોનું ધ્યાન રાખો. પહેલાં તો એ કે લેતા પહેલા 35 મિનિટ સુધી તમારે સેન્ટર પર જ રહેવાનું છે. આ દરમિયાન જો તમને થોડું પણ શરીરમાં અજીબ અનુભવ કરો તો ડોક્ટર ને જણાવવાનું છે. ત્યાં જ તમને બેસીને લગાવ્યા પછી જો તાવ આવે છે તો ડોક્ટર ને બતાવો. અને તેમના જણાવ્યા પ્રમાણે દવાનું સેવન કરો.

આ ઉપરાંત સૌથી વધારે માત્રામાં લિકવિડ જેમ કે જ્યુસ અને પાણીનું સેવન કરો. જો તમે વેકસિન લઇ લીધી છે તો તમારે આવનારા 72 કલાક સુધી કેટલીક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આ સમય દરમિયાન તમારે કોઈપણ કેફીન પદાર્થોનું સેવન અને ધૂમ્રપાન કરવાનું નથી. વેકસિન લેતા પહેલા જરૂરી છે કે તમે તમારા શરીરને વેકસિન માટે તૈયાર કરો. તેના માટે તમારે ઘરમાં બનેલી કેટલીક વસ્તુઓનું સેવન કરવું જોઇએ. જેમાં આદુ લસણ અને હળદરને સમાવેશ થાય. તમે શાકભાજી ખાઓ તે તમારા માટે શ્રેષ્ઠ રહેશે.

જો તમે વેકસીનેશન કરાવીને આવ્યા હોય તો તમારે તમારી ડાયટમાં થોડો બદલાવ કરવો પડે છે. વેકસીન લીધા પછી તમારે એવા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જોઇએ જેમાં પોટેશિયમના કારણે તમારા શરીરમાં સેરોટોનિન લેવલ વધે છે. જે ફાયદાકારક થાય છે. જેમાં તમે બ્રાઉન રાઈસ, નારિયેળ પાણી અને બટાકા નું સેવન કરી શકો છો.

એક્સપર્ટ જણાવે છે કે વેકસિન લીધા પછી તમારે કેટલીક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. જેમાં તમારે એવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ જે હેલ્ધી ન હોય. ચીઝથી બનેલી સામગ્રી, તળેલું, વધારે મીઠું ભોજન, આલ્કોહોલ વગેરે. જો તમે આ બાબતોનું પાલન કરશો તો વેક્સિનેશન તમારા માટે ફાયદાકારક થઈ શકે છે.

વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો

Click on your DTH Provider to Add TV9 Gujarati