Coconut Water: કોરોના કાળમાં નારિયેળ પાણીથી ઇમ્યુનીટી બુસ્ટ કરી રહ્યા છે લોકો, જાણો તેના અઢળક ફાયદા

હાલની સ્થિતિને જોતા બધા જ લોકો નારિયેળ પાણીનું (Coconut Water) સેવન કરે છે. લાખો લોકો હવે ફાર્મસી ઇમ્યુનીટી બુસ્ટર્સને બદલે કુદરતી પદ્ધતિઓ દ્વારા તેમની પ્રતિરોધકક્ષમતા વધારી રહ્યા છે.

Coconut Water: કોરોના કાળમાં નારિયેળ પાણીથી ઇમ્યુનીટી બુસ્ટ કરી રહ્યા છે લોકો, જાણો તેના અઢળક ફાયદા
Coconut Water
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: May 01, 2021 | 3:34 PM

કોરોના વાયરસ લહેરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થયો છે. કોરોના વાયરસની બીજી લહેરથી માટે વધારવા હવે કુદરતી ઉપાય અજમાવી રહ્યા છે. હાલની સ્થિતિને જોતા બધા જ લોકો નારિયેળ પાણીનું (Coconut Water) સેવન કરે છે. લાખો લોકો હવે ફાર્મસી ઇમ્યુનીટી બુસ્ટર્સને બદલે કુદરતી પદ્ધતિઓ દ્વારા તેમની પ્રતિરોધકક્ષમતા વધારી રહ્યા છે. કેટલાક આહારમાં વધુને વધુ ફળોનો વપરાશ કરી રહ્યા છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તો ઘણા હેલ્ધી ડ્રિન્કનો આશરો લે છે. આવો જાણીએ શરીર માટે ફાયદેમંદ છે નારિયેળ પાણી.

જે નાળિયેર અગાઉ 20થી 30 રૂપિયાની મળતા હતા, હવે તેની કિંમત 50 થી 60 રૂપિયા પર પહોંચી ગઈ છે. નાળિયેર પાણી ઇમ્યુનીટી વધારવાનો શ્રેષ્ઠ સ્રોત હોવાનું કહેવામાં આવે છે. જે લોકો આ દિવસોમાં ઘરના આઇસોલેશનમાં છે, તેઓ નાળિયેર પાણીનો ખૂબ ઉપયોગ કરે છે. તેથી હવે તેની કિંમતમાં અચાનક વધારો થયો છે. નાળિયેર પાણી આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને તમામ પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા ધરાવે છે. ચાલો જાણીએ નાળિયેર પાણીના અસંખ્ય ફાયદા.

નાળિયેર પાણી વજન ઘટાડવા માટે મદદગાર છે. ખરેખર, નાળિયેર પાણી પીધા પછી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. આ સ્થિતિમાં વજનને નિયંત્રણમાં રાખવું સરળ થઈ જાય છે. જો તમે ખાતા પહેલા નાળિયેર પાણીનું સેવન કરો છો, તો ધ્યાનમાં લો કે તમે અડધો આહાર લીધો છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

નાળિયેર પાણી આપણા આખા શરીર માટે ફાયદાકારક છે. તેમાં દૂધ કરતા વધારે પોષક તત્વો હોય છે, કારણ કે તેમાં કોલેસ્ટરોલ અને ચરબી હોતી નથી. કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમ ઉપરાંત, તેમાં એન્ટીઓક્સીડન્ટ ગુણ પણ છે જે આખા શરીરને શક્તિ આપે છે.

વર્કઆઉટ્સ પછી નાળિયેર પાણી આપણા શરીરને શક્તિ આપે છે અને આપણને તાજગીનો અનુભવ કરે છે. જો તમે જીમમાં વર્કઆઉટ પછી અથવા દોડીને કે સાયકલ ચલાવ્યા પછી સુસ્તી અનુભવતા હો, તો નાળિયેર પાણી એક મિનિટમાં ઝડપથી થાકને દૂર કરી શકે છે. સવારે કસરત કર્યા પછી નાળિયેર પાણી ખૂબ ફાયદાકારક છે.

નારિયેળ પાણી ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક પણ છે. તે ચહેરાના પિમ્પલ્સ, કરચલીઓ, ફ્રીકલ્સ અને ડાઘોને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત તેના સેવનથી ત્વચાની ગ્લો પણ વધે છે, કારણ કે તે કુદરતી મોઇશ્ચરાઇઝર છે. ત્વચા સિવાય તે વાળ માટે પણ ફાયદાકારક છે. આની મદદથી ડેંડ્રફની સમસ્યા દૂર થઈ શકે છે.

વજન ઘટાડવા ઉપરાંત, નાળિયેર પાણીનું સેવન કરવાથી બર્નિંગ, અલ્સર, કોલિટીસ, આંતરડાની બળતરા જેવા પેટના રોગોનું જોખમ પણ ઓછું થાય છે. ખાસ કરીને ડાયજેસ્ટ સિસ્ટમ ફિટ રાખવામાં નાળિયેર પાણીની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ઉલ્ટી અને ઝાડા નાળિયેર પાણી દરેક માટે ફાયદાકારક છે. નાળિયેર પાણીનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે પણ થાય છે.

નાળિયેર પાણીમાં લીંબુ નાંખીને પીવાથી આ રસ ત્વરિત શક્તિ પ્રદાન કરે છે. તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સના અભાવને પરિપૂર્ણ કરે છે.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">