આયુર્વેદ : જમ્યા બાદ તરત પાણી પીવાથી કેવી થઈ શકે છે સમસ્યા ? જાણો આ અહેવાલમાં

આયુર્વેદમાં આપના રોજીંદા જીવનને લઈને ઘણા નુસ્ખા જણાવવામાં આવ્યા છે. આયુર્વેદ અનુસાર જમ્યા પછી પાણી પીવાથી ઘણી બધી સમસ્યાઓ થઇ શકે છે.

  • Publish Date - 10:28 am, Wed, 13 January 21 Edited By: Bipin Prajapati
આયુર્વેદ : જમ્યા બાદ તરત પાણી પીવાથી કેવી થઈ શકે છે સમસ્યા ? જાણો આ અહેવાલમાં
જમ્યાના અડધા કલાક સુધી પાણી ના પીવું જોઈએ

આયુર્વેદમાં આપના રોજીંદા જીવનને લઈને ઘણા નુસ્ખા જણાવવામાં આવ્યા છે. આયુર્વેદ અનુસાર જમ્યા પછી પાણી પીવાથી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે. જમ્યાના 40 મિનિટ પહેલાં અથવા જમ્યાના એકથી બે કલાક પછી પાણી પીવું જોઈએ.

આ કોઈ નવી વાત નથી પરંતુ ખુબ કારાગાર નુસ્ખો છે. પહેલા પણ આપે જમ્યા બાદ તરત પાણી ના પીવાની સલાહ સાંભળી હશે. પરંતુ તેનું પાલન સરળ નથી. ઘણા લોકો જમતા સમયે પ પાણી પિતા હોય છે. તેમજ જમ્યા બાદ તરત પાણી પિતા હોય છે. પાણી પીધા બાદ સારું ફિલ થતું હોય છે એમાં કોઈ બેમત નથી. પરંતુ આ પાચન ક્રિયા માટે નુકશાનકારક છે. મોટેભાગે આ આદતના કારણે ગેસ, એસીડીટી જેવી સમસ્યા થતી હોય છે. આથી જમ્યાના ઓછામાં ઓછા 30 મિનીટ કે એક કલાક બાદ પાણી પીવું જોઈએ.

Do not drink water immediately after eating food

ગેસ અને એસિડિટી જેવી સમસ્યાનું છે આ કારણ

 

જમ્યા બાદ તરત પાણી કેમ ના પીવું જોઈએ?

જમ્યા બાદ તરત પાણી પીવાથી પાચનક્રિયા કમજોર થઇ જતી હોય છે. પાણીની તાસીર ઠંડી છે, આ કારણે જમ્યા બાદ તરત પાણી પીવાથી ઇન્સુલિનનું લેવલ વધી શકે છે. પાણી ભોજનમાં રહેલા ગ્લુકોઝનું પ્રમાણ બદલી દે છે. આ કારણે વજન વધવાની સમસ્યા થતી હોય છે. ભોજન બાદ લેવામાં આવતું પાણી એન્જાઈમ અને એસીડના કારણે ખોરાકમાં થવા વાળી ક્રિયામાં અવરોધ પેદા કરે છે. આ કારણે જમ્યા બાદ પાણી ના પીવાની સલાહ આપવામાં આવે છે. શરીરને ખોરાકના ન્યુટ્રેશન ને શોષી માટે અડધા કલાકની જરૂર પડે છે.

જમ્યા બાદ પાણી પીવાથી ગેસ્ટિક એનર્જી ઓછી થાય છે. જેના કારણે પાચન યોગ્ય રીતે થતું નથી. અને આ કારણે પેટમાં ગેસ, એસિડિટી જેવા રોગો ઘર કરી જાય છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ જમ્યા બાદ ખોરાકના પોષાત તત્વોને પચવા માટે સમય આપવો જોઈએ. જો તાત્કાલિક પાણી પીવામાં આવે તો શરીરને આ સમય મળતો નથી.

Click on your DTH Provider to Add TV9 Gujarati