શું તમારા નખ કદરૂપા છે ? ચિંતા કરવાની જરૂર નથી, બસ ફોલોવ કરો આ ટીપ્સ

નખને સુંદર બનાવવા માટે સૌ પ્રથમ નખની પાસેની ડાર્ક સ્કિન પર તમારે ધ્યાન આપવુ જોઈએ. કારણ કે, નખ સુંદર ત્યારે જ દેખાય છે. જ્યારે તમારી સ્કિન હેલ્ધી હોય છે.

શું તમારા નખ કદરૂપા છે ? ચિંતા કરવાની જરૂર નથી, બસ ફોલોવ કરો આ ટીપ્સ
follow this tips to get healthy and beautiful nails

દરેક સ્ત્રી પોતાના નખ (Nails) ને ચીરા, તિરાડ, ડાઘરહિત, એક સરખા રંગના જોવા ઇચ્છતી હોય છે. તે પોતાના મજબૂત, લાંબા, સુંદર નખને પોલિશ કરવા માગે છે. જેથી તેના હાથોની સુંદરતા વધે. આ બાબતમાં વારસાગત પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે. જો તમારા માતા-પિતાના નખ સ્વસ્થ, મજબૂત હશે તો એ વારસો તમને પણ મળશે. જો કે સૌદર્ય-નિષ્ણાંતો એ પણ ઉમેરે છે કે યોગ્ય જીવનશૈલી, ખાન-પાન, સંભાળ વગેરે દ્વારા નખને સ્વસ્થ, તંદુરસ્ત બનાવી શકાય છે.

નખને સુંદર અને હેલ્દી રાખવા માટે પાર્લર નહીં, પરંતુ પોષણ અને પ્રોટીનથી ભરપૂર આહારનું સેવન કરવું ફાયદાકારક માનવમાં આવે છે. નખને સુંદર બનાવવા માટે સૌ પ્રથમ નખની પાસેની ડાર્ક સ્કિન પર તમારે ધ્યાન આપવુ જોઈએ. કારણ કે, નખ સુંદર ત્યારે જ દેખાય છે. જ્યારે તમારી સ્કિન હેલ્ધી હોય છે. નખને સુંદર બનાવવા માટે આ સુપરહેલ્દી ફૂડ્સને પોતાની ડાયટમાં સામેલ કરો.

નખને સ્વસ્થ રાખવા બસ કરો આટલું

ઈંડાના વ્હાઈટ ભાગને પ્રોટીનનો સૌથી સારો સોર્સ માનવામાં આવે છે. નખને હેલ્દી રાખવા માટે સૌથી વધારે જરૂરી છે પ્રોટીનનો વપરાશ. નખને હેલ્દી રાખવા માટે તમારે ઈંડાનું વ્હાઈટ ભાગનો વપરાશ કરી શકો છે

દહીંને કેલ્શિયમનો એક સારો સોર્સ માનવામાં આવે છે. દહીં સ્કીનને પોષણ આપવાની સાથે રંગતમાં પણ સુધારો લાવવાનું કામ કરે છે. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે. જે નખને શાઈની બનાવવા અને ડેડ સ્કિનને હટાવી ગ્લોઈંગને વધારવામાં મદદ કરે છે.

નખને મજબૂત બનાવવા માટે પોતાની ડાયટમાં દાળને સામેલ કરો. કારણ કે, દાળ ન માત્ર તમારા નખને, પરંતુ તમારી આખી હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. દાળમાં આયરન, ઝિંક, પ્રોટીન અને બાયોટિનના તત્વ હાજર હોય છે.

કોળાના બી નખને પીળા અને ક્રેક થવાથી બચાવવાનું કામ કરે છે. નખને હેલ્દી રાખવા માટે ઝિંકનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે અને કોળાના બીમાં ભરપૂર પ્રમાણમાં ઝિંક મળી આવે છે. જે તમને હેલ્થ અને નખ માટે લાભદાયક બની શકે છે. જેથી આપ બને એટલું વધારે કોળાના બીનું સેવન કરશો એટલા નખ સારા અને મજબૂત બનશે.

આ પણ વાંચો –

Ravindra jadejaના પરિવારમાં થયો વિવાદ, ઓલરાઉન્ડરની બહેને, પત્ની પર બેદરકારીનો આરોપ લગાવ્યો, જાણો શું છે મામલો

આ પણ વાંચો –

Saki Naka Rape Case : મહિલાઓની સુરક્ષાને લઈને સરકાર કડક, CM ઉદ્ધવ ઠાકરેએ પોલીસ અધિકારીઓને આપ્યા નિર્દશ

આ પણ વાંચો –

ગણેશ ચતુર્થીના દિવસે યામી ગૌતમે પહેરેલી આ સુંદર સાડીની કિંમત છે લાખોમાં, જુઓ તસવીર

Click on your DTH Provider to Add TV9 Gujarati