World Breastfeeding week: બાળક માટે અમૃતસમાન માતાના દૂધના છે અઢળક ફાયદા, માતા બનેલી 50 ટકા મહિલાઓ બાળકને નથી કરાવી શકતી સ્તનપાન

યુવતીઓ બાળકને ફિડિંગ કેવી રીતે કરાવવું તે અંગે પણ મૂંઝવણ અનુભવતી હોય છે. આથી  લેક્ટેશન એક્સપર્ટની  (lactation consultant) સલાહ પણ લોકો લેતા થયા છે. lactation Consultant  માતા બનનારી સ્ત્રીઓને યોગ્ય સલાહ અને માર્ગદર્શન આપવા માટે વિશેષ તાલીમ ધરાવતા હોય છે.

World Breastfeeding week: બાળક માટે અમૃતસમાન માતાના દૂધના છે અઢળક ફાયદા, માતા બનેલી 50 ટકા મહિલાઓ બાળકને નથી કરાવી શકતી સ્તનપાન
World Breast feeding week 1 to 7 August 2022
Follow Us:
| Updated on: Jul 30, 2022 | 11:15 PM

માતા બનવું અને બાળકને સ્તનપાન (Breast feeding) કરાવવું તે જગતની માતા બનતી મહિલા માટે જીવનનો સર્વોતમ લ્હાવો હોય છે. એક માતા જ્યારે બાળકને વાત્સલ્યથી છાતીએ વળગાડીને દૂધ પીવડાવી રહી હોય તે દ્રશ્ય સૌથી પવિત્ર માનવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બદલાયેલી જીવનશૈલીને (Life style) પરિણામે માતા બનતી યુવતીઓ બાળકને સ્તનપાન નથી કરાવી શકતી અથવા તો વજન વધી જવાની ચિંતાને કારણે બાળકને સ્તનપાન કરાવવાથી આ બાબતે શરમ અને સંકોચ અનુભવે છે , બાળકને સ્તનપાન કરાવવું એ માતાનો મોટો અધિકારે છે અને આ અંગેની જાગૃતિ લાવવા માટે વિશ્વમાં દર વર્ષે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા વર્લ્ડ બ્રેસ્ટ ફિડિંગ વીકની ઉજવણી કરવામાં આવે છે. સ્તનપાનને પ્રોત્સાહન આપવા અને વિશ્વભરમાં બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે આ અઠવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. ઓગસ્ટ 1990માં ડબ્લ્યુ.એચ.ઓ અને યુનિસેફના નીતિ ઘડવૈયાઓએ સ્તનપાનના રક્ષણ તેમજ સ્તપનાનને પ્રોત્સાહન આપવા માટે આ ઉજવણીનો વિચાર કર્યો હતો.

વિશ્વ સ્તનપાન સપ્તાહની શરૂઆત કોણે કરી?

વિશ્વ સ્તન સ્તનપાન સપ્તાહ પ્રથમ વખત 1992માં WABA (World Alliance for Breastfeeding Action) દ્વારા ઉજવવામાં આવ્યું હતું અને હવે યુનિસેફ, WHO તથા વિવિધ સંસ્થાઓ અને સરકારો સહિત તેમના ભાગીદારો દ્વારા 120થી વધુ દેશોમાં મનાવવામાં આવે છે. માતાના દૂધમાં જે કોલેસ્ટ્રમ હોય છે તે બાળકને ઘણી બિમારીઓથી બચાવામાં સક્ષમ હોય છે. બાળકના જન્મના પ્રથમ કલાકથી છ માસ સુધી સ્તનપાન કરાવી તેની ટકાવારીમાં સુધારો આવે તો બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઈ શકે છે.

આજે યુવતીઓ જાગૃત થઈ છે બાળકને બ્રેસ્ટ ફિડિંગ કરાવવા

પહેલાના સમયમાં  સ્ત્રીઓ સરળતાથી માતા બનતી હતી અને બાળકને 2 વર્ષ કે 3 વર્ષ સુધી સ્તનપાન કરાવી શકતી હતી.  જોકે આજની પરિસ્થિતિ ઘણી જુદી છે અને યુવતીઓ સ્તનપાન કરાવી શકતી નથી. આ અંગે  ગુજરાતના પ્રખ્યાત સેલિબ્રિટી કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ ( celebrity-consultant Gynecologist ) ડો. અર્ચના શાહે  TV9 ડિજિટલ સાથે આજની યુવતીઓમાં સ્તનપાન ન કરાવી શકવાની સમસ્યા , તેમજ ઓછું દૂધ આવવું. ઉપરાંત સ્તનપાન સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ  જેવા તમામ મુદ્દે  વિશેષ ચર્ચા કરી હતી અને તેના નિવારણ પણ જણાવ્યા હતા. ડો. અર્ચના શાહે જણાવ્યું હતું કે  વર્તમાન જીવન શૈલીમાં યુવતીઓ મોડા લગ્ન કરે છે  તેના કારણે  સ્ત્રીને માતૃત્વ ધારણ કરવામાં તથા બાળકને સ્તનપાન કરાવવામાં તકલીફ પડે છે. વળી કપલ જોબ માટે અલગ શહેરમાં કે દેશમાં રહેતા હવાને કારણે ન્યૂકિલયર ફેમિલી વધ્યા છે, આથી  યુવતીઓ બાળકને ફિડિંગ કેવી કરાવવું તે અંગે પણ મૂંઝવણ અનુભવતી હોય છે. આથી  લેક્ટેશન એક્સપર્ટની  (lactation consultant) સલાહ પણ લોકો લેતા થયા છે.  lactation Consultant  માતા બનનારી સ્ત્રીઓને યોગ્ય સલાહ અને માર્ગદર્શન આપવા માટે વિશેષ તાલીમ ધરાવતા હોય છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

પ્રેગ્નન્સી રહે ત્યારથી યોગ્ય માર્ગદર્શન જરૂરી

ગાયનેકોલોજિસ્ટ ડો. અર્ચના શાહે જણાવ્યું હતું કે યુવતી ગર્ભવતી થાય ત્યારથી જ જો આ અંગે માર્ગદર્શન મળે તો તકલીફ પડતી નથી. પ્રેગ્નન્સીના સમયથી જો ડોક્ટરને ખબર  હોય તો તેઓ ફ્લેટ બ્રેસ્ટ, પોષણક્ષમ આહાર, બેસેલા નીપલ જેવી સમસ્યાઓનું નિવારણ કરવામાં મદદ કરી શકે છે અને જ્યારે બાળક જન્મે ત્યારે માતાને ફીડ કરાવવામાં તકલીફ પડતી નથી. પરંતુ આજે  ઘણી  વાર એવું બને છે કે બાળકના જન્મ સમયે એટલા બધા સ્વજનો હાજર હોય છે કે નોર્મલ પ્રસૂતિ હોવા છતાં બાળકને માતાને સોંપવામાં ઘણી વાર થઈ જીત હોય છે ડોક્ટર ઈચ્છતા હોય છે કે બાળકના જન્મ બાદ જો બાળક અને માતા સાથે રહે તેવા કાંગારૂ થેરપી (Kangaroo Mother Care Therapy)  નથી આપી શકાતી. કાંગારૂ કેર પ્રિ મેચ્યોર બાળકો તેમજ નવજાત બાળકો સાથે માતાના અદભૂત બોન્ડિંગ સમાન હોય છે.

કેવા સંજોગોમાં બ્રેસ્ટ ફીડ કરાવવામાં પડે છે તકલીફ?

સ્ત્રી માતા બને ત્યારે  તેના માટે પણ આ નવો અનુભવ હોય છે, બાળકને છાતીએ વળગાડવું, માતા તરીકે એડજસ્ટ થવામાં શરૂઆતના કલાકો ઘણો ભાગ ભજવે છે ઘણી વાર પ્રિ મેચ્યોર બાળક હોય તો  તેને નિયોનેટલ કેરમાં રાખવું પડે છે  તેવા સંજોગોમાં માતાને  બે ત્રણ દિવસ સુધી દૂધ આવતું નથી અથવા તો ઓછું આવે છે.  આ અંગે ઝીણવટપૂર્વક માહિતી આપતા. ડો. અર્ચના શાહે જણાવ્યું હતું કે બાળક માટે  પણ સ્તનપાનનો અનુભવ નવો હોય છે તેને ભૂખ લાગે એટલે તે સ્તનપાન કરે છે અને બાળક જેમ જેમ દૂધ પીવે તેમ તેમ માતાનું દૂધ વધે છે. એટલે જેમ જેમ માતા વધારે બાળકને પોતાની પાસે રાખે અને દૂધ પીવડાવે તેમ તેમ દૂધનું પ્રમાણ વધે છે માતા  જેટલી રિલેક્સ રહીને સ્તનપાન કરાવે તેમ તેમ માતાના શરીરમાંથી જે ઓક્સિટોન અને પ્રોલેકટેમ હોર્મોનનો સ્ત્રાવ થાય છે, તેના કારણે માતાનું દૂધ વધે છે તેમજ જેમ જેમ બાળક દૂધ પીવે છે તેમ તેમ માતાના  ધાવણમાં વધારો થાય છે. તેમ છતાં કેટલાક સંજોગોમાં બ્રેસ્ટ ફીડ કરાવવામાં તકલીફ થાય છે જેમ કે 

  • મોટી વયે થતા યુવતીઓના લગ્ન
  • બાળકનો પ્રિમેચ્યોર જન્મ
  • બાળકને નિયોનેટલ કેરમાં રાખ્યું હોય ત્યારે માતા અને બાળકનો સંપર્ક નથી રહેતો, તેની અસરથી પણ માતાને દૂધ નથી આવતું
  • હાલની માતાઓ મોટાભાગે તણાવમાં રહે છે.
  • કેટલીક માતા શરમ અનુભવે છે.
  • કુદરતી રીતે પ્રસૂતિનું ઘટેલું પ્રમાણ

બાળકને સ્તનપાન કરાવવાના ફાયદા

માતાના દૂધમાં જે કોલેસ્ટ્રમ હોય છે, તે બાળકને ઘણી બિમારીઓથી બચાવામાં સક્ષમ હોય છે. સૌથી વધુ પોષક તત્વો માતાના દૂધમાં હોય છે અને તે સરળતાથી બાળકને પચી જાય છે.

Breast feeding Benefits for baby and mother

Breast feeding Benefits for baby and mother

પ્રસૂતા માતાના દૂધને વધારતા તત્વો

પહેલાના સમયમાં પ્રસૂતાને ઘીમાંથી બનતી વસ્તુઓ આપવામાં આવતી હતી. હેલ્ધી ખોરાકને પરિણામે માતાનું દૂધ વધારે પ્રમાણમાં આવતું હતું.   આવી ઘણી અન્ય વસ્તુઓ છે, જેના સેવનથી માતાના દૂધમાં વધારો થઈ શકે છે.

  • ખસખસ
  • શતાવરી
  • ટોપરૂ
  • કાટલું
  • સવા મેથીના દાણા

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">