બાળકો જ્યારે પૂછવા લાગે ‘એવા’ સવાલ, તો કેવી રીતે આપશો જવાબ ?

ભારતમાં જાતીયતા એવો વિષય છે, જેના વિશે માતા પિતા, પોતાના બાળક સાથે સ્પષ્ટ વાત કરવાનું ટાળે છે. મોટાભાગના બાળકો એક ઉંમર સુધી એવું માનતા હોય છે કે, તેમને કોઈ પરી કે ભગવાન માતા પિતા પાસે મૂકી ગયા છે. જો કે જેમ જેમ બાળકની ઉંમર વધતી જાય છે, તેમ તેમ જાતીયતા વિશેના અનેક સવાલો પહેલા તેમના […]

બાળકો જ્યારે પૂછવા લાગે 'એવા' સવાલ, તો કેવી રીતે આપશો જવાબ ?
Parul Mahadik

| Edited By: Bipin Prajapati

Oct 07, 2020 | 6:31 PM

ભારતમાં જાતીયતા એવો વિષય છે, જેના વિશે માતા પિતા, પોતાના બાળક સાથે સ્પષ્ટ વાત કરવાનું ટાળે છે. મોટાભાગના બાળકો એક ઉંમર સુધી એવું માનતા હોય છે કે, તેમને કોઈ પરી કે ભગવાન માતા પિતા પાસે મૂકી ગયા છે. જો કે જેમ જેમ બાળકની ઉંમર વધતી જાય છે, તેમ તેમ જાતીયતા વિશેના અનેક સવાલો પહેલા તેમના મનમાં ઉઠે છે અને પછી શબ્દોમાં વ્યક્ત થાય છે.

બાળક જ્યારે માતાપિતાને જાતિયતાને લગતા સવાલો કરે છે, ત્યારે મોટાભાગના માતાપિતા તેનો ગોળગોળ જવાબ આપે છે, અથવા જવાબ આપવાનું ટાળે છે. તો કેટલાક મા બાપ બાળક પર ગુસ્સે પણ થઈ જાય છે. અને એને ચૂપ કરાવી દે છે. બહુ ઓછા માતાપિતા બાળકોના આવા સવાલોના સંતોષકારક જવાબ આપી શકે છે.

બાળક સાથે કઇ ઉંમરે જાતીયતા સાથે સંકળાયેલા મુદ્દાઓની ચર્ચા કરવી એ પણ સંવેદનશીલ વિષય છે. આમ તો બાળક ચાર વર્ષનું થાય ત્યારે વાતવાતમાં તેને પ્રાઇવેટ પાર્ટની માહિતી આપો. સાતથી આઠ વર્ષની ઉંમરે બાળક સમજે તેવી ભાષામાં એડવાન્સ માહિતી આપો. દસ વર્ષથી વધારે બાળક સાથે તમે રેપ જેવી ઘટનાઓની ચર્ચા કરી શકો છો. તેમજ જાતીયતા વિશે વધારે સ્પષ્ટ ચર્ચા કરી શકો છો.

 

બાળક અન્ય કોઈ માધ્યમથી કે ગમે તે જગ્યાએથી માહિતી મેળવે તેના બદલે તમારી પાસેથી સાચી હકીકત જાણે એ વધારે યોગ્ય રહેશે.

માતા પિતાએ એમ ન માનવું જોઈએ જે બાળક સાથે જાતીય સંબંધની ચર્ચા કરવાથી એ જાતીય સંબંધ બાંધવાની દિશામાં સક્રિય થઈ જશે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે માતાપિતા બાળક સાથે સ્પષ્ટ રીતે જાતીય મામલાઓની ચર્ચા કરે છે એ બાળક શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે આવા મામલાઓનો સામનો કરવા માટે વધારે સજ્જ બને છે. તેઓ સંમતિ અને અસંમતિની લાગણી વ્યક્ત કરવાના મામલે વધુ સ્પષ્ટ હોય છે. આ બાળકોને મોટી ઉંમરે જાતિયતાને લગતા સવાલો ઓછા પરેશાન કરે છે.

આ પણ વાંચોઃઆ સિઝનમાં ટ્રેન્ડી લુક માટે પહેરો બટરફ્લાય પ્રિન્ટના આઉટફિટ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati