બાળકોના પહેલા દુધિયા દાંત આવે ત્યારે શું ખવડાવશો ?

બાળકોના પહેલા દુધિયા દાંત આવે ત્યારે શું ખવડાવશો ?

બાળક જયારે 6 કે 7 મહિનાનું થાય ત્યારે તેને દુધિયા દાંત આવવાની શરૂઆત થઇ જાય છે, આ પ્રક્રિયા 3 વર્ષ સુધી ચાલે છે. પણ કેટલીક વાર માતાપિતા આ લક્ષણને ચુકી જાય છે અને ધ્યાન પણ આપતા નથી, જેના કારણે બાળક હેરાન થાય છે.

નાના બાળકોને જયારે દાંત આવવાની શરૂઆત થાય ત્યારે માતાપિતા બાળકોને વારેવારે દવાખાને તો લઇ જઈ ન શકે, સ્વભાવીક છે બાળકને જયારે દાંત આવે ત્યારે તેને ઘણી તકલીફ પડતી હોય છે, પણ કેટલાક ઘરગથ્થુ ઈલાજથી તમે આ તકલીફને દૂર કરી શકો છો. આજે અમે તમને એવા જ કેટલાક ઉપાયો બતાવીશું.

બાળકને જયારે દાંત આવવાની શરૂઆત થાય ત્યારે આ ઉપાય જરૂર અજમાવજો :

1). ઠંડા કેળા : બાળકોને તમે ઠંડા કેળા ખાવા આપી શકો છો. તે સોફ્ટ અને આસાનીથી ખવાય એવા હોય છે. પણ બાળકને કેળા ખવડાવતી વખતે પણ માતાપિતાએ ધ્યાન રાખવું જરૂરી છે.

2). વેનીલા એસેન્સ : લવિંગના તેલની જેમ જ વેનીલા એસેન્સ પણ દુખાવાને ઓછો કરી શકે છે. બાળકના પેઢા પર હળવા હાથેથી મસાજ કરવાથી દુખાવામાં રાહત મળશે.

3). નરમ કપડું : કોઈ પણ નરમ કે સોફ્ટ કપડાને તમે ઠંડા પાણીમાં મુકો અને બાળકના પેઢાને તેનાથી મસાજ આપો અથવા હળવા હાથે મુકો. બાળકને ઘણી રાહત મળશે.

4). બરફના ટુકડા : બરફના નાના ટુકડા કે ક્રશ કરેલો બરફ ખવડાવવાથી સોજો અને દુખાવો બંને ઓછો થાય છે. તમે બાળકને તે ચમચીથી ખવડાવી શકો છો.

5). વેફલ્સ : વેફલ્સ પણ દુધિયા દાંત આવે ત્યારે શ્રેષ્ઠ રહે છે. તેના નાના નાના ટુકડા કરીને તમે બાળકને ખવડાવી શકો છો અને બાળકને તે ખુબ પસંદ પણ પડશે.

6). ઠંડા ગાજર : બાળકને દુખાવા વખતે ઠંડી વસ્તુઓ જ પસંદ પડે છે. તમે તેને કેળાની જગ્યાએ ઠંડુ ગાજર પણ આપી શકો છો. તેના ટુકડા થઇ જાય ત્યારે તે બાળકના ગળામાં ન અટકે તેનું ધ્યાન રાખો.

7). છુંદેલુ સફરજન : બાળકને તમે મેશ કરેલું ઠંડુ સફરજન પણ આપી શકો છો જે તેને બહુ ભાવશે. અને તેનું પેટ પણ ભરાશે.

  • Follow us on Facebook

Published On - 4:26 pm, Thu, 17 September 20

Click on your DTH Provider to Add TV9 Gujarati