કબજિયાત, એસીડીટીથી છુટકારો મેળવવા અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહીને જુઓ

કબજિયાત, એસીડીટીથી છુટકારો મેળવવા અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહીને જુઓ

આપણામાંથી ઘણા લોકો એવા છે જેમને ખાણીપીણી બહુ પસંદ છે. ત્યારે ક્યારેક તહેવારોમાં વ્રત કે ઉપવાસ પણ રાખે છે. પણ દર અઠવાડિયે બસ એક જ દિવસ ખાધા-પીધા વગર રહેવું તેમના માટે થોડું મુશ્કેલ થઈ જાય છે. આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જે કોઈપણ કારણ વગર અઠવાડિયામાં એક દિવસ ભોજન ન કરે. પણ જો તમને […]

Parul Mahadik

| Edited By: Bipin Prajapati

Oct 28, 2020 | 12:31 PM

આપણામાંથી ઘણા લોકો એવા છે જેમને ખાણીપીણી બહુ પસંદ છે. ત્યારે ક્યારેક તહેવારોમાં વ્રત કે ઉપવાસ પણ રાખે છે. પણ દર અઠવાડિયે બસ એક જ દિવસ ખાધા-પીધા વગર રહેવું તેમના માટે થોડું મુશ્કેલ થઈ જાય છે.

આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જે કોઈપણ કારણ વગર અઠવાડિયામાં એક દિવસ ભોજન ન કરે. પણ જો તમને અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાના ફાયદા વિશે ખબર પડશે. તો તમે તેનો અમલ જરૂરથી કરશો. તો આવો જાણીએ અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાથી શું ફાયદો થાય છે.

અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાથી શરીરનું આંતરિક શુદ્ધિકરણ થાય છે. તેનાથી શરીરમાં રહેલાં વિષાક્ત પદાર્થો બહાર નીકળી જાય છે. અને શરીર સ્વસ્થ થાય છે.

અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાથી અપચો કે કબજિયાત, એસિડિટી, બળતરા વગેરેમાં ફાયદો મળે છે. આ દરમિયાન તમે ફળોનું સેવન શરૂ કરી શકો છો.

અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાથી શરીરમાં બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે, જેના કારણે તેની સાથે જોડાયેલી હેલ્થ પ્રૉબ્લેમ્સ દૂર થાય છે.

અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાથી હૃદયને પણ ફાયદો થાય છે, કારણ કે તેનાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. જે તે સંબંધિત મુશ્કેલીઓનું મુખ્ય કારણ હોય છે.

તમારું પાચનતંત્ર સારું કામ કરે તેના માટે પણ તમારે એક દિવસનું ભોજન છોડી દેવું જોઈએ. અઠવાડિયામાં ઓછામાં ઓછા એક દિવસ ભોજનથી દૂર રહેવામાં પાચન તંત્રને રાહત મળે છે. સાથે જ તે સારી રીતે કાર્ય કરવા માટે તૈયાર થાય છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

આ પણ વાંચોઃ આ છે એવા શાકભાજી અને ફળ, જેની છાલમાં પણ રહેલા છે ભરપૂર પોષકતત્વો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati