સ્કિન ઇન્ફેક્શનના કારણે ત્વચા ફક્ત બહારથી જ ખરાબ નથી દેખાતી પણ ત્વચાને અંદરથી પણ ઘણું નુકશાન થાય છે. સ્કિન ઇન્ફેક્શન પર જલ્દી કોઈ દવા અસર નથી કરતી. તેવામાં જરૂરી છે કે દવાઓની સાથે ઘરેલુ ઉપચાર પણ કરીએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
1). લસણની ચાર પાંચ કળીઓને છોલીને તેની પેસ્ટ બનાવીને ઇન્ફેક્શનની જગ્યાએ લગાવો. તેને એક બે કલાક રહેવા દો. પછી હૂંફાળા પાણીથી ધોઈ નાંખો. રોજ સવારે લસણની કળીઓ ખાવાથી પણ આરામ મળશે.
2). જો તમને સ્કિન ઇન્ફેક્શન હોય તો હળદરનો ઉપયોગ જરૂરથી કરો. તેની પેસ્ટ બનાવીને ઇન્ફેકટેડ જગ્યા પર લગાવી શકો છો. તમે ધારો તો તેનું પાણી પણ પી શકો છો.
3). લીમડાને એન્ટી બેક્ટેરિયલ માનવામાં આવે છે. તેને તમે ખાઈ પણ શકો છો અને ઇન્ફેક્શન વાળી જગ્યા પર લગાવી પણ શકો છો. પેસ્ટને બે ત્રણ કલાક માટે રહેવા દો. પછી ધોઈ કાઢો. તેમાં એવા તત્વ હોય છે જે ઇન્ફેક્શન મટાડે છે.
4). ખંજવાળની સમસ્યા હોય તો નારિયેળ તેલમાં થોડું કપૂર ઉકાળો. જ્યારે તે કપુરમાં મિક્ષ થઈ જાય તો ગેસ બંધ કરો. અને ઠંડુ થાય ત્યારે સ્કિન પર લગાવો. ખંજવાળ સામે તરત રાહત આપશે.
5). વધારે સ્કિન ઇન્ફેક્શન પેટના રોગોને લીધે થાય છે. એટલે ત્રિફળા પાઉડરને ગરમ પાણીમાં ઉકાળીને પીવું જોઈએ. તેનાથી ફાયદો મળશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો