મેથીના નાના દાણામાં છુપાયેલા છે જાદુઈ ફાયદા

આપણાં વડવાઓ સલાહ આપતાં હતાં કે રોજ એક ચમચી મેથીના દાણા ખાવાથી ઘણા ફાયદા થાય છે. આયુર્વેદ પ્રમાણે મેથી સ્વાદમાં કડવી, તીખી, ગરમ, પિત્તવર્ધક, ભૂખ લગાડનાર, પચવામાં હળવી, બળપ્રદ, હૃદય માટે હિતકારી અને મળને અટકાવનાર છે. નાના મેથીના દાણા કેવી રીતે કરે છે કમાલ ? આવો જાણીએ : Web Stories View more ડાઉન ટુ અર્થ […]

મેથીના નાના દાણામાં છુપાયેલા છે જાદુઈ ફાયદા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:43 PM

આપણાં વડવાઓ સલાહ આપતાં હતાં કે રોજ એક ચમચી મેથીના દાણા ખાવાથી ઘણા ફાયદા થાય છે. આયુર્વેદ પ્રમાણે મેથી સ્વાદમાં કડવી, તીખી, ગરમ, પિત્તવર્ધક, ભૂખ લગાડનાર, પચવામાં હળવી, બળપ્રદ, હૃદય માટે હિતકારી અને મળને અટકાવનાર છે.

નાના મેથીના દાણા કેવી રીતે કરે છે કમાલ ? આવો જાણીએ :

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ રહ્યા મેથીના 10 ફાયદાઓ

મેથીને પલાળી તેને ફણગાવી લેવી. સવારે તેનો નાસ્તોમાં ઉપયોગ કરી શકાય. તેનાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. અને આખો દિવસ ઉર્જા મળી રહે છે.

1. શરીર પરના ગુમડા દૂર કરવામાં : મેથીને 1 કલાક સુધી પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી તેનો લેપ બનાવી લો. આ લેપ ગુમડા પર કે દાઝેલા ભાગ પર લગાવાથી તે નિશાન દૂર થાય છે.

2. પેટના દુખાવામાં રાહત આપે : જો ગૅસ , એસિડિટી અને ખાઈ લીધા પછી જો પેટનો દુખાવો રહેતો હોય તો છાશ માં ½ ચમચી મેથીનો પાવડર ભેળવી પીવાથી રાહત થાય છે. જો મેથીને લોઢી પર શેકી તેનો પાવડર બનાવી ½ ચમચી જ્યારે પેટમાં દુખાવો થાય ત્યારે પીવાથી આરામ મળે છે.

3. વાળમાં થતો ખોડો માત્ર 1 અઠવાડિયામાં દૂર કરે :

જો વાળમાં ખોડો થતો હોય અને વાળ બરછટ અથવા રૂક્ષ થઈ ગયા હોય તો 2 ચમચીને મેથીને થોડીવાર પલાળી લો. ત્યારબાદ મિક્સરમાં તેને પીસી લો. આ લેપને 1 વાટકો દહીમાં ભેળવી લો અને આ બંનેને એક મિક્સરમાં પીસીને લેપ તૈયાર કરો.આ લેપને અઠવાડિયામાં બે વાર લગાવાથી 100% ખોડોની સમસ્યાનો અંત આવે છે. વાળમાં એક સરસ ચમક પણ આવી જશે.

4.ડાયાબિટીસ માટે : રોજ સવારે 1 ચમચી મેથીના પાવડરનું સેવન કરવાથી બ્લડ પ્રેશર બરાબર રહે છે. અને ઇન્સુલિનનું લેવલ પણ સારું રહે છે. આ ડાયાબિટીસ માટે સંજીવની સમાન છે.

5. સાંધા ના દુખાવામાં તુરંત આપે રાહત : લીલી મેથીના પાંદડાને ઉકાળી ને તેનું પાણી પીવાથી અથવા મેથીના દાણાને ચાવવાથી હમેશા માટે દુખાવામાં રાહત થાય છે.

6. મોટાપા ઘટાડવાનો સચોટ ઉપાય : મેથીના દાણાને પલાળી તેનું પાણી પીવાથી અથવા તેને ચાવવાથી અથવા તેનું શાક, સૂપ, અથાણું બનાવાથી શરીરમાં જમા થયેલો મેદ ઓગળવામાં સરળતા રહે છે.

7. પીઠના દર્દમાં આપે રાહત : 15 દિવસ જો નિયમિત મેથીના દાણા અથવા પાવડર પીવાથી પીઠનો દર્દ માટી જાય છે.કારણકે શરીર માં નબળાઈ હોય ત્યારે પીઠના મણકા માં દર્દ થાય છે. મેથી શરીર ને મજબૂતાઈ પૂરી પાડે છે.

8. ડિલિવરી પછી સ્તનમાં દૂધનો સ્ત્રાવ વધારે: જો બાળક ને દૂધ બરાબર ન મળી રહેતું હોય ત્યારે જો માતા મેથી માથી બનાવેલા લાડુ નું સેવન કરે તો દૂધ નો સ્ત્રાવ વધારે છે. જેથી બાળકની શરીર ની રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે.

9. મેથી દ્વારા રાખીએ ત્વચાની સંભાળ : 1 ચમચી મેથી પાવડર , 1 ચમચી દૂધની મલાઈ, 1 ચમચી ગુલાબજળ લો. આ બધી વસ્તુ ને મિક્સ કરી માસ્ક બનાવી લો. તેને ચહેરા પર 15 થી 20 મિનિટ પર લગાવાથી ચહેરા પર ચમક વધે છે અને ખીલ થતાં અટકે છે.

10. પરસેવાની વાસને કરે દૂર: મેથી ને પલાળી અથવા તેના પાવડરને દૂધ માં નાખી ખાવાથી પરસેવા ની વાસ આવતી નથી.

આ પણ વાંચોઃહેર કલરને લાંબા સમય સુધી યથાવત રાખવા ફોલો કરો આ ટિપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(નોંધ- આ લેખ માત્ર જાણકારી માટે છે. આપે ઉપયોગ કરતા પૂર્વે આ બાબતે નિષ્ણાંતનો સંપર્ક કરવો)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">