શરીર ગોરું પણ ગરદન રહી ગઈ કાળી? ગરદનની કાળાશ ચપટીમાં આ રીતે કરો દૂર

શરીર ગોરું પણ ગરદન રહી ગઈ કાળી? ગરદનની કાળાશ ચપટીમાં આ રીતે કરો દૂર

આપણે ચહેરા પરની સ્કિનનું તો ધ્યાન રાખીએ છીએ પરંતુ શરીરના એવા કેટલાંય હિસ્સા છે જે આપણા ધ્યાન બહાર રહી જાય છે. ગરદન પણ આપણા શરીરનો આવો જ એક ભાગ છે. ગરદનની સુંદરતાને ખરાબ કરવા માટે ગરદન પર પડતી કરચલીઓમાં મેલ ભરાઈ જાય છે. જેને કારણે ગરદન કાળી અને ખરાબ દેખાય છે. જો તમને વધારે પરસેવો […]

Parul Mahadik

| Edited By: TV9 Webdesk11

Sep 14, 2020 | 9:08 PM

આપણે ચહેરા પરની સ્કિનનું તો ધ્યાન રાખીએ છીએ પરંતુ શરીરના એવા કેટલાંય હિસ્સા છે જે આપણા ધ્યાન બહાર રહી જાય છે. ગરદન પણ આપણા શરીરનો આવો જ એક ભાગ છે. ગરદનની સુંદરતાને ખરાબ કરવા માટે ગરદન પર પડતી કરચલીઓમાં મેલ ભરાઈ જાય છે. જેને કારણે ગરદન કાળી અને ખરાબ દેખાય છે. જો તમને વધારે પરસેવો થતો હોય તો પણ ગરદન કાળી પડી શકે છે. લાંબો સમય પરસેવો થાય તો યૂરિક એસિડને કારણે તમારી ગરદનની ત્વચા કાળી થઈ જાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગરમીની સીઝનમાં યુવતીઓ બેકલેસ અને સ્લીવલેસ કપડા પહેરવાનું પસંદ કરે છે. આમ છતાં ગરદન અને કોણી પર કાળાશ રહી જ જાય છે અને તમને શરમમાં મુકી દે છે. ગરદનની સારી રીતે સફાઈ ન કરવામાં આવે તો ત્યાં મેલ જમા થઈ જાય છે. અને સમય જતાં ત્યાં કાળા ધાબા પડી જાય છે. મોટાભાગે આનાથી બચવા તેમજ ત્વચાને ગોરી કરવાની માર્કેટમાં મળતી ક્રીમનો ઉપયોગ કરે છે. આવુ કરવાથી ફાયદા કરતા સાઈડ ઈફેક્ટ વધારે થાય છે.

આ છે અસરદારક ઉપાય

તમે આ ઘરઘથ્થુ વસ્તુઓને નહાતા પહેલા 1 કલાક લગાવી દો જેથી તેની અસર જોઈ શકો. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ગરદન પર ક્યારેય પણ વજન આપીને સ્ક્રબને રગડશો નહી આવુ કરવાથી ત્વચા લાલ થઈ શકે છે ત્વચા છોલાઈ શકે છે.

ખાંડ :
કાળી ગરદનથી છુટકારો મેળવવા ખાંડનો ઉપયોગ સ્ક્રબની જેમ કરો. સૌ પ્રથમ પાણીથી ગરદન ભીની કરી એક ચમચી ખાંડને હથેળી પર લઈને ગરદન પર લગાવો. અને સ્ક્રબિંગ કરો. ત્યારબાદ સાફ પાણીથી ધોઈલો. આ પાણીથી ગરદન પર હળવા હાથે મસાજ કરો.

બેકીંગ સોડા :
આ પેસ્ટ તૈયાર કરવા માટે 2 ચમચી બેકીંગ સોડામાં પાણી ભેળવીને સેમી લિક્વિડ ઘોળ બનાવી લો. પછી થોડા સમય પછી ગરદન પર લગાવી રાખો આનાથી પણ સારી અસર થશે.

કાચું પપૈયુ :

કાચા પપૈયાને કાપીને પેસ્ટ તૈયાર કરો તેમાં એક ચમચી ગુલાબ જળ અને દહીં નાખી ગરદન પર લગાવો. ત્યારબાદ સુકાઇ ગયા પછી ધોઈ લો. અઠવાડિયામાં આ પ્રયોગ એકાદ બે વાર કરો. આનાથી ગરદન ચમકશે.

મધ :
મધમાં લીંબુ ભેળવી લગાવવાથી ત્વચા ચમકીલી બનશે. ગરદન પર લગાવી રાખી સુકાઈ ગયા પછી ઠંડા પાણી ધોઈ લો. આવુ કરવાથી ગરદન પરની કરચલી તેમજ નિસ્તેજ ત્વચા દૂર થઈ જશે.

દહીં :
દહીં માત્ર ખાવામાં જ નહિ પરંતુ શરીરની સુંદરતા નિખારવામાં પણ મદદરૂપ બને છે. ગરદન પણ જામેલા મેલને દુર કરવા માટે એક મોટી ચમચી દહીંમાં હળદર મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ગરદન પર લગાવી છોડી દો. 15 મિનિટ બાદ હૂંફાળા પાણીથી મસાજ કરી તેને ધોઈ નાંખો. થોડા જ દિવસમાં ફરક દેખાશે.

લીંબૂ :
લીંબૂમાં વિટામીન સી હોવાથી તે નેચરલ બ્લીચનું કામ કરે છે. નહાતા પહેલા લીંબુનો રસ હળવા હાથે ગરદન પર લગાવી દો. સ્કીન સાફ ચમકીલી થઈ જશે.

મુલતાની માટી, ચંદન પાઉડર અને હળદરમાં જરૂર પ્રમાણેનું દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ગરદન પર ૧૫ મિનિટ લગાવી રાખો અને તે પછી હળવા ગરમ પાણીથી ધોઇ લો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati