મસાલામાં વપરાતું તમાલપત્ર વાસ્તવમાં આરોગ્ય માટે છે કમાલપત્ર

રસોઈમાં સ્વાદ વધારવા માટે દરેક ગૃહિણીઓ મરી મસાલાનો ઉપયોગ કરે છે. તેમાં પણ તમાલપત્રનો ઉપયોગ કરે છે, પણ આ એક મસાલો એવો છે જે શરીર માટે પણ બહુ ગુણકારી છે. ત્યારે જાણીએ તમાલપત્રના ફાયદાઓ. તમાલપત્ર દેશના કેટલાય ભાગમાં માલાબાર પત્તાના નામથી પણ ઓળખાય છે. એક એ જ પ્રકારનો મસાલો છે તેજપત્ર અથવા તમાલપત્ર જે શુગરના […]

મસાલામાં વપરાતું તમાલપત્ર વાસ્તવમાં આરોગ્ય માટે છે કમાલપત્ર
Parul Mahadik

| Edited By: Kunjan Shukal

Sep 18, 2020 | 1:52 PM

રસોઈમાં સ્વાદ વધારવા માટે દરેક ગૃહિણીઓ મરી મસાલાનો ઉપયોગ કરે છે. તેમાં પણ તમાલપત્રનો ઉપયોગ કરે છે, પણ આ એક મસાલો એવો છે જે શરીર માટે પણ બહુ ગુણકારી છે. ત્યારે જાણીએ તમાલપત્રના ફાયદાઓ.

તમાલપત્ર દેશના કેટલાય ભાગમાં માલાબાર પત્તાના નામથી પણ ઓળખાય છે. એક એ જ પ્રકારનો મસાલો છે તેજપત્ર અથવા તમાલપત્ર જે શુગરના ઘટતા કે વધતા પ્રમાણને ઝડપી કંટ્રોલમાં લાવી શકે છે.

– તમાલપત્રમાં વિટામિન એ અને વિટામિન સી મળી આવે છે. આ બંને જ વિટામિન ડેઈલી લાઇફ રૂટીન માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન એ આંખોની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે અને વિટામિન સી શરીરમાં શ્વેતકણની સંખ્યા જાળવી રાખવામાં મદદ કરે છે. શ્વેતકણ શરીરની ઇમ્યુનિટીને મજબૂત બનાવવાનું કામ કરે છે. એટલા માટે કોરોનાથી બચવા માટે હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા વિટામિન સી ખાવાની સલાહ આપે છે.

– તમાલપત્ર પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. આ સાથે જ શુગરની બીમારીઓમાં ઇન્સ્યુલિનની ઘટતી-વધતી માત્રાને પણ રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. તેને સૂપમાં પાઉડર, ચોખા અથવા પુલાવ અને દાળમાં તમાલપત્ર અથવા સ્મોલ પીસના સ્વરૂપે વપરાશમાં લઇ શકાય છે.

સદીઓથી તે સામાન્ય ઠંડા અને ફલૂના ઉપયોગ માટે ઉપયોગમાં લેવાય છે. સારા ઉપાયો માટે, લગભગ 10 મિનિટ માટે 2-3 પાંદડા ઉકાળો. હવે પાણીમાં સ્વચ્છ કાપડને ખાડો અને ફલૂ સામે લડવા માટે તેને છાતી પર મૂકો. આ પણ વારંવાર છીંકો રોકવા માટે કાર્ય કરે છે.

આ પણ વાંચોઃગરમી પડે તો પણ, હંમેશા હૂંફાળું પાણી જ પીવાનો રાખો આગ્રહ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati