સ્વાદ-સુગંધ માટે જ નહીં પણ હિંગના આ ફાયદા પણ વાંચો

ભોજનમાં સ્વાદ અને સુગંધ માટે હીંગનો પ્રયોગ ખાસ કરવામાં આવે છે અને પેટ માટે પણ તેને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ આરોગ્ય માટે હિંગના એક નહીં પણ ઘણા બધા ફાયદા છે. વિશ્વાસ નથી આવતો તો જાણો હિંગના આ ખાસ 5 ફાયદા Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

સ્વાદ-સુગંધ માટે જ નહીં પણ હિંગના આ ફાયદા પણ વાંચો
Parul Mahadik

| Edited By: Kunjan Shukal

Oct 22, 2020 | 4:30 PM

ભોજનમાં સ્વાદ અને સુગંધ માટે હીંગનો પ્રયોગ ખાસ કરવામાં આવે છે અને પેટ માટે પણ તેને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ આરોગ્ય માટે હિંગના એક નહીં પણ ઘણા બધા ફાયદા છે. વિશ્વાસ નથી આવતો તો જાણો હિંગના આ ખાસ 5 ફાયદા

Swad sugandh mate j nahi pan hing na aa fayda pan vancho

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1). કબજીયાતની ફરિયાદ થઈ હોય ત્યારે હિંગનો પ્રયોગ ખૂબ લાભદાયક છે. રાત્રે સુતા પહેલા હિંગના ચૂરણને પાણીમાં મેળવીને પીવાથી સવારે તેની અસર દેખાશે. સવારે પેટ પૂરી રીતે સાફ થઈ જશે.

2). જો ભૂખ નથી લાગતી અથવા તો ભૂખ લાગવાનું બંધ થઈ ગયું છે તો ભોજન કરતાં પહેલાં હિંગને ઘીમાં શેકીને આદુ અને માખણની સાથે ખાવાથી ફાયદો થશે અને ભૂખ પણ ખુલીને લાગશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Swad sugandh mate j nahi pan hing na aa fayda pan vancho

3). ત્વચામાં કાચ, કાંટો અથવા તો કોઈ ધારદાર વસ્તુ જતી રહી હોય તો અને તેને કાઢવામાં મુશ્કેલી આવી રહી હોય તો તે સ્થાન પર હિંગનું પાણી લગાવો અથવા તેની પેસ્ટ લગાવો, સ્કીનની અંદર ગયેલી વસ્તુ તેની જાતે જ બહાર નીકળી જશે.

4). જો કાનમાં દુખાવો થતો હોય તો તલના તેલમાં હિંગને ગરમ કરો અને તે તેલના બે ટીપા કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો સારો થઈ જશે.

5). દાંતમાં કેવિટી થવા પર પણ તમારા માટે હિંગ કામની વસ્તુ સાબિત થઈ શકે છે. જો દાંતમાં કીડા પડ્યા છે તો રાત્રે હિંગ દાંતમાં લગાવીને સૂઈ જાવ, કીડા તેની જાતે નીકળી જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati