શું તમને માઈગ્રેનની તકલીફ છે? તો આ ખોરાક ખાવાથી બચો

શું તમને માઈગ્રેનની તકલીફ છે? તો આ ખોરાક ખાવાથી બચો

માઈગ્રેન સાધારણ માથાનો દુખાવો નથી હોતો. તેમાં માથાના એક જ ભાગમાં દુખાવો થાય છે. આંખોની આગળ પ્રકાશની આડી ઉભી લાઈનો દેખાવા લાગે છે. ગભરામણ થાય છે. માથામાં અસહ્ય પીડાને કારણે ક્યારેક-ક્યારેક બ્રેઈન હેમરેજ અથવા તો લકવો પણ થઈ શકે છે. માઈગ્રેનના લક્ષણો સામાન્ય માથાના દુખાવા કરતાં એકદમ અલગ હોય છે. જેમાં વ્યક્તિની આંખોમાં અસામાન્ય ચમક […]

Parul Mahadik

| Edited By: Kunjan Shukal

Oct 29, 2020 | 4:10 PM

માઈગ્રેન સાધારણ માથાનો દુખાવો નથી હોતો. તેમાં માથાના એક જ ભાગમાં દુખાવો થાય છે. આંખોની આગળ પ્રકાશની આડી ઉભી લાઈનો દેખાવા લાગે છે. ગભરામણ થાય છે. માથામાં અસહ્ય પીડાને કારણે ક્યારેક-ક્યારેક બ્રેઈન હેમરેજ અથવા તો લકવો પણ થઈ શકે છે. માઈગ્રેનના લક્ષણો સામાન્ય માથાના દુખાવા કરતાં એકદમ અલગ હોય છે. જેમાં વ્યક્તિની આંખોમાં અસામાન્ય ચમક જોવા મળે છે. અને શરીરનો કોઈપણ ભાગ સુન્ન થઈ જાય છે.

Shu tamne migraine ni taklif che to aa khorak khava thi bacho

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજકાલ ડબ્બામાં પેક પદાર્થો અને જંકફૂડ ખૂબ જ કારણ જોવા મળી રહ્યું છે. જેમાં મેંદાનો પ્રયોગ મોટી માત્રામાં કરવામાં આવે છે. જો તમને માઈગ્રેનની ફરિયાદ છે તો તમે આ પદાર્થોનું સેવન બિલકુલ ના કરો. પનીર, ચોકલેટ, ચીઝ, નુડલ્સ, પાકેલા કેળા અને કેટલાક નટ્સમાં રાસાયણિક તત્વો જોવા મળે છે જે માઈગ્રેન વધારી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આજકાલની તણાવ અને ભાગદોડવાળી જિંદગીમાં રોજ વ્યાયામ, યોગ અને ધ્યાન કરવાથી તમે તમારા મગજને તણાવમુક્ત કરી શકો છો. તમે જે જગ્યા પર રહો અથવા કામ કરો તે જગ્યા પ્રકાશથી ચકાચૌંધ વાળી, તેજ ગંધવાળી ન હોવી જોઈએ. સાથે જ માઈગ્રેનના રોગીઓને સારી ઉંઘ લેવી ખૂબ જરૂરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati