શરીરની અશુદ્ધીઓને સાફ કરતી કિડનીના રોગોથી બચવું છે? તો આટલું જરૂર કરો અને કિડનીને બચાવો

કિડની આપણા શરીરમાંથી વિષાક્ત પદાર્થો, વધારાનું પાણી અને લોહીમાં હાજર અશુદ્ધિઓને યુરિન મારફતે દૂર કરવાનું કામ કરે છે. આ મહત્વપૂર્ણ અંગનું કામ અહીં જ પૂર્ણ નથી થતું પણ તે આપણા શરીરમાં પીએચ બેલેન્સ, મીઠું અને પોટેશિયમનું સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે. તેવામાં જરૂરી બની જાય છે કે આપણે કિડનીનું ખાસ ધ્યાન રાખીએ. આજકાલ કિડનીથી […]

શરીરની અશુદ્ધીઓને સાફ કરતી કિડનીના રોગોથી બચવું છે? તો આટલું જરૂર કરો અને કિડનીને બચાવો
Parul Mahadik

| Edited By: Pinak Shukla

Oct 08, 2020 | 12:58 PM

કિડની આપણા શરીરમાંથી વિષાક્ત પદાર્થો, વધારાનું પાણી અને લોહીમાં હાજર અશુદ્ધિઓને યુરિન મારફતે દૂર કરવાનું કામ કરે છે. આ મહત્વપૂર્ણ અંગનું કામ અહીં જ પૂર્ણ નથી થતું પણ તે આપણા શરીરમાં પીએચ બેલેન્સ, મીઠું અને પોટેશિયમનું સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે.

તેવામાં જરૂરી બની જાય છે કે આપણે કિડનીનું ખાસ ધ્યાન રાખીએ. આજકાલ કિડનીથી જોડાયેલા રોગોમાં કિડની ફેલ થવી, કિડનીમાં સ્ટોન અને યુરિનરી ઇનફેંશનની બીમારી સામાન્ય થઈ ગઈ છે. પણ અસંખ્ય લોકોને કિડનીના રોગ થવાની સંભાવના વધારે છે.

કિડનીના રોગથી બચવા આટલું કરો :

1). કિડની આપણા શરીરના વિષાક્ત પદાર્થોને યુરિન મારફતે બહાર કાઢે છે. રોજ 8 ગ્લાસ પાણી પીવાથી ક્રોનિક કિડની ડીસીઝનું જોખમ ઘટી જાય છે.

2). કેટલીકવાર આપણે પેશાબને રોકી રાખીએ છીએ જે કિડની માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જેનાથી કિડની પર દબાણ વધે છે અને કિડનીમાં સ્ટોન થવાની સંભાવના વધી જાય છે.

3). કેટલાક લોકોને વધારે ગળ્યું અને મીઠું ખારું ખાવાની આદત હોય છે. જેની વિપરીત અસર કિડની પર પડે છે. વધારે મીઠું ખાવાથી શરીરમાં સોડિયમની માત્રા વધી જાય છે. જેના કારણે બ્લડપ્રેશર વધે છે. અને કિડની સંબંધિત મુશ્કેલી ઉભી થાય છે. અને વધારે ગળ્યું ખાવાથી યુરિન મારફતે વધારે પ્રોટીન નીકળે છે. જેના કારણે કિડની ખરાબ થાય છે.

4). તમારે ધૂમ્રપાનથી દૂર રહેવું જોઈએ. કારણ કે તેનાથી આપણી રક્તકોશિકાઓને નુકશાન થાય છે. વધારે પડતી પેઇન કિલર લેવાથી પણ કિડની ડેમેજ થઈ શકે છે.

5). કિડનીને સ્વસ્થ રાખવા તમે એક્ટિવ રહો, સ્વસ્થ આહાર લો અને નિયમિત એક્સરસાઇઝ કરો.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને કિડનીનાં રોગ સંબંધી તજજ્ઞ ડોક્ટરની સલાહ પણ જરૂર લેવી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati