રોજેરોજ ભોજનમાં અથાણાંનું સેવન ઉભી કરી શકે છે આરોગ્યની આ સમસ્યાઓ, વાંચો આ અહેવાલ

મોટાભાગના લોકો ભોજન સાથે અલગ-અલગ પ્રકારના અથાણા ખાવાનું પસંદ કરે છે. જો તમે પણ અથાણા ખાવાના શોખિન છો તો તમને એ વાતની જાણ હોવી જોઈએ કે વધારે માત્રામાં અથાણાંનું સેવન આરોગ્ય માટે સમસ્યાઓ ઉભી કરી શકે છે. ભોજન સાથે ચટપટા અથાણાં ખાવાના શોખીન લોકોની કોઈ કમી નથી. અથાણું ભોજનનો સ્વાદ અને ભોજન માટેની રુચિને વધારે […]

રોજેરોજ ભોજનમાં અથાણાંનું સેવન ઉભી કરી શકે છે આરોગ્યની આ સમસ્યાઓ, વાંચો આ અહેવાલ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 19, 2021 | 10:39 AM

મોટાભાગના લોકો ભોજન સાથે અલગ-અલગ પ્રકારના અથાણા ખાવાનું પસંદ કરે છે. જો તમે પણ અથાણા ખાવાના શોખિન છો તો તમને એ વાતની જાણ હોવી જોઈએ કે વધારે માત્રામાં અથાણાંનું સેવન આરોગ્ય માટે સમસ્યાઓ ઉભી કરી શકે છે. ભોજન સાથે ચટપટા અથાણાં ખાવાના શોખીન લોકોની કોઈ કમી નથી. અથાણું ભોજનનો સ્વાદ અને ભોજન માટેની રુચિને વધારે છે. જો તમે પણ એ લોકોમાં સામેલ છો જે નિયમિત રીતે અથાણું ખાઓ છો તો એકવાર અથાણું ખાતાં પહેલાં તેના નુકશાન પણ જાણી લેજો.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણામાં તેલની માત્રા ખૂબ જ વધારે હોય છે અને તેમાં ઉપયોગમાં લેવાનારા મસાલા પણ ઘણીવાર યોગ્ય રીતે પકવેલા હોતા નથી. જેના કારણે કોલેસ્ટ્રોલ અને બીજી સમસ્યા થઈ શકે છે. અથાણાંનો પ્રયોગ એસીડીટીમાં વધારો કરે છે, જેના કારણે તમને ગેસ, ખાટા ઓડકાર વગેરે જેવી સમસ્યા થઈ શકે છે. અથાણાંમાં મીઠુંની માત્રા વધારે હોય છે, જે સોડિયમને વધારવાથી લઈને હાઈબ્લડપ્રેશર અને બીજી આરોગ્યલક્ષી સમસ્યા પણ ઉભી કરી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અથાણાંમાં મસાલા સિવાય સિરકાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેનું સેવન નિયમિત કરવાથી તમને ચાંદા પણ પડી શકે છે અને બીજી સમસ્યાઓ પણ પેદા થઈ શકે છે. અથાણું બનાવવા અને તેને સુરક્ષિત રાખવાની જગ્યા પર જે પ્રિઝર્વેટિવનો ઉપયોગ થાય છે, તે શરીર માટે હાનિકારક હોય છે અને એસીડીટીનું કારણ બની જાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">