રાતનું વધેલું વાસી ભોજન ખાનારા સાવધાન, વિવિધ આરોગ્યથી સમસ્યાને આપી રહ્યા છો નિમંત્રણ

આપણામાંથી ઘણા લોકો એવા હશે જે વધારે ભોજન બનવા પર બીજા દિવસે તેને ગરમ કરીને ખાતા હશે. તેમજ કેટલાક લોકો બીજે દિવસે વાસી ભોજનને ફરીવાર ગરમ કરીને પોતાના ટિફિનમાં લઈ જાય છે. પણ શું તમે જાણો છો કે વાસી ખોરાકને બીજી વાર ગરમ કરીને ખાવાથી તમારા આરોગ્ય પર તેનો હાનિકારક પ્રભાવ પડે છે ? જો […]

રાતનું વધેલું વાસી ભોજન ખાનારા સાવધાન, વિવિધ આરોગ્યથી સમસ્યાને આપી રહ્યા છો નિમંત્રણ
Parul Mahadik

| Edited By: Pinak Shukla

Jan 19, 2021 | 10:07 AM

આપણામાંથી ઘણા લોકો એવા હશે જે વધારે ભોજન બનવા પર બીજા દિવસે તેને ગરમ કરીને ખાતા હશે. તેમજ કેટલાક લોકો બીજે દિવસે વાસી ભોજનને ફરીવાર ગરમ કરીને પોતાના ટિફિનમાં લઈ જાય છે. પણ શું તમે જાણો છો કે વાસી ખોરાકને બીજી વાર ગરમ કરીને ખાવાથી તમારા આરોગ્ય પર તેનો હાનિકારક પ્રભાવ પડે છે ? જો નહીં તો આ લેખમાં અમે તમને બતાવીશું કે કઈ વસ્તુઓ ને બીજી વાર ગરમ કરીને ખાવાથી તમારા આરોગ્ય પર તેની ખરાબ અસર થાય છે. આવો જાણીએ કે કયા ખોરાક વાસી ખાવાથી તમને નુકસાન થઈ શકે છે.

 

1). મોટાભાગના લોકો રાત્રે વધેલા ચોખા એટલે કે ભાત બીજે દિવસે ગરમ કરીને ખાવાનું પસંદ કરે છે પરંતુ રાતના વાસી ચોખા કે ભાત ખાવાથી તમારા પાચન પર તેની અસર થાય છે અને પેટ સંબંધી સમસ્યાઓ તમને થઈ શકે છે. જેથી પ્રયત્ન કરો કે હંમેશા તાજો ખોરાક જ ખાવો અને હિસાબથી જ ભોજન બનાવો. જેથી તમારું ભોજન વધે નહિં

2). પાલકમાં આર્યન ભરપૂર માત્રામાં જોવા મળે છે. પણ વાસી પાલકની ભાજી ખાવાથી તેની તમારા આરોગ્ય પર હાનિકારક અસર થાય છે. જેથી બીજીવાર તેને ગરમ કરીને ખાવાથી બચવું જોઈએ. તેમાં જોવા મળતા નાઈટ્રેટ બીજી વાર ગરમ કરવાથી વિષાક્ત તત્વો ઉમેરાય છે,જેનાથી તમારા શરીર પર તેની ખરાબ અસર પડે છે.

raat-nu-vadhelu-ane-vaasi-bhojan-khanara-saavdhan-vividh-aarogya-ni-samsya-ne-nimantran

3). આપણે દરેક શાકભાજીમાં બટાકાનો ઉપયોગ કરીએ છીએ, પણ જો બટાકાની વધેલી વાસી શાક તમે બીજા દિવસે ગરમ કરીને ખાઓ છો તો તમને પેટ સંબંધિત મુશ્કેલી થઈ શકે છે. વાસી બટાકામાં પોષક તત્વોનો નાશ થઈ જાય છે.

4). ચિકન અને ઈંડા વાસી ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થાય છે કારણ કે વાસી ચિકન અને ઈંડા ને ગરમ કરીને ખાવાથી તેમાં પ્રોટીનના કમ્પોઝિશનમાં બદલાવ આવી જાય છે જે આરોગ્ય માટે નુકસાનકારક છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati