નવરાત્રીના નવ દિવસનાં ઉપવાસમાં પણ ઇમ્યુનિટી જાળવશે આ ત્રણ વસ્તુઓ, શરૂ કરો આ ઉપાય

વાયરસ સામે લડવા માટે ઇમ્યુનિટી બુસ્ટરની જરૂર પડે છે. વળી ધાર્મિક રીતે પણ આ વર્ષે વધુ ને વધુ લોકો ઉપવાસ કરી રહ્યા છે ત્યારે જાણીએ ઉપવાસમાં ઇમ્યુનિટી વધારવાનો ઉપાય તુલસી વર્ષોથી આપણા દેશમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. તુલસીનો રેગ્યુલર ઉપયોગ કરી શકાય છે. સવારે નરણાં કોઠે બે ગ્લાસ પાણી સાથે 5-7 પાન તુલસી લેવી. […]

નવરાત્રીના નવ દિવસનાં ઉપવાસમાં પણ ઇમ્યુનિટી જાળવશે આ ત્રણ વસ્તુઓ, શરૂ કરો આ ઉપાય
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 22, 2020 | 12:28 PM

વાયરસ સામે લડવા માટે ઇમ્યુનિટી બુસ્ટરની જરૂર પડે છે. વળી ધાર્મિક રીતે પણ આ વર્ષે વધુ ને વધુ લોકો ઉપવાસ કરી રહ્યા છે ત્યારે જાણીએ ઉપવાસમાં ઇમ્યુનિટી વધારવાનો ઉપાય

તુલસી વર્ષોથી આપણા દેશમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. તુલસીનો રેગ્યુલર ઉપયોગ કરી શકાય છે. સવારે નરણાં કોઠે બે ગ્લાસ પાણી સાથે 5-7 પાન તુલસી લેવી. તુલસીની ચા પણ બનાવી શકાય છે. રેગ્યુલર તુલસીનો ઉપયોગ કરવાથી સ્ટ્રેસ અને એનકઝાઇટી દૂર થાય છે.ડિપ્રેશનના પેશન્ટ માટે પણ તુલસી ખૂબ ઉપયોગી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તુલસીનું રેગ્યુલર સેવન કરવાથી હાર્ટના રોગોથી દૂર રહેવાય છે તે એન્ટિ-ઇન્ફ્લેમેટરી છે અને એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર છે. તે પેટના રોગોને દૂર રાખે છે. તે લેવાથી દસ દિવસમાં એસિડિટીમાં રાહત થાય છે કેન્સર સામે પ્રોટેક્શન આપે છે અનેબનાના ઇન્ફેક્શનથી દૂર રાખે છે. તુલસી નો મોટો ગુણ એ છે કે તે વાયરસને દૂર કરી શકે છે.

આમળા અત્યારે આમળાની સિઝન આવી ગઇ છે. ઉપવાસ દરમિયાન દરરોજ સવારે નરણાં કોઠે પાણી સાથે બેથી ત્રણ આમળાનું સેવન કરી લેવું. તેની ન્યુટ્રિશયનથી ભરેલા છે. શરીર માટે ખૂબ જ ગુણકારી છે. આમળાથી ઇમ્યુનિટી વધે છે અને તે મેટાબોલિઝમ પણ વધારે છે. તે વિટામિન સી થી ભરપૂર છે, તેના સેવનથી વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઓછું થાય છે. આમળા રેગ્યુલર લેવાથી કબજીયાત નો પ્રોબ્લેમ દૂર થાય છે. તેમાં રહેલા ફાઇબર્સથી રેગ્યુલર ઇન્ફેક્શન દૂર થાય છે. ખાસ કરીને ઉપવાસ દરમિયાન કબજિયાતનો પ્રોબ્લેમ વધી જાય ત્યારે આમળા રેગ્યુલરલી વાપરવા. આમળા થી વજન ઉતારવામાં મદદ મળી શકે છે

લીંબુ લીંબુ પણ વિટામિન સીથી ભરપૂર છે.દરરોજ સવારે પાણીમાં એક બે લીંબુ નાખીને વાપરો. તેનાથી હાઇડ્રેશન ઇમપ્રુવ થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેનો એન્ટિઓક્સિડેન્ટ, એન્ટીવાયરલ અને એન્ટી બેક્ટીરિયલ પ્રોપર્ટીનો ફાયદો લઇ શકાય છે. લીંબુથી શરીરમાં બેક્ટેરિયા ઇન્ફેકશન દૂર થાય છે. ઉપવાસને કારણે ઊલટી થાય તો તેનાથી દૂર રાખે છે. ગળાને રાહત આપે છે છાતીમાં કફનો ભરાવો દૂર કરે છે, પેશાબમાં થતી બળતરાને દૂર કરે છે ખોરાકમાં લીંબુ લેવાથી મીઠું ઓછુ વાપરી શકાય છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">