નાની ઉંમરે વાળ સફેદ થવાની સમસ્યાઓ બની રહી છે સામાન્ય, જાણો શું છે તેના કારણો અને ઉપાયો ?

ઘણા લોકોને નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે અને વાળ સફેદ થવાના કારણે તેમની ઉંમર પણ વધારે દેખાય છે. હકીકતમાં નાની ઉંમરમાં વાળ સફેદ થવા માટેના ઘણાં કારણો હોય છે. જેમ કે ખરાબ શેમ્પૂનો ઉપયોગ કરવો, ખાવા-પીવાની ખોટી આદતો, વધારે પડતો તણાવ, સ્મોકિંગ અને વગેરે. આ સિવાય ઘણી વાર શરીરમાં વિટામિનની ઉણપને કારણે […]

નાની ઉંમરે વાળ સફેદ થવાની સમસ્યાઓ બની રહી છે સામાન્ય, જાણો શું છે તેના કારણો અને ઉપાયો ?
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 18, 2020 | 6:52 PM

ઘણા લોકોને નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે અને વાળ સફેદ થવાના કારણે તેમની ઉંમર પણ વધારે દેખાય છે. હકીકતમાં નાની ઉંમરમાં વાળ સફેદ થવા માટેના ઘણાં કારણો હોય છે. જેમ કે ખરાબ શેમ્પૂનો ઉપયોગ કરવો, ખાવા-પીવાની ખોટી આદતો, વધારે પડતો તણાવ, સ્મોકિંગ અને વગેરે. આ સિવાય ઘણી વાર શરીરમાં વિટામિનની ઉણપને કારણે પણ વાળ સફેદ થવા લાગે છે. કેટલાક બાળકોના માથામાં પણ આપણે સફેદ વાળ જોઈ શકીએ છીએ. એના કારણો શું છે તે આજે જાણવાનો પ્રયત્ન કરીએ અને તેનો ઉપાય પણ જાણીએ.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિટામિનની ઉણપ

ઘણીવાર આપણા શરીરમાં વિટામિનની ઊણપ થઈ જાય છે અને આ ગુણોને કારણે નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે. જે લોકોને B-6, B-12, વિટામિન-D અથવા વિટામીન-E ની ઉણપ હોય છે, તેમને વાળ સફેદ થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. એટલે વિટામિનનો રિપોર્ટ જરૂર કરાવો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વારસાગત

ઘણીવાર વાળ સફેદ થવાની પાછળ વારસાગત એટલે કે અનુવાંશિક કારણ હોય છે. જો આપણા પરિવારમાં કોઈ વ્યક્તિને વાળ નાની ઉંમરમાં સફેદ થઈ જાય છે તો આપણને પણ જલ્દી વાળ સફેદ થવાની સંભાવના રહેલી છે. આપણા પરિવારના કોઈ સભ્યને નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે અથવા ખરવા લાગે છે તો આપણા વાળને પણ સફેદ થવાનો અને ખરવાનો ખતરો રહે છે.

તણાવ રહેવો

તણાવને કારણે આપણા શરીરમાં ઘણા પ્રકારના નુકસાન થાય છે. વધુ પડતો તણાવ હોવાને કારણે વ્યક્તિના મગજ પર પણ ખરાબ અસર પડે છે. વળી અમુક લોકોને વાળ સફેદ થવા લાગે છે અથવા ખરવા લાગે છે. હકીકતમાં આપણે જ્યારે વધુ પડતો તણાવ લઈએ છીએ, ત્યારે આપણા બ્રેઈન સેલ્સ પર તેનો ખરાબ પ્રભાવ પડે છે અને વાળ કમજોર થવા લાગે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વાળને સમયસર તેલ ન લગાવવું

તેલ વાળને પોષણ આપવાનું કામ કરે છે. તેથી વાળ પર તેલ ઓછું હોવાને કારણે વાળ કમજોર થવા લાગે છે અને ઘણી વખત સફેદ પણ થવા લાગે છે. એટલા માટે અઠવાડિયામાં બેથી ત્રણ વખત વાળને તેલથી માલિશ જરૂર કરવું.

કેવી રીતે કરશો સફેદ વાળને કાળા?

આજકાલ યુવાનો સફેદવાળની પરેશાનીથી કંટાળી વાળ કાળા કરવા માટે તેના પર હેર કલરનો પ્રયોગ કરે છે. હેર કલરનો ઉપયોગ કરવાથી વાળ કાળા તો જરૂર થાય છે, પરંતુ કમજોર થઈને ખરવા લાગે છે. એટલા માટે પોતાના વાળને ફરીથી કાળા કરવા માટે તેમના પર હેર કલરનો પ્રયોગ કરવાથી બચો અને હેર કલર ની જગ્યાએ નીચે બતાવેલા ઉપાયોનો જરૂર ઉપયોગ કરીને જુઓ. આ ઉપાયોને અજમાવવાથી વાળ કાળા થવા લાગશે અને સફેદ વાળની સમસ્યામાંથી પણ રાહત મળશે.

1. આમળા વાળ માટે ઉત્તમ માનવામાં આવે છે અને આમળાનો પાવડર વાળ પર લગાવવાથી વાળ કાળા થવા લાગે છે.

2. કુદરતી રીતે પોતાના વાળને કાળા કરવા માટે તેના પર મહેંદી લગાવી શકો છો. વાળ પર મહેંદી લગાવવાથી વાળ કાળા થાય છે અને ઘાટા અને મજબૂત પણ બને છે. વાળમાં મહેંદી લગાવવા માટે તમે તેમાં ચાનું પાણી સારી રીતે ઉકાળીને તે પાણીમાં મહેંદી મિક્સ કરી દેવી પછી આ મહેંદીને બે કલાક સુધી રાખી મૂકવી. ત્યારબાદ તેને પોતાના વાળમાં લગાવી લો અને જ્યારે તે સુકાઈ જાય તો વાળને પાણીની મદદથી સાફ કરી લો.

3. તમે પોતાની ડાયટમાં બીન્સ અને અન્ય પ્રકારના લીલા શાકભાજી શામેલ કરો. આ પ્રકારના શાકભાજી ખાવાથી શરીરમાં વિટામિનની ઉણપથી થતી નથી અને સફેદ વાળ પણ કાળા બની જાય છે.

4. કેમિકલવાળા શેમ્પુ અથવા હેર કેર પ્રોડક્ટનો ઉપયોગ ન કરો અને પોતાના વાળમાં સરસવનું તેલ જરૂર લગાવો.

5. યોગાસન કરવાથી પણ વાળને કાળા કરી શકાય છે એટલા માટે દરરોજ યોગ જરૂર કરો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">