જેમને ફ્લાવરનું શાક ભાવે છે તેમના માટે સારા સમાચાર, આ રહ્યા શાક ખાવાના 10 ખાસ અને અનમોલ ફાયદા

જેમને ફ્લાવરનું શાક ભાવે છે તેમના માટે સારા સમાચાર, આ રહ્યા શાક ખાવાના 10 ખાસ અને અનમોલ ફાયદા

ફ્લાવર સૌથી સરળ સાથે મળી રહેનાર શાકભાજી છે. જેનો પ્રયોગ ફક્ત શાકભાજી બનાવવા માટે નહિ, પરંતુ અલગ અલગ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે. આ શાક ભલે ખૂબ જ સામાન્ય હોય, પણ તેનાથી મળનાર ફાયદા ખૂબ જ ખાસ અને અનમોલ છે.આવો જાણીએ ફ્લાવરના ફાયદા. 1). ફ્લાવરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને લોહતત્વ ઉપરાંત […]

Parul Mahadik

| Edited By: Pinak Shukla

Oct 29, 2020 | 11:48 AM

ફ્લાવર સૌથી સરળ સાથે મળી રહેનાર શાકભાજી છે. જેનો પ્રયોગ ફક્ત શાકભાજી બનાવવા માટે નહિ, પરંતુ અલગ અલગ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે. આ શાક ભલે ખૂબ જ સામાન્ય હોય, પણ તેનાથી મળનાર ફાયદા ખૂબ જ ખાસ અને અનમોલ છે.આવો જાણીએ ફ્લાવરના ફાયદા.

1). ફ્લાવરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને લોહતત્વ ઉપરાંત વીટામીન એ, બી, સી, આયોડીન અને પોટેશિયમ અને થોડી માત્રામાં તાંબું પણ સામેલ હોય છે. ફ્લાવર તમને એક સાથે આટલા બધા પોષક તત્વો પ્રદાન કરે છે.

2). લોહી સાફ કરવામાં અને ચામડીના રોગોથી બચવા માટે ફ્લાવર ખૂબ જ ફાયદાકારક થાય છે. જેથી તમે ઈચ્છો તો ક્યાં તો શાક અથવા તો તેનો જ્યુસ બનાવીને પણ સેવન કરી શકો છો. આ બંને રીત કારગર સાબિત થશે.

3). સાંધાનો દુખાવો અથવા તો હાડકામાં દર્દની સમસ્યા થવા પર ફ્લાવર અને ગાજરનો રસ બરાબર માત્રામાં ભેળવીને પીવાથી ખૂબ લાભ થાય છે. લગભગ ત્રણ મહિના સુધી તેનો પ્રયોગ કરવો ફાયદાકારક રહેશે.

4). કોલાઈટીસ, પેટમાં દુખાવો અથવા પેટ સંબંધિત અન્ય સમસ્યાઓ માટે પણ ફ્લાવર ખૂબ કારગર છે. ચોખાના પાણીમાં તેના લીલા ભાગ ને પકવીને તેનું સેવન કરવાથી પેટની સમસ્યાઓથી છુટકારો મળે છે.

5). લીવર માં રહેલા એન્ઝાઇમ્સ ને સક્રિય કરવામાં ફ્લાવરનું સેવન મદદગાર થાય છે. તેના સેવનથી લીવરને યોગ્ય રીતે કામ કરવામાં મદદ મળે છે. તે શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે.

6). ગળા ની સમસ્યા જેમ કે ગળામાં દુખાવો, સોજો વગેરે થવા પર ફ્લાવરના પાનને પીસીને તેનો રસ કાઢો અને તેનું સેવન કરો, ફ્લાવરનો રસ ગળાની અનેક સમસ્યાઓ માટે પણ લાભકારી સાબિત થશે.

7). પેઢામાં દુખાવો, સોજો, પેઢામાં લોહી આવવાની સમસ્યા થવા પર ફ્લાવર ના પાનના રસના કોગળા કરવાથી ફાયદો થશે. તે પેરાથાઇરોઇડ ગ્રંથી ને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

8). ગર્ભાવસ્થા દરમિયાન પણ ફ્લાવર ખૂબ જ ફાયદાકારક છે. તે ફોલેટ, વિટામિન એ અને વિટામિન બીથી ભરપૂર હોય છે. અને કોશિકાના વિકાસની સાથે ગર્ભમાં રહેલા ભૃણને પણ ખૂબ જ લાભ થાય છે. ફ્લાવર વિટામિન સીનો પણ ઉત્તમ સ્ત્રોત છે.

9). વજન ઓછું કરવામાં ફ્લાવર ખૂબ ફાયદાકારક છે. તેમાં રહેલા વિટામિન સીથી વધારાની ચરબીને ઓછું કરવામાં મદદ કરે છે. તેમાં ફોલેટની હાજરી પણ મોટાપણા થી છુટકારો અપાવવા માટે મદદગાર થાય છે અને તેમાં સ્ટાર્ચ પણ નથી હોતું.

10). તે એન્ટી ઓક્સિડન્ટ અને સાથે સાથે કેલ્શિયમની માત્રા થી ભરપુર છે. જે તંત્રિકાઓના તંત્રને મજબૂત બનાવે છે. કેલ્શિયમ આપણાં હાડકાંને મજબૂત બનાવે છે અને શરીરને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati