જમ્યા પછી પાચનક્રિયા બગાડવા શું ના કરવું! શું કહે છે આયુર્વેદ?

જમ્યા પછી પાચનક્રિયા બગાડવા શું ના કરવું! શું કહે છે આયુર્વેદ?

આયુર્વેદ અનુસાર કોઈ કામો એવાં હોય છે જેને કરવાથી પાચનક્રિયા તીવ્ર થાય છે. ઉપરાંત કોઈ કામ આનાથી વિપરીત હોય છે કે જેને કરવાથી આપણા શરીર પર ઉલટી અસર કરે છે. નીચે દર્શાવેલ કામો ભોજન કર્યા પછી ક્યારેય ન કરવા જોઈએ. આમ કરવાથી તબિયત પર તેની ખરાબ અસર પડે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

Parul Mahadik

| Edited By: Kunjan Shukal

Sep 18, 2020 | 6:47 PM

આયુર્વેદ અનુસાર કોઈ કામો એવાં હોય છે જેને કરવાથી પાચનક્રિયા તીવ્ર થાય છે. ઉપરાંત કોઈ કામ આનાથી વિપરીત હોય છે કે જેને કરવાથી આપણા શરીર પર ઉલટી અસર કરે છે. નીચે દર્શાવેલ કામો ભોજન કર્યા પછી ક્યારેય ન કરવા જોઈએ. આમ કરવાથી તબિયત પર તેની ખરાબ અસર પડે છે.

Jamya pachi pachankriya bagadva shu na karvu shu keh che ayurved?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ફળ ન ખાવા:

કહેવાય છે કે ફળ ભોજન કર્યા પછી ખાવા જોઈએ.પરંતુ આ ઘણા ઓછા લોકો જાણે છે કે ખાધા પહેલા અને ખાધા પછી તરત જ ફળ ખાવા એ લાભદાયી નથી. જમ્યા પછી તરત જ ફળ ખાવાથી શરીરને નુક્શાન પહોંચી શકે છે. આમ કરવાથી ગેસની સમસ્યા થાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Jamya pachi pachankriya bagadva shu na karvu shu keh che ayurved?

ચા-કોફીનું સેવન ન કરવું:

જે લોકો ચા-કોફી પીવાના શોખીન હોય તે ભોજન બાદ આને પીવાનું પસંદ કરે છે. ભોજન પછી તરત જ આનું સેવન કરવાથી ભોજન પચવામાં તકલીફ પડે છે અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

Jamya pachi pachankriya bagadva shu na karvu shu keh che ayurved?

ન્હાવું ન જોઈએ:

યોગ્યે સમયે ન્હાવું અને ખાવું એ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે કે જેનો ખાવાનો અને ન્હાવાનો સમય નિશ્ચિત ન હોય. જમ્યા પછી તરત જ ન્હાવું તે સૌથી વધારે નુકશાનકારક માનવામાં આવે છે. આમ કરવાથી પેટની ચરબી વધે છે અને પાચનક્રિયા પણ ધીમી પડી જાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Jamya pachi pachankriya bagadva shu na karvu shu keh che ayurved?

ધુમ્રપાન ન કરવું:

આમ તો કોઈપણ સમયે ધૂમ્રપાન ન કરવું જોઈએ. જે શરીર માટે અત્યંત નુકશાનકારક છે. પરંતુ ભોજન બાદ તરત જ ધૂમ્રપાન કરવું તે ઘાતક સાબિત થઈ શકે છે. આમ કરવાથી કેન્સરની સંભાવના વધી જાય છે.

 

તરત ન ઊંઘવું:

ઘણા લોકો ભોજન કર્યા બાદ સૂવાનું પસંદ કરે છે, પરંતુ જમ્યા પછી એ શરીર માટે નુકસાનકારક નીવડે છે. જમ્યા પછી તરત સૂવાથી ભોજનનું પાચન યોગ્ય રીતે થતું નથી, જેને પરિણામે મોટાપો, ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati