હૃદયની નળીઓમાંથી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરશે આ પાંચ સંજીવની, જાણો આ ઘરેલું દવા

હૃદયની નળીઓમાંથી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરશે આ પાંચ સંજીવની, જાણો આ ઘરેલું દવા

હૃદયરોગ અને હાર્ટ એટેક નું સૌથી મોટું કારણ હોય છે હૃદયની ધમનીઓ અને શિરાઓમાં કોલેસ્ટ્રોલ જમા થઈ જવું. કોલેસ્ટ્રોલના જમા થવાને કારણે નળીઓ અંદરથી સાંકડી થઇ જાય છે. અને હૃદય સુધી પર્યાપ્ત માત્રામાં લોહી પહોંચી શકતું નથી. ચરબી વધારે જામી જવાથી આ નળીઓ બંધ થઈ જાય છે. ,ત્યારે હૃદય સુધી લોહી પહોંચી ન શકવાના કારણે […]

Parul Mahadik

| Edited By: Pinak Shukla

Jan 16, 2021 | 3:08 PM

હૃદયરોગ અને હાર્ટ એટેક નું સૌથી મોટું કારણ હોય છે હૃદયની ધમનીઓ અને શિરાઓમાં કોલેસ્ટ્રોલ જમા થઈ જવું. કોલેસ્ટ્રોલના જમા થવાને કારણે નળીઓ અંદરથી સાંકડી થઇ જાય છે. અને હૃદય સુધી પર્યાપ્ત માત્રામાં લોહી પહોંચી શકતું નથી. ચરબી વધારે જામી જવાથી આ નળીઓ બંધ થઈ જાય છે. ,ત્યારે હૃદય સુધી લોહી પહોંચી ન શકવાના કારણે હાર્ટ એટેકની નોબત આવે છે.

જો તમે પણ હાઈ કોલેસ્ટ્રોલના દર્દી છો, અને બાયપાસ સર્જરી અથવા તો એન્જિયોપ્લાસ્ટીમાંથી પસાર થવા નથી માગતા, તો ઘરેલુ દવાનું સેવન તમારી મદદ કરી શકે છે. આ દવા હૃદયની નળીઓ થી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ સાબિત થશે. જાણીએ આ દવા કેવી રીતે બનાવશો ? દવા બનાવવા માટે તમને પાંચ વસ્તુની જરૂર પડશે.

લીંબુનો રસ એક કપ આદુનો રસ એક કપ કાંદાનો રસ એક કપ મધ ત્રણ કપ સફરજનનો સિરકો એક કપ

આ વાતનુ પુરતુ ધ્યાન રાખો કે સફરજનનો સિરકો ઘર પર જ બનાવેલો હોય અને પૂરી રીતે પ્રાકૃતિક હોય.

બનાવવાની રીત :

ઉપર જણાવેલા ચારેય રસને એકસાથે ભેગા કરી લો. અને એક વાસણમાં ગેસ પર ધીમી આંચ પર મૂકો. લગભગ અડધા કલાકથી એક કલાક સુધી ઉકાળ્યા પછી, જ્યારે આ મિશ્રણ ત્રણ કપ જેટલું રહી જાય, ત્યારે તેને ગેસ પરથી ઉતારી લો. અને ઠંડુ થવા માટે રાખી દો. તે ઠંડુ થઈ જાય ત્યારે તેમાં ત્રણ કપ મધ સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને કોઈ બોટલમાં મૂકી દો.

રોજ સવારે ઉઠીને ખાલી પેટે એક ચમચી આ દવાનું સેવન કરો.ભલે તમને તેનો સ્વાદ પસંદ ન આવે, પણ નિયમિત રૂપથી તેના સેવનથી તમને હાર્ટ એટેકથી સુરક્ષિત રાખીને તમારી જીંદગી બચાવવા માં તે ખૂબ મદદગાર સાબિત થશે. અને તમે બાયપાસ સર્જરી અને એન્જિયોપ્લાસ્ટીથી બચી શકશો.

નોંધ- આરોગ્ય સંદર્ભની આ તસવીરો પ્રતિકાત્મક છે અને આ સંદર્ભમાં તજજ્ઞ તબીબની સલાહ લેવી જરૂરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati