Health Tips : મહિલાઓએ ભૂલ્યા વિના વિટામિન સીનું સેવન કરવું જરૂરી

મહિલાઓની રોજની ભાગદોડમાં કેટલાક ફાયદાકારક સપ્લિમેન્ટ છૂટી જાય છે. જેમાંથી એક છે વિટામિન સી. (Vitamin C) જે શરીર માટે ખૂબ જ જરૂરી છે.

Health Tips : મહિલાઓએ ભૂલ્યા વિના વિટામિન સીનું સેવન કરવું જરૂરી
વિટામિન સી
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 01, 2021 | 3:20 PM

Health Tips: મહિલાઓની રોજની ભાગદોડમાં કેટલાક ફાયદાકારક સપ્લિમેન્ટ છૂટી જાય છે. જેમાંથી એક છે વિટામિન સી. (Vitamin C) જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન સી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ભોજન અને બીજા સપ્લિમેન્ટ દ્વારા રોજ તેનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. તે મહિલાઓ માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આવો તેના પર એક નજર નાખીએ.

ગર્ભાવસ્થા દરમિયાન (Pregnancy) ગર્ભમાં રહેલા બાળકની જરૂરિયાતો તેમજ સ્તનપાન કરાવનારી મહિલાઓ માટે વિટામિન સીની જરૂરી સૌથી વધારે રહે છે. ગર્ભવતી મહિલાઓને વિટામિન સીના સપ્લીમેન્ટ આપીને ગર્ભાવસ્થા સંબંધિત જટિલ સમસ્યાઓના ખતરાને પણ ઓછુ કરી શકાય છે. ખાણીપીણી દ્વારા પણ તેની પૂર્તિ કરી શકાય છે.

તણાવ અને હાઇ બ્લડ પ્રેશર માટે (Stress) તણાવ શરીર માટે વિભિન્ન પ્રક્રિયાઓને પ્રભાવિત કરે છે. જેમ કે હોર્મોન્સનું નિર્માણ, માસિક ચક્ર, મહિલાઓ અને પુરુષ પ્રજનન ક્ષમતા અને પાચન ક્રિયા વગેરે. વિટામિન સી તણાવ વાળા હોર્મોન્સને ઓછા કરે છે. તેના નિયમિત સેવનથી હાઈ બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરી શકાય છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

હૃદય રોગના ખતરાને ઘટાડે છે (Heart Disease) વિટામિન સી હૃદય રોગના ખતરાને પણ ઓછુ કરે છે. તે લોહીમાં હૃદયરોગ માટે ઉત્પન્ન કરનારા કારકો જેમ કે હાનિકારક એલડીએલ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઈડના પ્રભાવને ઓછો કરે છે.

ઉંમરના આધાર પર વિટામિન સીની જરૂરિયાત જાણીએ

13 થી 15 વર્ષ–66 મિલીગ્રામ પ્રતિ દિવસ 16 થી 18 વર્ષ–68 મિલિગ્રામ મહિલાઓ–65 મિલિગ્રામ ગર્ભવતી મહિલાઓ–80 મિલી ગ્રામ સ્તનપાન કરાવનારી મહિલાઓ– 115 મિલિગ્રામ

વિટામીન સી કેવી રીતે મળી શકે છે લીંબુ, ટામેટા અને બટાકા વિટામિન સીના મુખ્ય સ્ત્રોત છે. અન્ય સારા ખાદ્ય પદાર્થોમાં પણ તે સામેલ છે. સીમલા મરચા, કિવી, સ્ટ્રોબેરી અને તરબૂચ ઉપરાંત કેટલાક ફળ એવા હોય છે જેમાં સંતરા અને લીંબૂ સૌથી વધારે વિટામિન સી ધરાવે છે, તેમાં જમરૂખ કેરી અને પપૈયા પણ છે. જમરૂખમાં 376 મિલિગ્રામ, કેરીમાં 120 મિલિગ્રામ અને પપૈયામાં 96 મિલીગ્રામ સુધી વિટામિન સી હોય છે.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.)

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">