Health Tips: નહિ થાય ફેફસાને કોઈ નુકશાન, અપનાવો આ ઘરગથ્થુ ઉપાય

ફેફસાને સ્વસ્થ રાખવા માટે કેટલીક સાવધાની રાખીએ અને ફેફસા પર કોઈ બાહ્ય વાઇરસનો હુમલો ન થાય તો ફેફસાને સરળતાથી સ્વસ્થ રાખી શકાય.

Health Tips: નહિ થાય ફેફસાને કોઈ નુકશાન, અપનાવો આ ઘરગથ્થુ ઉપાય
File Photo
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 24, 2021 | 5:08 PM

સિનિયર સિટીઝનોમાં રોગપ્રતિકારક શક્તિની ઉણપ જોવા મળે છે. કોવિડના આ સમયગાળામાં કઈ રીતે આરોગ્ય અને ખાસ કરીને ફેફસાને સ્વસ્થ તંદુરસ્ત રાખી શકાય તે માટેની વિવિધ કસરતો તથા સેવન કરી શકાય તેવી વસ્તુઓ વિશે આજે વાત કરીશું. ફેફસાને સ્વસ્થ રાખવા માટે કેટલીક સાવધાની રાખીએ અને ફેફસા પર કોઈ બાહ્ય વાઇરસનો હુમલો ન થાય તો ફેફસાને સરળતાથી સ્વસ્થ રાખી શકાય.

સ્ટીમ થેરપી બનશે સચોટ ઈલાજ સ્ટીમ થેરપી ફેફસાંને કુદરતી રીતે સાફ કરવામાં ખૂબ અસરકારક છે. સ્ટીમ થેરપી વાયુ માર્ગ ખોલવામાં અને ફેફસામાં ભરેલા કફને બહાર કાઢી તેને શુદ્ધ કરે છે.

એર પ્યોરીફાયર્સનો ઉપયોગ કરો જો તમે ફેફસાને સાફ રાખવા માંગતા હો તો, પહેલા ઘરની હવાની ગુણવત્તા તરફ ધ્યાન આપવું જોઈએ. ઘરની હવાની ગુણવત્તામાં સુધારો કરીને ફેફસાં સાફ રાખી શકો છો. આ માટે તમે એર પ્યોરીફાયર ખરીદી શકો છો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

શ્વાસની કસરત કેવી રીતે કરશો

કસરત કરતી વખતે સૌ પ્રથમ શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. હવે ઊંડા શ્વાસ લો. જેથી ફેફસામાં ઓક્સિજન ભરાય. પાંચ સેકન્ડ માટે શ્વાસ રોકી રાખો અને પછી પાંચ સેકન્ડમાં શ્વાસ બહાર કાઢો. આ ક્રિયા રોજ 5 મિનિટ કરો.

ખૂબ હસો

હસવું સ્વાસ્થ્ય માટે પણ સારું છે. પેટના સ્નાયુઓ અને ફેફસાની ક્ષમતા વધારવા માટે એક સારી કસરત છે. તે ફેફસાં સાફ કરે છે.

ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ ખાદ્ય પદાર્થ

ગ્રીન ટી તે ખૂબ ફાયદાકારક છે. ગ્રીન ટીમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ફેફ્સાંની બળતરા ઘટાડે છે. તેના સંયોજનો હાનિકર્તા અસરથી ફેફસાનાં કોષોને સુરક્ષિત રાખે છે.

હળદર

હળદરથી અનેક રોગોથી બચી શકાય છે. તે એન્ટીવાયરલ હોવાથી ફેફસાંને ચેપથી બચાવે છે. દૂધમાં હળદર મિક્સ કરી શકો છો. ફેફસાને સ્વસ્થ રાખવા તે અન્ય બીમારીઓથી પણ બચાવે છે.

તુલસી

તુલસીના પાન ફેફસાને સ્વસ્થ રાખે છે. દરરોજ ચાર પાંચ પાન ચાવીને ખાઓ. તુલસીનો ઉકાળો બનાવીને પી શકો છો.

જો શ્વાસ ચડે તો શું કરવું?

ગભરાશો નહીં તેનાથી શ્વાસ ચડવાની સમસ્યા વધી શકે છે. પથારીમાં સીધા સૂઈ જાઓ અને ઊંડા શ્વાસ લેવાનો પ્રયત્ન કરો. નજીકની વ્યક્તિને જાણ કરો. જરૂર લાગે તો ડોક્ટરનું માર્ગદર્શન લો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">