Health Tips : જાણો લાલ મરચાની તીવ્રતા કેન્સરને દૂર કરવામાં કેવી રીતે મદદગાર છે ?

Health Tips : આજકાલ લોકો અનેક બીમારીનો શિકાર બનતા હોય છે. જો ખોરાકમાં લાલ મરચું (Red Chilly) પાવડરને સામેલ કરવાથી અનેક બીમારીઓ સામે લડી શકાય છે.

Health Tips : જાણો લાલ મરચાની તીવ્રતા કેન્સરને દૂર કરવામાં કેવી રીતે મદદગાર છે ?
લાલ મરચા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2021 | 10:09 AM

Health Tips : કોરોના કાળમાં સ્વસ્થ રહેવું એ કોઈ મોટા પડકારથી ઓછું નથી. આ માટે સ્વાસ્થ્ય ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. નિષ્ણાતોના મતે, આધુનિક સમયમાં નબળી જીવનશૈલી, ખોટો આહાર, તાણ અને અસ્વસ્થતાને લીધે લોકોમાં ડાયાબિટીઝ, જાડાપણું, અનિદ્રા, હાઈ બ્લડ પ્રેશર વગેરે રોગોની ફરિયાદો વધી છે.

આ ઉપરાંત, પ્રદૂષિત વાતાવરણમાં રહેવાથી શ્વસન રોગોનું જોખમ પણ વધ્યું છે. આ રોગોથી બચવા માટે, નિયમિત અને સંતુલિત આહાર, યોગ્ય નિયમિત અને વર્કઆઉટ જરૂરી છે. તે ફક્ત તમને સ્વસ્થ રાખશે એટલું જ નહીં પરંતુ તમારું આયુષ્ય પણ વધારી શકે છે. જો તમે પણ સ્વસ્થ રહીને લાંબુ જીવન જીવવા માંગતા હો, તો ચોક્કસપણે તમારા આહારમાં લાલ મરચાનો સમાવેશ કરો. એક નવા સંશોધનથી બહાર આવ્યું છે કે લાલ મરચાનો (Red Chilly) નિયમિત સેવન કરવાથી ઉંમર વધે છે.

વર્ચુઅલ કોન્ફરન્સ “સાયન્ટિફિક સેશન 2020” માં, અમેરિકન હાર્ટ એસોસિએશન (એએચએ) એક સંશોધન દ્વારા સાબિત કર્યું છે કે મરચાના પાવડરના નિયમિત સેવનથી લાંબું જીવન મળી શકે છે. લાલ મરચું એન્ટીઓક્સીડેન્ટ, એન્ટિ-કેન્સર, એન્ટી-ઇન્ફ્લેમેટરી અને બ્લડ સુગરને નિયંત્રિત કરવાના ગુણધર્મો ધરાવે છે. આ તમામ ગુણધર્મો હૃદયરોગ અને કેન્સરનું જોખમ ઘટાડે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) મદ્રાસના સંશોધનકારોનું કહેવું છે કે, લાલ મરચાંની તીવ્રતા માટે જવાબદાર કમ્પાઉન્ડ પ્રોસ્ટેટ ગ્રંથિમાં કેન્સરના કોષોનો નાશ કરવામાં મહત્વનું સાબિત થઈ શકે છે.

સંશોધનકારોએ તેમના અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે મરચાંના કમ્પાઉન્ડ કેપ્સિનની મદદથી, એક દિવસ એવા ઈંજેક્શન અથવા દવાઓની ગોળી બનશે જે કેન્સરથી બચવા માટે મહત્વની સાબિત થશે.

સંશોધનકાર અશોકકુમાર મિશ્રા અને જિતેન્દ્ર સ્વાઈને અભ્યાસમાં શોધ્યું છે કે, આ સંયોજનનું પ્રમાણ સેલ્યુલર પટલને તોડવામાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે અને તેનાથી જ કેન્સરની સારવાર થઈ શકે છે.

લગભગ 15 વર્ષ પહેલાં, સંશોધનકારોએ શોધી કાઢ્યું હતું કે કેપ્સાઇસીન ઉંદરમાં પ્રોસ્ટેટ કેન્સરના કોષોને મારી નાખવાનું મહત્વનું પરિબળ બની હતી. જ્યારે તે અન્ય તંદુરસ્ત કોષોને અસર કરતા નથી.

જો કે, તેને મનુષ્યોમાં લાગુ પાડવામાં આવે કે નહીં  તે જાણી શકાયું કે માણસોએ આ સમાન પરિણામ મેળવવા માટે દરરોજ કાળા મરી  ઉપયોગમાં  લેવું પડશે.

સંશોધકોએ નવી દવાઓ પર તેની અસરને સમજવા માટે ધ્યાન કેપ્સાસીન પર કેન્દ્રિત કર્યું. આ અભ્યાસ ફિઝિકલ કેમિસ્ટ્રી બી જર્નલમાં પ્રકાશિત થયો છે.

નોંધનીય છે કે લાલ મરચાં કે લાલ મરચું પાઉડર ખાવાના આરોગ્યની દ્રષ્ટિએ કેટલાક નુકશાન પણ છે. તમારા ફેમિલી તબીબનો તેના માટે સંપર્ક કરી શકો છો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">