Health Tips : ગરમીની સીઝનમાં પાણીની કમીને દૂર કરી આરોગ્ય માટે આ ફાયદા કરાવશે રસદાર ફળ લીચી

Health Tips :  લીચી એક સ્વાદિષ્ટ રસદાર ફળ છે. જે ગરમીની મોસમમાં આવે છે. ગરમીની સિઝનમાં લીચીનું સેવન પાણીની કમીને દૂર કરે છે. વાસ્તવમાં લીચી ફક્ત સ્વાદ જ નહીં પરંતુ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

Health Tips : ગરમીની સીઝનમાં પાણીની કમીને દૂર કરી આરોગ્ય માટે આ ફાયદા કરાવશે રસદાર ફળ લીચી
સાંકેતિક તસ્વીર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 13, 2021 | 5:21 PM

Health Tips :  લીચી એક સ્વાદિષ્ટ રસદાર ફળ છે. જે ગરમીની મોસમમાં આવે છે. ગરમીની સિઝનમાં લીચીનું સેવન પાણીની કમીને દૂર કરે છે. વાસ્તવમાં લીચી ફક્ત સ્વાદ જ નહીં પરંતુ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

લિચીમાં વિટામિન સી, વિટામિન બી6, નિયાસિન રિબોફ્લાવિન, ફોલેટ, તાંબુ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને મેગ્નેટ ખનીજ તત્વો જોવા મળે છે. જે આપણા શરીર અને પેટને ઠંડક આપે છે. તેના સેવનથી ઇમ્યૂનિટીને મજબૂત બનાવી શકાય છે. લીચીમાં જોવા મળતા પોષક તત્વ ઇમ્યુનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વાસ્તવમાં મજબૂતી ઇમ્યુનિટીથ કોઇપણ વાયરલ સંક્રમણથી બચવામાં કામ લાગે છે. એટલું જ નહીં તેને પાચન માટે પણ સારું માનવામાં આવે છે.

Health Tips : Health Tips : Know the benefits of Lychee fruit

સાંકેતિક તસ્વીર

લીચીમાં બીટા-કેરોટીન, વિટામિન સી અને અન્ય એન્ટીઓક્સીડેન્ટ જેવા જૈવ રાસાયણિક પદાર્થો ભરપૂર માત્રામાં હોય છે. જે ત્વચાને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

લીચી ખાવાના ફાયદા :

પાચન તંત્ર : પાચન તંત્રને તંદુરસ્ત રાખી શકાય છે. તેમાં ફાઇબર સારી માત્રામાં જોવા મળે છે. જે પાચનને સારી રીતે મદદ કરે. એટલું જ નહીં ગરમીમાં તેના સેવનથી ઊલટી અને ઝાડાની સમસ્યામાંથી બચી શકાય છે.

ડીહાઇડ્રેશન : ગરમીમાં શરીરને ડિહાઇડ્રેશનથી બચવા માટે તમે લિચીને ડાયટમાં સામેલ કરી શકો છ. જેમાં સારી માત્રામાં પાણી પણ જોવા મળે છે. જે શરીરમાં પાણીની કમી દૂર કરવામાં મદદ કરે છે.

ઇમ્યુનિટી : લીચીમાં વિટામીન સી, બીટાકેરોટિન, નિયાસિન રિબોફ્લાવિન અને ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે જે ઇમ્યૂનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જેના સેવન થી ઇમ્યુનિટી મજબૂત કરી શકાય છે.

બ્લડ પ્રેશર : બ્લડપ્રેશરના દર્દીઓ માટે લિચીનું સેવન ખુબ જ ફાયદાકારક છે. જેમાં મોટી માત્રામાં પોટેશિયમ અને સોડિયમ જોવા મળે છે. જે નસોમાં લોહીનું સંચાર ને કરીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">