Health Tips: તમારી સાથે બાળકની ત્વચાનું પણ કેવી રીતે રાખશો ધ્યાન? મેળવો આ ખાસ ટીપ્સ

Health Tips : ઘણા બાળકોને સ્વચ્છ ત્વચા અને સ્વસ્થ વાળની સમસ્યા ઉદ્ભવે છે. એટલે નાનપણથી જ બાળકની ત્વચાની (Child Skin) સંભાળ રાખવી ખૂબ જરૂરી છે.

Health Tips: તમારી સાથે બાળકની ત્વચાનું પણ કેવી રીતે રાખશો ધ્યાન? મેળવો આ ખાસ ટીપ્સ
બાળકની ત્વચાનું આ રીતે રાખો ધ્યાન
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 02, 2021 | 5:29 PM

Health Tips : લગભગ દરેક નાના બાળકની ત્વચા સુંદર અને કોમળ હોય છે. બાળકને પૂરતી ઊંઘ અને તાજી હવા મળે છે. રમતને કારણે કુદરતી જ એક્સરસાઇઝ થઈ જાય તેમ છતાં આજે પ્રદુષણ વધ્યું છે. અને સાથે-સાથે ફાસ્ટફૂડ મુખ્ય આહાર થઈ ગયો છે. તેથી ઘણા બાળકોને સ્વચ્છ ત્વચા અને સ્વસ્થ વાળની સમસ્યા ઉદ્ભવે છે. એટલે નાનપણથી જ બાળકની ત્વચાની (Child Skin) સંભાળ રાખવી ખૂબ જરૂરી છે.

ઊંઘ ખાસ ધ્યાન રાખો કે તમારું બાળક 8 થી 9 કલાક નિંદ્રા લે. રાત્રે વહેલું સુવડાવો અને સવારે વહેલું ઉઠવાની આદત પાડો. રૂમમાં હવા-ઉજાસ આવતો હોવો જોઈએ. બાળકનો નાઈટ ડ્રેસ ખૂલતો અને સુંવાળો હોય તેનું ધ્યાન રાખવું.

ચમકીલા દાંત દાંતના સ્વાસ્થ્ય માટે તમે કેટલી વાર ખાઓ છો તે મહત્વનું છે. વારંવાર નાસ્તો કરવાથી આખા દિવસમાં નવા બેક્ટેરિયાના ઉમેરો થતો જાય છે. અને તેમાં જો બાળક બ્રશ કરવાનું કે કોગળા કરવાનું ભૂલી જાય તો એસિડ ઉત્પન્ન થઈ તેમાં કિટાણું વધવાની શક્યતાઓ ઝડપી બને છે. તેથી નાસ્તો કર્યા બાદ બ્રશ કરવું અથવા કોગળા જરૂર કરાવો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આહાર બાળકની પાચનશક્તિ રોગ પ્રતિકારક શક્તિ અને સ્ફૂર્તિ માટે ફળ, શાકભાજી, ડ્રાયફ્રુટ, દૂધ, સમતોલ આહાર એ પૂર્વશરત છે. બાળપણથી જ આ આદત પાડવામાં આવે તો મુશ્કેલીઓને દૂર કરી શકાય છે. બ્રાઉન રાઈસ, ફણગાવેલા કઠોળ સહિતના આહાર પણ બાળકને આપવો જોઈએ. ફાસ્ટ ફૂડનો ઉપયોગ નહિવત્ પ્રમાણમાં જ કરવો.

એ હંમેશા યાદ રાખો. બાળકને અને હેલ્ધી ખોરાક જ આપશો. બાળક જે દિવસે ફાસ્ટ ફૂડ ખાય તેના બીજા દિવસે હળવો ખોરાક આપો. તે સુપાચ્ય હોવો જોઈએ જેથી બેલેન્સ જળવાઈ રહે. પાણી બેસ્ટ છે એ વાત બાળકને ખાસ સમજાવી ફ્રુટ જ્યુસ, નારિયેળ પાણી, શેરડીનો રસ વગેરે સ્વાસ્થ્યવર્ધક પીણાં આપો.

ત્વચાને સાફ કરવા માટે સાબુ સરળ ઉપાય છે. પરંતુ શ્રેષ્ઠ ઇલાજ નથી. મદદરૂપ થાય તેવા કુદરતી ક્લીન્ઝર ટ્રાય કરી જુઓ. જેથી બેક્ટેરિયા ઉત્પન્ન ન થાય. મગની દાળ, દૂધ, હળદર અને દૂધની પેસ્ટ નેચરલ ક્લીનઝર છે. એ ત્વચાને સાફ કરે છે તથા ત્વચાને કોમળ અને ચમકદાર પણ બનાવે છે.

મોઈશ્ચરાઈઝર ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું વહેલું શરૂ કરો. પરંતુ તેને કુદરતી સામગ્રીથી જ કરો. પપૈયા, કેળા જેવા ફળો અને મધ, દહીં કે છાશમાં મિક્સ કરીને તેનો ઉપયોગ કરો. તમારા સંતાનની ત્વચા પર તેલ પણ લગાવી શકો છો. કોણી, ઘૂંટણ અને એડી જેવા ભાગો પર પણ વિશેષ ધ્યાન આપવું. કારણકે જલ્દી કાળા થઈ જાય છે. લીંબુનો રસ, દૂધ અને મધ બે ટેબલ સ્પૂન માં મિક્સ કરી લગાવવાથી લાંબા ગાળા સુધી અસર રહે છે.

નાના બાળકને જ્યારે આ પેસ્ટ શરીર પર લગાવવાનું ગમતું ન હોય ત્યારે બાથરૂમ ત્વચાની કાળજી લેવા માટે શ્રેષ્ઠ છે. બાળકને હૂંફાળા પાણીથી જ સ્નાન કરાવો. મહિનામાં એકવાર જીલેટીન મિશ્રિત હૂંફાળા પાણીથી સ્નાન કરાવો. કેમિકલવાળા શેમ્પુ વાળના કુદરતી ઓઇલ નષ્ટ કરે છે. તેને બદલે અરીઠા, શિકાકાઈ ને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી ફાયદો થાય છે. બ્રાઉન રાઈસ બાફ્યા બાદ રહેલા પાણીમાં એલોવેરા જેલ મિક્સ કરીને લગાવવાથી પણ ફાયદો થાય છે.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.)

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">