Health Tips: મોઢામાં ચાંદા પડવાની તકલીફથી રહો છો પરેશાન? આ વિટામિનની શરીરમાં હોઈ શકે છે કમી

વિટામિન્સ અને મીનરલ્સ એ જરૂરી તત્વ છે જે લોકોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વિટામિનના ઘણા પ્રકાર હોય છે જેમાંથી એક છે વિટામિન B-12.

Health Tips: મોઢામાં ચાંદા પડવાની તકલીફથી રહો છો પરેશાન? આ વિટામિનની શરીરમાં હોઈ શકે છે કમી
File Photo
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 24, 2021 | 3:43 PM

વિટામીન્સ અને મીનરલ્સ એ જરૂરી તત્વ છે જે લોકોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વિટામિનના ઘણા પ્રકાર હોય છે જેમાંથી એક છે વિટામિન B-12. આ પોષક તત્ત્વ શરીરમાં ઓક્સિજન સપ્લાય કરવાવાળા લાલ રક્તકણોના ઉત્પાદન માટે ખૂબ જ જરૂરી છે.

વિટામિન B-12 ની કમીના લક્ષણો નિષ્ણાતો માને છે કે વિટામિન બી 12ની કમીથી ઘણા લોકોને બીમારીઓનો સામનો કરવો પડે છે. તેવામાં તેના લક્ષણોને જાણવા પણ ખૂબ જરૂરી છે. જે લોકોને મોટાભાગે મોઢામાં ચાંદા પડવાની ફરિયાદ રહે છે, તેમનામાં વિટામિનની કમી હોઈ શકે છે.આ ઉપરાંત વિટામિન બી-12 ની કમીના લક્ષણો થાક, કબજિયાત, કમજોરી, હાથ પગમાં ઝણઝણાટી આવવી, કમર પીઠ દર્દ પણ હોઈ શકે છે.

કોને રહેલો છે વધારે ખતરો એક અભ્યાસ પ્રમાણે માંસાહારી કરતા શાકાહારી લોકોમાં વિટામિન B-12 ની કમીની વધારે સંભાવના હોય છે. એનિમલ પ્રોડક્ટમાં આ વિટામીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે લોકો કડકાઇથી (Strictly) વેજિટેરિયન ડાઈટને ફોલો કરે છે. તેમનામાં વિટામિનની કમી જોવા મળે છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ ઉપરાંત જે લોકો વધારે માત્રામાં આલ્કોહોલ પીએ છે અથવા તો એસિડિટીથી પરેશાન રહે છે, તેમનામાં પણ વિટામિન B-12 ની કમી જોવા મળે છે.

શા માટે ખતરનાક છે વિટામિન B-12 ની કમી જાણકારો કહે છે કે જે લોકોમાં આ વિટામિનની કમી હોય છે તેમને એનિમિયા ગ્રસ્ત થવાની સંભાવના વધારે રહે છે. એટલુ જ નહીં તેમના હાડકાં પણ કમજોર થઈ શકે છે. ગર્ભવતી મહિલાઓની તબિયત ખરાબ થઈ શકે છે અને બાળકના માનસિક અને શારીરિક વિકાસ પર પણ ખરાબ અસર થઈ શકે છે.

કયા ખોરાક આ કમીને દૂર કરશે જાણકારો કહે છે કે પ્રાકૃતિક રૂપથી આ વિટામિન ડેરી અને એનિમલ પ્રોડક્ટમાં વધારે જોવા મળે છે. વિટામિન B-12 નો સૌથી સારો સોર્સ ચિકન, માછલી, મટન અને ઈંડા હોય છે. જે લોકો શાકાહારી છે, તે પોતાની ડાયટમાં દૂધ અથવા પનીરને સામેલ કરી શકે છે. રોજ એક કપ દૂધ પીવાથી વિટામિન B-12 ની દૈનિક જરૂરિયાતનો 20 ટકા હિસ્સો શરીરમાં પહોંચી જાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">