HEALTH: સવારે જાગીને તમે ગભરાટ અને બેચેની અનુભવો છો, તો આની પાછળ છે 5 કારણો

ઘણા લોકોને સવારે જાગીને બેચેની અને ગભરાટ જેવી ફરિયાદ હોય છે. જેના કારણે આખો દિવસ ખરાબ થઈ જાય છે. આ સમસ્યા કોઈ અલગ સમસ્યા નથી, પરંતુ આ સમસ્યા કોઈને પણ થઈ શકે છે.

HEALTH: સવારે જાગીને તમે ગભરાટ અને બેચેની અનુભવો છો, તો આની પાછળ છે 5 કારણો
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 31, 2021 | 4:52 PM

ઘણા લોકોને સવારે જાગીને બેચેની અને ગભરાટ જેવી ફરિયાદ હોય છે. જેના કારણે આખો દિવસ ખરાબ થઈ જાય છે. આ સમસ્યા કોઈ અલગ સમસ્યા નથી, પરંતુ આ સમસ્યા કોઈને પણ થઈ શકે છે. ઘણીવાર સવારે જાગીને થઈ રહેલી ગભરાટ થોડા સમય બાદ સરખી થઈ જાય છે. પરંતુ જરૂર નથી કે હંમેશા માટે ઠીક થઈ જાય. ગભરાટ, ઉલ્ટી જેવી સમસ્યા પાછળ ઘણા કારણ હોય છે. આ સમસ્યા કોઈને પણ થઈ શકે છે. બાળક, યુવા, વૃદ્ધો સમસ્યાથી બહુ જ પરેશાન રહે છે. આવો જાણીએ ક્યાં કારણે આ સમસ્યા થાય છે.

જો તમે રાત્રે સૂતા સમયે કંઈક નકારાત્મક વિચાર્યું હોય અથવા તમને ઘણીવાર સ્વપ્નો આવે છે તો પછી તમે સવારે ઉઠતાની સાથે જ બેચેની અનુભવો છો. સારી વાતો વિચારીને રાત્રે સૂવાનો પ્રયત્ન કરો. જો કોઈ સુતા પહેલા ઝઘડો કરી રહ્યો છે અથવા કોઈ નકારાત્મક વાતો કહી રહ્યા છે તો તેને અવગણવાનો પ્રયાસ કરો કારણ કે તે સવાર સુધી તમારું સ્વાસ્થ્ય બગાડે છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

જો તમારા શરીરમાં વિટામિન ડીની કમી હોય તો પણ તમારી સાથે આ પ્રકારની સમસ્યા થવી ખૂબ જ સામાન્ય વાત છે. વિટામિન ડીના અભાવને કારણે, બ્લડ પ્રેશરનું સ્તર ખરાબ થાય છે. જેના કારણે તમે ઘણી વાર ઊંઘ પૂર્ણ કર્યા પછી પણ તાજગી અનુભવતા નથી. તમે ઉબકા અનુભવો છો, તમને શરીરમાં ભારેપણું પણ લાગે છે, તેથી એકવાર ડોક્ટરને મળો.

આજકાલ ઘણા લોકો યોગ્ય રીતે ઊંઘ લઈ શકતા નથી. ઊંઘ જો કાચી હોય અથવા તો ટુકડામાં થાય અથવા તો મોડી રાતે આવે છે તો આ સમસ્યા થઈ શકે છે, રાત્રે સુતા પહેલા મોબાઈલ ચલાવવાનો પ્રયાસ ન કરો. રાત્રે પણ મોબાઈલને માથા નીચે રાખીને સૂવું નહીં. સુતા પહેલા ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો. જો તમારી ઊંઘ પુરી થઈ જશે તો સવારે ઉઠ્યા પછી તમને આવી કોઈ સમસ્યા થશે નહીં.

ભૂખ્યા રહેવાને કારણે ઘણી વખત આવી સમસ્યાઓ પણ થાય છે. જ્યારે આપણે લાંબા સમય સુધી ભૂખ્યા રહીએ છીએ, ત્યારે આપણા પેટમાં એસિડનું પ્રમાણ વધે છે અને સવારે ઉઠતાં તે સારું નથી લાગતું. લાંબા સમય સુધી અગવડતા રહે છે. કેટલીકવાર ઉલટી થાય છે. તેથી લાંબા સમય સુધી તમારી જાતને ભૂખ્યું ના રાખો. રાત્રિભોજન સમયસર લો અને થોડું લો.

આ પણ વાંચો: DIET: મશરૂમને કરો ખોરાકમાં સામેલ, ફાયદા જાણીને રહી જશો દંગ

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">