સુતા પહેલા ચહેરા, હાથ-પગ અને વાળની સંભાળ રાખવા અપનાવવા જેવા ગોલ્ડન રૂલ !

જો તમારે તમારું સૌંદર્ય જાળવી રાખવું હોય તો તમારે એક ચોક્કસ રુટીન જાળવવું જોઈએ. અને સુવા જતા પહેલાં તમારે તમારી જાત માટે થોડો સમય કાઢીને કેટલીક ટેવો કેળવવી જોઈએ. જે તમારી ત્વચા, વાળ તેમજ ચહેરા અને સંપૂર્ણ શરીને વધારે કોઈ પણ પ્રયાસ વગર જ સુંદર બનાવશે. તો ચાલો જાણીએ તે ટેવો વિશે. Web Stories View […]

સુતા પહેલા ચહેરા, હાથ-પગ અને વાળની સંભાળ રાખવા અપનાવવા જેવા ગોલ્ડન રૂલ !
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:32 PM

જો તમારે તમારું સૌંદર્ય જાળવી રાખવું હોય તો તમારે એક ચોક્કસ રુટીન જાળવવું જોઈએ. અને સુવા જતા પહેલાં તમારે તમારી જાત માટે થોડો સમય કાઢીને કેટલીક ટેવો કેળવવી જોઈએ. જે તમારી ત્વચા, વાળ તેમજ ચહેરા અને સંપૂર્ણ શરીને વધારે કોઈ પણ પ્રયાસ વગર જ સુંદર બનાવશે. તો ચાલો જાણીએ તે ટેવો વિશે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હંમેશા સુવા જતા પહેલાં તમારા ચહેરાને સાફ કરી લો :

આ એક ગોલ્ડન રૂલ છે જે તમારે ક્યારેય તોડવો ન જોઈએ. તમારે તમારી ત્વચાને આજીવન સુંદર રાખવી હોય તો તમારે તમારો ચહેરો સાફ કર્યા વગર ક્યારેય ન સુવું જોઈએ. પછી ભલે તમે ગમે તેટલા થાકી ગયા હોવ કે તમને ગમે તેટલી ઉંઘ કેમ ન આવતી હોય. તમારે સુતા પહેલાં ડીપ ક્લીન્ઝીંગ ફેસવોશ વડે અથવા તો સ્ક્રબ વડે તમારો ચહેરો સાફ કરી લેવો જોઈએ.

જો તમારે ઉઠતાં સાથે જ સુંદર દેખાવું હોય તો મોઇશ્ચરાઇઝર ક્યારેય ન ભૂલવું જોઈએ :

રાત્રે સુતા પહેલા ત્વચાને હાઇડ્રેટ અને મોઇશ્ચરાઇઝ કરવી જરૂરી છે. રાત્રીના સમય માટે એક હેવી મોઇશ્ચરાઇઝર અથવા બોડી બટર કે પછી લોશનનો ઉપયોગ કરો અને તેને તમારા ચહેરા, તેમજ હાથ અને પગ પર લગાવીને જ સુવો. તમે જ્યારે સવારે ઉઠશો ત્યારે તમારી ત્વચા તમારો આભાર માનશે.

તમારા ચહેરા પર તરી આવેલા ખીલની ટ્રીટમેન્ટ પણ રાત્રે જ કરી લો

જો તમારા ચહેરા પર કોઈ ડાઘ કે ખીલ હોય તો તેને ટ્રીટ કરવાનો ઉત્તમ સમય રાત છે. તમે તમારા ચહેરા પરની ફોલ્લી, ખીલ તેમજ ડાઘની રાત્રે સારવાર કરી શકો છો. તેના માટે તમારે માત્ર ટી ટ્રી ઓઈલને તમારા ખીલવાળા ભાગ પર જ લગાવવાની જરૂર છે તે રાત્રી દરમિયાન સંકોચાઈ જશે. આ સાથે સાથે તમે રાત્રે ડાઘને દૂર કરવા માટે સીરમનો ઉપયોગ પણ કરી શકો છો. આમ તમે સવારે ઉઠશો ત્યારે તમારા ચહેરા પર ઘણો બધો ફરક જોવા મળશે.

તમારા હાથ અને નખની સંભાળ પણ સુતા પહેલા લઈ લો :

તમારે તમારા હાથ તેમજ પગ અને તેના નખની સંભાળ પણ લેવાનો એક નિયમ બનાવી લેવો જોઈએ તે પણ સુવા જતા પહેલા. તેના માટે તમારે સુવા જતા પહેલાં તમારા હાથ પર મોઇશ્ચરાઇઝીંગ હેન્ડ ક્રીમનું હળવુ મસાજ કરી લેવું જોઈએ. તેનાથી તમારા હાથ સોફ્ટ બનશે તેમજ તમારા હાથ પર વધતી ઉંમરમાં દેખાતી કરચલીઓ પણ નહીં દેખાય. આ સાથે સાથે તમારે તમારા નખની પણ સંભાળ લેવી જોઈએ. તમારા નખ પર ક્યુટીકલ ઓઈલ અથવા તો સામાન્ય વેસેલીન લગાવી લેવું જોઈએ.

પગની સંભાળ પણ લેવી જોઈએ :

પગ આપણા શરીરનું એવું અંગ છે જે સૌથી વધારે ઘસારો લે છે અને સૌથી વધારે તેને જ અવગણવામાં આવે છે. માટે તેમને તમારે ખાસ ટ્રીટમેન્ટ આપવી જોઈએ અને તમારા રાત્રીના બ્યુટી રુટીનમાં તેનો સમાવેશ પણ કરવો જોઈએ. તેના માટે તમારે તમારા પગ પર થોડી ફૂટ ક્રીમ લગાવીને હળવું મસાજ કરી લેવું. ત્યાર બાદ તેના પર ગરમી ન થાય તેવા કોટનના મોજા ચડાવી લેવા. તમે જ્યારે સવારે ઉઠશો ત્યારે તમારા પગ ખુબ જ મુલાયમ થઈ ગયા હશે.

તમારા વાળની પણ સંભાળ લો, રાત્રે સુતી વખતે તેને ખુલ્લા ન રાખો:

ઘણા લોકોને રાત્રે વાળ ખુલ્લા રાખીને સુઈ જવાની આદત હોય છે. તમારે તેમ ન કરવું જોઈએ. રાત્રે જ્યારે તમારા વાળ ઓશીકા સાથે સતત ઘસાતા રહે ત્યારે તેને સૌથી વધારે નુકસાન થતું હોય છે. માટે તમારે તમારા વાળનો ચોટલો બનાવીને જ સુઈ જવું. અને આમ કરવાથી તમે જ્યારે સવારે ઉઠશો ત્યારે તમારા વાળ તમને ખૂબ જ જથ્થાદાર લાગશે.

આંખની પાપણો અને આઇબ્રોઝ માટે દીવેલનો ઉપયોગ કરો :

જો તમને લાંબી, સુંદર, ઘેરી પાપણો અને આઇબ્રોઝ જોઈતી હોય તો તમારે રાત્રે સુતા પહેલાં રોજ તમારે દીવેલમાં કોટન બડ ડૂબાડીને તેને તમારી આંખોની પાપણો અને આઇબ્રોઝ પર એપ્લાય કરવું જોઈએ. તેમ કરવાથી તે ઘેરી બનશે.

સવારે ઉઠતાં જો આંખ ફુલેલી લાગતી હોય તો રાત્રે કરો આ ઉપાય

આપણા જીવનમાં આપણે ખૂબ વ્યસ્ત રહેતા હોઈએ છીએ. લાંબા સમય સુધી સ્ક્રીન સામે જોઈ રહેવું, મોબાઈલ, ટીવી, કમ્પ્યુટર્સ કે પછી પુસ્તકો સામે તાકી રહેવાથી આપણી આંખને ખૂબ થાક લાગે છે. માટે તમારે તમારી આંખની સંભાળને પણ તમારા બ્યુટી રૂટીનમાં સામેલ કરવી જોઈએ. ફુલેલી આંખની સમસ્યા દૂર કરવા માટે તમારે રોજ રાત્રે આઈ ક્રીમ લગાવવી જોઈએ જો કે તેને લગાવતા પહેલાં તેને ફ્રીજમાં મુકીને ઠંડી કર્યા બાદ લગાવવી જોઈએ. જ્યારે તમે ઉઠશો ત્યારે તમે જોશો કે તમારી આંખો તેજસ્વી અને તાજી લાગતી હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">